Last Update : 10-October-2012, Wednesday

 

અઠવાડિક ભવિષ્ય તા.૭-૧૦-૨૦૧૨ રવિવારથી તા.૧૩-૧૦-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ. લ. ઈ.)

 

આપના નોકરી ધંધાના કામમાં વ્યસ્તતા રહે. સગા, સંબંધી, મિત્રવર્ગના, કુટુંબના કામ અંગે ચિંતા રહે, ખર્ચ અનુભવાય, ઇચ્છા અનિચ્છાએ બહાર કે બહારગામ જવાનું થાય, કમિશનનું, કરારી, સીઝનલ કામ સ્વીકારવામાં નુકસાન, વિવાદ થાય તેવો કોઈ નિર્ણય કરવો નહીં. તૈયાર કપડાના ધંધામાં, જ્વેલરીના ધંધામાં, કાગળ, કાપડના ધંધામાં જરૃરિયાત પ્રમાણે ધંધો કરવો, લોભ- લાલચમાં માલનો ભરાવો કરવો નહીં તા. ૭ ઓક્ટોબર રવિ- સાનુકૂળતા, હળવાશ રહે, ૮ સોમ- નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા, ૯ મંગળ- વડીલ વર્ગથી ચિંતા- ખર્ચ, ૧૦ બુધ - બજારોની વધઘટમાં જાગૃતિ રાખવી, ૧૧ ગુરૃ- એકાદશીએ બપોર પછી રાહત, ૧૨ શુક્ર - નોકરી- ધંધાનાકામમાં સાનુકૂળતા, ૧૩ શનિ- પુત્ર- પૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે,

 

વૃષભ (બ. વ. ઉ.)

 

આપના ધંધાકીય કામમાં, નોકરીના કામમાં સાનુકૂળતા રહે, ધંધો મળે ધંધામાં વધારો થાય, નોકરીમાં તમારી મહેનત, દોડધામ, કામની સફળતાથી તમારા આત્મવિશ્વાસમાં, આનંદમાં વધારો થાય, ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગનો સહકાર મળી રહે, ઉઘરાણીના નાણાં છૂટા થાય, સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં પ્રગતિ જણાય, કાનુની કામમાં પ્રગતિ છતાં માનસિક તણાવ ચિંતા રહે, મિત્રવર્ગના વ્યવહાર, સંબંધમાં, કોઈની બીમારી ચિંતામાં ખર્ચ- દોડધામ અનુભવાય તા. ૭ ઓક્ટોબર રવિ- હળવાશ રાહત રહે, ૮ સોમ- નોકરી- ધંધાના કામમાં પ્રગતિ સાનુકૂળતા, ૯ મંગળ- વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપવું પડે, ૧૦ બુધ - આકસ્મિક બહાર જવાનું થાય, ૧૧ ગુરૃ- ધર્મકાર્ય થાય, ખર્ચ ખરીદી થાય ૧૨ શુક્ર- નોકરી- ધંધાના કામમાં જાગૃતિ રાખવી, ૧૩ શનિ- અન્યના કારણે ચિંતા, ખર્ચ કામકાજમા રૃકાવટ.

 

મિથુન (ક. છ. ઘ.)

 

નોકરી- ધંધાના કામમાં આપને યશ, સફળતા મળે, આવક થાય નવો ધંધો થઈ શકે. ધંધાકીય જૂના સંબંધો તાજા થાય જેની સાથે ગેરસમજ મનદુઃખ થયેલ હોય તે દૂર થાય કુટુંબ, પરિવારના કામમાં, પુત્ર- પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. વડીલ વર્ગ માટે ખર્ચ થાય. નોકરીમાં વધારાની કામગીરી સંભાળવી પડે. અન્યની ગેરહાજરી કે સ્થળાંતરના કારણે તમારા રોજીંદા કામમાં વધારો થવાથી શારીરિક, માનસિક શ્રમ થાક અનુભવો. તા. ૭ ઓક્ટોબર રવિ- કામકાજમાં વ્યસ્તતા, વધારાનો ખર્ચ થાય પરંતુ આનંદ રહે, ૮ સોમ- નોકરી- ધંધાનું કામ ઉકેલાય, ૯ મંગળ- યશ, સફળતા પ્રગતિ જણાય, ૧૦ બુધ- બજારોની વધઘટમાં નોકરી ધંધાના કામકાજમાં સાનુકૂળતા, ૧૧ ગુરૃ - એકાદશીનું પર્વ ધર્મકાર્યમાં, ખર્ચમાં પસાર થાય, ૧૨ શુક્ર- અન્યના કામમાં ધ્યાન આપવું પડે, ૧૩ શનિ- ચિંતા ઉચાટ રહે.

 

કર્ક (ડ. હ.)

 

બજારોની વધઘટમાં, વ્યવહારિક, સામાજિક, કૌટુંબિક કામકાજમાં આપે ચિંતા બેચેની અનુભવવી પડે, સરકારી, ખાતાકીય, કાનુની કામકાજમા રૃકાવટ મુશ્કેલી અનુભવો. મકાન બાંધકામનો ધંધો હોય, ટ્રાવેલ્સનો ધંધો હોય તેમણે તેમજ ભાગીદારીમાં ધંધો કરનારે શેરનુ કામકાજ કરનારે અન્યની દેખાદેખીમાં કે કોઈના દોરવાયા દોરવાઈ જઈને ધંધાનું વિસ્તરણ કરવું નહીં, ખેતીવાડીના કામકાજમાં, આયુર્વેદિક ઔષધના છોડ ઉત્પાદનમાં જાગૃતિ રાખવી પડે. તા. ૭ ઓક્ટોબર રવિ- ચિંતા વધારાનો ખર્ચ, ૮ સોમ- નોકરી- ધંધાના બેંકના કામમાં ગાફેલ રહેવું નહીં, ૯ મંગળ- માનસિક પરિતાપ રહે, ૧૦ બુધ- બજારોની વધઘટમાં ધ્યાન રાખવું, ૧૧ ગુરૃ- જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ રાહત, ૧૨ શુક્ર- કામકાજમાં સાનુકૂળતા, ૧૩ શનિ- બહાર જવાનું થાય, ખર્ચ થાય.

 

સિંહ (મ. ટ.)

 

આપના સગા- સંબંધી, મિત્રવર્ગના કામ અંગે ખર્ચ થાય, પુત્ર- પૌત્રાદિકના ઘર પરિવારના કામમાં ધ્યાન આપવું પડે, નાણાંકીય ખેંચ, ચિંતા, મુંઝવણના લીધે કરકસરપૂર્વકના નિર્ણય કરવા પડે, નોકરીમાં અન્યની ગેરહાજરી, સરકારી, રાજકીય ખાતાકીય, રૃકાવટના લીધે આપને શાંતિ, રાહત, આરામ જણાય નહીં, વૈતરું, મહેનત કરવા છતાં ફળ ઓછું જણાય, ધંધામાં ધંધો, આવક પ્રાપ્ત કરવામાં ભય, ચિંતા, ડર રહ્યા કરે, તા. ૭ ઓક્ટોબર રવિ- ઘર- પરિવારના કામમાં સાનુકૂળતા, ૮ સોમ- નોકરી- ધંધાનું કામ થઈ શકે, ૯ મંગળ- અન્યના કારણે ચિંતા, ખર્ચ, ૧૦ બુધ - સરકારી રાજકીય, ખાતાકીય કામમાં, બેંકના કામમાં જાગૃતિ રાખવી, ૧૧ ગુરૃ- બપોર પછી હળવાશ થતી જાય, ધર્મકાર્યથી આનંદ રહે, ૧૨ શુક્ર- કામકાજમાં સાનુકૂળતા, ૧૩ શનિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

કન્યા (પ. ઠ. ણ.)

 

નોકરી- ધંધામાં રૃકાવટવાળું કામ ઉકેલાતું જાય, વધારાનો ખર્ચ થાય, પરંતુ આપનો નાણાંકીય વ્યવહાર સચવાઈ રહે આકસ્મિક ધંધો, આવક થાય, સોના- ચાંદીના વેપારમાં, કાગળ, કાપડના, તૈયાર વસ્ત્રોના, જ્વેલરીના ધંધામાં ધંધો થઈ શકે. સુગંધિત પદાર્થોના વ્યવસાયમાં ધંધાની શરુઆત થાય પરંતુ જરૃરિયાત પૂરતો ધંધો કરવો. જોખમ વધારવું નહીં ડેકોરેશનના કામકાજમાં સાનુકૂળતા રહે, દાંત- દાઢ, ગળામાં દર્દ-પીડાથી સંભાળવું, તા. ૭ ઓક્ટોબર રવિ- અન્યના કારણે ચિંતા ઉદ્વેગ, ૮ સોમ- નોકરી-ધંધામાં જાગૃતિ રાખવી, ૯ મંગળ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૧૦ બુધ- કામકાજમાં સાનુકૂળતા, પ્રગતિ, ૧૧ ગુરૃ- ખર્ચ ખરીદી થાય, ૧૨ શુક્ર નોકરી- ધંધાના કામમાં ચિંતા, રૃકાવટ, મુશ્કેલી અનુભવો, ૧૩ શનિ- શાંતિથી દિવસ પસાર કરવો.

 

તુલા (ર. ત.)

 

કુટુંબ, પરિવાર, પિતૃપક્ષની ચિંતા રહે, તમારી ઉપેક્ષા અપમાન થતું જણાય પરંતુ તમારે શારીરિક, માનસિક સ્વસ્થતા જાળવવી તે સિવાય નોકરી- ધંધામાં, કામ વધતું રહે, સીઝનલ ધંધામાં, કરારી ધંધામાં, કમિશન, દલાલી, એજન્સીના કામકાજમાં આપને સાનુકૂળતા રહે, પત્ની- પુત્ર-પૌત્રાદિકના કામમાં આપ ધ્યાન આપી શકો. આંખની, પેટ, કમરની તકલીફના કારણે તમારા રોજીંદા કામમાં વિલંબ થાય, તા. ૭ ઓક્ટોબર રવિ- સગા-સંબંધી મિત્રવર્ગના કારણે વ્યસ્તતા, ૮ સોમ- નોકરી-ધંધામાં કામમાં પ્રગતિ, લાભ, ૯ મંગળ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૧૦ બુધ - બજારોની વધઘટમાં ધ્યાન રાખવું પડે, ૧૧ ગુરૃ- ધર્મકાર્ય થાય, ખર્ચ થાય, ૧૨ શુક્ર- નોકરી- ધંધાનું કામ થઈ શકે, ૧૩ શનિ- પત્ની- પુત્ર-પુત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો.

 

વૃશ્ચિક (ન. ય.)

 

હરો- ફરો કામકાજ કરો પરંતુ તમારા રોજીંદા કામમાં માનસિક પરિતાપ રહે, ધંધો, આવક થાય, નવા-જૂના ધંધાકીય સંબંધો તાજા થાય પરંતુ કરારી ધંધો સ્વીકારતા પહેલા આપે સાવધાની રાખવી, કારીગર વર્ગની તકલીફ, ભાવવધારો વગેરેના કારણે ધંધો કરવામાં મુશ્કેલી અનુભવો, રંગ-રસાયણના, ઇલેક્ટ્રીકના વેપાર- ધંધામાં ડેકોરેશન ફર્નિચરના ધંધામાં જાગૃતિ રાખવી, નોકરીમાં ઉશ્કેરાટ- ગુસ્સો, ઉતાવળ કર્યા વગર પોતાના કામમાં ચોકસાઈ રાખવી. તા. ૭ ઓક્ટોબર રવિ- અન્યના કારણે અસ્વસ્થતા, ચિંતા, ખર્ચ, ૮ સોમ- નોકરી- ધંધામાં નુકસાન, વિવાદથી આકસ્મિક ચિંતા ઉપાધિથી મુશ્કેલી અનુભવો, ૯ મંગળ- ચિંતા- વ્યથા હળવી થાય, ૧૦ બુધ - કામકાજમાં વ્યસ્તતા છતાં સાનુકૂળતા રહે, ૧૧ ગુરૃ - વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ધર્મકાર્ય થાય, ૧૨ શુક્ર- સરકારી, રાજકીય ખાતાકીય કામમાં સંભાળવું પડે, ૧૩ શનિ- વધારાનું કામ થાય.

 

ધન (ભ. ધ. ફ. ઢ.)

 

આપે ખાવાપીવામાં, હરવા ફરવામાં તેમજ વાહન ચલાવવામાં સંભાળવું, લોહી વિકારથી ખસ, ખુજલીથી, ઝેરી જીવાત કરડવાથી, કૂતરાથી તકલીફ થાય નહીં તેની તકેદારી રાખવી. નોકરી- ધંધામાં કાનુની વિવાદમાં કે અન્ય કામગીરીમાં, લાંચ લેવામાં ખોટું કામ કરવામાં બંધનયુક્ત પરિસ્થિતિમાં અટવાયેલા રહો, પુત્ર- પૌત્રાદિકની ચિંતા રહે, ખર્ચ થાય, વાતવાતમાં વિવાદ થઈ જાય કે મનદુઃખ થાય તા. ૭ ઓક્ટોબર રવિ- વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપી શકો. ૮ સોમ- રોજીંદા કામકાજમાં સાનુકૂળતા, ૯ મંગળ- તન- મન- ધનથી વાહનથી સંભાળવું, ૧૦ બુધ- ખાવાપીવામાં હરવા ફરવામાં, રસ્તામાં જતા આવતા વાહન ચલાવવામાં સાવધાની રાખવી, ૧૧- ગુરૃ શાંતિથી દિવસ પસાર કરવો, ૧૨ શુક્ર- નોકરી- ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય, ૧૩ શનિ- વધારાના કામમાં ધ્યાન આપવું પડે.

 

મકર (ખ. જ.)

 

આપના રોજીંદા કામમાં આરોહ- અવરોહની પરિસ્થિતિ રહે, પરંતુ ધીરજ, શાંતિ, સ્વસ્થતા, વાણીની મીઠાશ, વ્યવહારની નમ્રતા નોકરી- ધંધાના કામકાજમાં, સાનુકૂળતા રખાવે અને આપ ખોટી ચિંતા ઉપાધિમાંથી મુક્ત રહી શકો. બજારોની વધઘટમાં, શેરોની લે-વેચમાં કે તે અંગેની કામગીરીમાં ચોકસાઈ રાખવી પડે પુત્ર- પૌત્રાદિકને સીઝનલ બીમારીમાંથી કે અન્ય તકલીફ ચિંતામાં આપે ધ્યાન રાખવું પડે. તા. ૭ ઓક્ટોબર રવિ- કામકાજમાં સફળતા- પ્રગતિ, ૮ સોમ- નોકરી- ધંધાનું કામ ઉકેલાતું જાય, ૯ મંગળ- રોજીંદા કામમાં ધ્યાન આપી શકો, ૧૦ બુધ- પરિવારના, સગા- સંબંધી મિત્રવર્ગના કામમાં મદદરૃપ થવું પડે, ૧૧ ગુરૃ- જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચિંતા, અસ્વસ્થતા, ૧૨ શુક્ર- તન- મન- ધનથી, વાહનથી સંભાળવું, ૧૩ શનિ- શાંતિથી દિવસ પસાર કરી લેવો.

 

કુંભ (ગ. શ. સ. ષ.)

 

અન્યના કારણે આપને આપના કામમાં રૃકાવટ, ચિંતા- મુશ્કેલી અનુભવવી પડે, નોકરી- ધંધામાં હરિફવર્ગ, ખટપટ, ઇર્ષ્યા કરનારને કારણે તકલીફ, ચિંતા રહે, સંયુક્ત ધંધામાં ભાગીદારીવાળા ધંધામાં મતભેદ વિચારભેદના કારણે ધંધામાં સ્થગિતતા જણાય, વિલંબમાં પડેલ કમ ઉકેલવામાંતકલીફ પડે, જૂના- નવા સંબંધમાં નોકરી- ધંધાનું કામ હોય તો તેમાં તમારી ઉપેક્ષા થતી જણાય, ભૂતકાળમાં જે સારો સહકાર આપતા હોય, ધંધો આપતા હોય તે તમારાથી વિમુખ થયેલા જણાય તા. ૭ ઓક્ટોબર રવિ- પુત્ર પૌત્રાદિકથી સાનુકૂળતા, ૮ સોમ- નોકરી ધંધાનું કામ થઈ શકે, ૯ મંગળ- કામકાજમાં રૃકાવટ, મુશ્કેલી ૧૦ બુધ - અન્યના કારણે શાંતિ જણાય નહીં, ૧૧ ગુરૃ- કામકાજની ચિંતા પછી હળવાશ, ૧૨ શુક્ર- રોજીંદા કામમાં સાનુકૂળતા ધ્યાન આપી શકો, ૧૩ શનિ- બપોર પછી ધીરજ, શાંતિ રાખવી, ખાવાપીવામાં સંભાળવું.

 

મીન (દ. ચ. ઝ. થ.)

 

ગ્રહયોગની પ્રતિકૂળતાના કારણે શારીરિક, માનસિક અસ્વસ્થતામાંથી સમય પસાર કરવો પડે. ઇચ્છા- અનિચ્છાએ વ્યવહારિક, સામાજિક, કૌટુંબિક કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય, લોખંડનો, મકાન, બાંધકામ માટે, ટ્રાવેલ્સનો, દવાનો ઇલેક્ટ્રીકનો, રંગ રસાયણનો ધંધો હોય તેમને ધંધો મેળવવામા, આવક પ્રાપ્ત કરવામાં તકલીફ પડે, નોકરીમાં સહકાર્યકર વર્ગ, ઉપરી વર્ગ સાથેના, વ્યવહાર, સંબંધમાં તમારું બોલેલું સામી વ્યક્તિને ગમે નહીં અને સામી વ્યક્તિનું બોલેલું તમને પસંદ પડે નહીં. તા. ૭ ઓક્ટોબર રવિ- હૃદય-મન અશાંત રહે, તા. ૮ સોમ- અન્યના કારણે કામકાજમા રૃકાવટ, ચિંતા જણાય, ૯ મંગળ- રોજીંદા કામમાં ધ્યાન આપવું પડે, ૧૦ બુધ- પુત્ર-પૌત્રાદિકનું કામ કરવું પડે, ગુરૃ- ૧૧- વધારાના કામ અંગે ચિંતા રહે, ૧૨ શુક્ર - શેરોનો હવાલો, નાણાંનો હવાલો સાવધાની પૂર્વક સંભાળવો, ૧૩ શનિ- શારીરિક- માનસિક શ્રમ- થાક અનુભવાય.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved