Last Update : 10-October-2012, Wednesday

 

૫૦ વર્ષ પહેલાંનો જોસેફ કિટિન્જરનો ૩૧.૩૩ કિ.મી.નો રેકોર્ડ તોડવા
અવકાશમાંથી ઓસ્ટ્રિયાના સાહસિકનો ૩૬ કિ.મી.થી કુદકો

કુદકાની ૪૦ સેકન્ડમાં ફિલિક્સની કલાકની ૧૧૪૦ કિ.મી.ની ઝડપ ઃ ૩૪.૫ કિ.મી. પડયા પછી પેરેશૂટ ખોલશે

ન્યૂ મેક્સિકો, તા.૯
ઓસ્ટ્રિયાના ૪૩ વર્ષિય સાહસિક ફેલિક્સ બોમગાર્ટનરે અવકાશમાં ૧,૨૦,૦૦૦ ફીટ (૩૬.૫૭૬ કિલો મીટર) ઊંચેથી કુદકો મારી માનવજાતના ઇતિહાસમાં ક્યારેય ન નોંધાયુ હોય એવું પરાક્રમ કરવા જઈ રહ્યો છે. ફેલિક્સ બલૂનમાં બેસીને ન્યૂ મેક્સિકોના રણમાં રોસવેલ પ્રાંતમાં અવકાશ તરફ પ્રવાસ કરશે. સ્ટેચ્યૂ ઓફ લિબર્ટિના કદનું હિલિયમવાયુ ભરેલું બલુન ફેલિક્સને ૧,૨૦,૦૦૦ ફીટની ઊંચાઈએ પહોંચાડશે. ત્યાંથી ફેલિક્સ પોતાના ૧૧૮ કિલોગ્રામના સૂટ સાથે જમીન પર આવવા કુદકો મારશે. ફેલિક્સ જમીન સુધી જીવતો પહોંચવામાં સફળ રહેશે તો એ અત્યાર સુધીમાં મરાયેલો સૌથી ઊંચો કુદકો હશે.
ફેલિક્સનો કુદકો સફળ ન જાય તો તેનું મોત નિશ્ચિત છે. આ કુદકમાં ફેલિક્સ માટે જીવનું જોખમ છે. બલૂન દ્વારા અવકાશમાં જતી વખતે જ જો બલૂનને નુકસાન થાય તો કુદકો માર્યા પહેલાં જ ફેલિક્સ નિષ્ફળ જાય અને કદાચ જીવ પણ ગુમાવી બેસે. સહીસલામત ૧,૨૦,૦૦૦ ફીટ ઊંચો પહોંચી પણ જાય તો કુદતી વખતે પારાવાર જોખમ રહેલું છે. ફેલિક્સ કુદકો મારશે તેની ૪૦ સેકન્ડમાં તેનો પતનવેગ કલાકના ૧,૧૪૦ કિલોમીટર થઈ જશે. ભુતકાળમાં કોઈ માણસે આટલી ઝડપે કુદકો માર્યો નથી. એટલે સુપરસોનિક (અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે) વેગે નીચે આવતી વખતે શરીરને કેવું નુકસાન થશે એ કોઈને ખબર નથી.
યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાનો ફેલિક્સ આવા જોખમો કરવા માટે જાણીતો છે. આ પહેલાં તે જુલાઈ માસમાં જ ૯૭,૦૦૦ ફીટની ઊંચાઈએથી સફળતાપૂર્વક કુદકો મારી ચુક્યો છે. નિર્ધારિત સમય પ્રમાણે મેક્સિકોના રણમાં સવારે સાડા નવ વાગ્યે પ્રવાસ આરંભી ૩ કલાકે ફેલિક્સ અવકાશમાં પહોંચશે. જોકે આ લખાય છે, ત્યાં સુધીમાં વાતાવરણને કારણે ફેલિક્સે ઉડયનનો આરંભ કર્યો નથી.
ફેલિક્સે બ્રાઝિલના રિયો-ડી-જાનેરો શહેરમાં આવેલી ઇસુ ખ્રિસ્તની મૂર્તિ પરથી કુદકો મારી સૌથી નીચી ઊંચાઈએથી બલૂન દ્વારા કુદવાનો વિક્રમ પણ સર્જ્યો છે. હવે એ ઊંચાઈનો વિક્રમ સર્જવા જઈ રહ્યો છે. કુદતી વખતે ફેલિક્સનું મહત્તમ રક્ષણ તેનો ખાસ પ્રકારનો સૂટ કરશે. સૂટની વિશિષ્ટ બનાવટને કારણે તેનું વજન ૧૧૮ કિલોગ્રામ જેટલું છે. પતન વખતે અવકાશમાં ઠંડી વચ્ચે હેલ્મેટના કાચમાં ઊશ્વાસ બરફ બની જામી ન જાય એ માટે કાચમાં વીજ પ્રવાહ મળતો રહેશે, જે બરફને જામવા નહીં દે.
સૂટના કોઈ પણ ભાગમાંથી જરા પણ હવા જો અંદર ઘૂસે તો ફેલિક્સનું મોત નિશ્ચિત છે. ૩૬ કિલોમીટર કરતા વધુ ઊંચાઈએ હવા વગરના આકાશમાં સૂટ લિક થયા પછી જીવી શકાય નહીં. શરીરમાં રહેલી હવા શરીરનો જ વિસ્ફોટ કરી નાખે. કુદતી વખતે ફેલિક્સનું શરીર કદાચ આપમેળે ફૂદરડી ફરવા માંડે તો એ વખતે તે બેભાન થઈ જાય એવી પણ પુરેપુરી શક્યતા છે. ઉપગ્રહ કે રોકેટ કે કોઈપણ અવકાશી પદાર્થ પૃથ્વીના વાતાવરમાં પ્રવેશે ત્યારે અત્યંત ગરમીને કારણે તેનો આગળનો ભાગ તપી ઉઠે. ઉલ્કાઓ એટલે જ તો પૃથ્વીના વાતાવરણાં પ્રવેશતી વખતે બળીને ભસ્મ થઈ જાય છે. ફેલિક્સ કદાચ એ રીતે પણ સળગી ઉઠે તો જીવતેજીવ તેનો અગ્નિસંસ્કાર થઈ શકે છે.
કુદકો મારતી વખતે શરૃઆતમાં ફેલિક્સ સુપરસોનિક વેગ હાંસલ કરશે અને ધીમે ધીમે પતનવેગ ઘટતો જશે. જમીનથી ૫ હજાર ફીટની ઊંચાઈએ હશે ત્યારે ફેલિક્સ પેરેશૂટ ખોલી ધીમે ધીમે ઉતરાણ કરશે. ત્યાં સુધીમાં ૧,૨૦,૦૦૦ ફીટની ઊંચાઈએથી કુદકો માર્યાને ૧૫-૨૦ મિનિટ પસાર થઈ ચુકી હશે. આ બધા જોખમો ખબર હોવા છતાં ફેલિક્સ સાહસ કરવા જઈ રહ્યો છે, એટલે એનું નામ ફિયરલેસ ફેલિક્સ (નિડર ફેલિક્સ) પડી ગયું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved