Last Update : 10-October-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૦-૧૦-૨૦૧૨, બુધવાર
નિજ ભાદરવા વદ દસમ
દસમનું શ્રાધ્ધ

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૮ મિ.
નવકારસી સમય ઃ ૭ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત ઃ ૭ ક. ૨૨ મિ. (મું) ૭ ક. ૨૦ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ પુષ્ય બપોરના ૧ ક. ૪૧ મિ. સુધી પછી આશ્લેષા. આજે બપોરના ૧ ક. ૪૧ મિ. પછી જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કર્ક
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈન વીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદ ઋતુ. રા.દિ. આ./૧૮
માસ-તિથિ-વાર - નિજ ભાદરવા વદ દસમ ને બુધવાર.
- આજે દસમનું શ્રાધ્ધ છે.
- સૂર્ય ચિત્રામાં બપોરના ૧૨ ક. ૨૨ મિ.થી. વાહન બકરો છે.
- વિષ્ટી ૧૫-૧૦ થી ૨૭-૧૦ સુધી.
- સ્વામિનારાયણ ભગવાન તથા યોગીજી મહારાજનાં સ્મૃતિપર્યો.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૨૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૨૪ રોજ દીન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધામાં આવી પડેલી રુકાવટ- મુશ્કેલીના લીધે વ્યગ્રતા- બેચેની અનુભવો. આપે ઉતાવળ કર્યા વગર શાંતિથી નિકાલ લાવવો.

 

વૃષભ ઃ ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગના સાથ સહકારથી આપના કામમાં સરળતાથી આગળ વધી શકો. પરદેશના કામમાં લાભ ફાયદો મળી રહે.

 

મિથુન ઃ આપને કામકાજમાં સાનુકુળતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય. પરિવારનો સાથ રહે.

 

કર્ક ઃ આપ કામકાજમાં વ્યસ્ત રહો તેમ છતાં માનસિક પરિતાપ- વ્યગ્રતા અનુભવાય. વૈચારિક દ્વિઘાના લીધે નિર્ણય લેવામાં મુશ્કેલી છે.

 

સિંહ ઃ કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ ના કરવી. દિવસ દરમ્યાન આપની દોડધામ- શ્રમ ખર્ચમાં વધારો થાય. થાક અનુભવાય.

 

કન્યા ઃ પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં આપની ચિંતા પરેશાની ધીરે ધીરે દૂર થતી જાય. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર જવાનું થાય.

 

તુલા ઃ ઘર પરિવારનો સાથ સહકાર રહેવાને લીધે હૃદય-મન પ્રફુલ્લીત રહે. કામમાં મન લગાવી શકો. ધાર્યું કામ થાય.

 

વૃશ્ચિક ઃ દેશ પરદેશના કામકાજ અંગે સાનુકૂળતા- પ્રગતિ જણાય. બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય.

 

ધન ઃ આપે તન- મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વધુ પડતો શ્રમ લઇને કામકાજ કરવું નહીં.

 

મકર ઃ આપની મહત્વની મિલન- મુલાકાતમાં ઇચ્છિત વ્યકિત સાથે મુલાકાત થવાથી આનંદ-ઉત્સાહ રહે. કામનો ઉકેલ આવે.

 

કુંભ ઃ કોર્ટ- કચેરી, રાજકીય સરકારી કામમાં દોડધામ રહે, ખર્ચ અનુભવાય. પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો.

 

મીન ઃ આપની બુદ્ધિ અનુભવ આવડતના આધારે સાનુકુળતા ઉભી કરી પ્રગતિ કરી શકો. આકસ્મિક લાભ ફાયદો મળી રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૦-૧૦-૨૦૧૨, બુધવાર

 

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મ વર્ષ જે જેમ પસાર થતું જાય તેમ તેમ આપની રુકાવટ- મુશ્કેલીમાં, દોડધામ શ્રમમાં વધારો થતો જાય. આપ વિચારો કંઇક અને થાય કંઇક. આપના આયોજનો અવળા પડતા જાય. નોકરી-ધંધામાં શું કરવું ? કયાં જવું તેની સૂઝ પડે નહીં. વધુ પડતો આત્મવિશ્વાસ વધુ પડતો કોઇના પર ભરોસો આપની મુશ્કેલીમાં વધારો કરશે. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને- સંયુકત મિલકતના પ્રશ્ને વાદ-વિવાદ- મનદુઃખ થઇ જાય. સંબંધો બગડે નહીં તેની તકેદારી રાખવી. મિત્રવર્ગથી દગો- વિશ્વાસઘાત થાય. સ્ત્રીવર્ગને માતૃપક્ષની, ઘર- પરિવારની ચિંતા રહ્યા કરે. વિદ્યાર્થીબંધુએ પરીક્ષા સમયે બિમારી- અકસ્માતથી સંભાળવું પડે.

 

સુપ્રભાતમ્

કોઈ મંત્રી જો રાજાનું ચિત્ત ભેદે, ખિન્ન કરે તો સ્ફટિકના કડાની માફક તેને કોણ સાંધી શકે ?

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ ત્રણ ચાર દિવસથી સ્કૂલ જતો નહોતો એ જોઈને એના દોસ્ત લાલુએ પૂછ્યું, 'કેમ તું સ્કુલે જતો નથી?'
'ખરી વાત એવી છે કે,' લલ્લુ બોલ્યો, 'મારા પપ્પા એવું કહે છે, કે એક જગ્યા પર રોજ જવાથી આપણી ઈજ્જત ઓછી થઈ જાય છે.'

[Top]
 

આજ ની રેસીપી

મોંમાં પાણી લાવતા મિષ્ટાન અને ફરસાણ

કોકો સ્પ્રેડ

 

સામગ્રી ઃ- ૧ લીટર દૂદ, ૩ ટે. સ્પૂન કસ્ટર્ડ પાવડર, ૫૦ ગ્રામ કોકો પાવડર, ૧૫૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ તાજા જરદાળું, ૬ નંગ બદામ, ૫૦ ગ્રામ ચેરી, ૩ ટે. સ્પૂન ક્રીમ, ૧ ટે. સ્પૂન, ન્યુટ્રામૂલ પાવડર, ૨ ટે.સ્પૂન જીંજર બિસ્કિટનો ભૂકો, ૨ ટે. સ્પૂન કોર્નફલેક્સનો ભૂકો. ચપટી દાલચીની, ૧ ટે. સ્પૂન હની (મધ)

 

રીતઃ- દૂધને ઉકાળો. આશરે ૫૦૦ મિ.લી. જેટલું દૂધ રહી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરી ઠંડુ થવા એક બાજુ મુકી દો.

 

દૂધ ઠંડુ થઈ જાય પછી તેને એક પહોળી ડીશમાં નાખો. એમાં બિસ્કીટ પાવડર નાખી ૧૫ મિનિટ રહેવા દો.

 

પછી દૂધમાં કસ્ટર્ડ પાવડર નાખી એમાં કોર્નફલેક્સ પાવડર મિક્સ કરો.

 

કોકો પાવડરમાં હની (મધ) અને ક્રીમ મિક્સ કરી પુડીંગના ઉપર પ્રસરીને નાખવું.

 

જરદાળુના પાતળા-લાંબા પીસેસ કરી દરેક પીસને કોકો પાવડરમાં બોળી લો. પછી આ કોકો પાવડર કોટેડ જરદાળુના પીસેસ ડીશના ચારે બાજુ સજાવીને મૂકો.

 

હવે ઓવનને ગરમ કરો. ઓવન ગરમ થઈ જાય પછી તેમાં ડીશ મૂકી ૩૦ મિનિટ સુધી (૧૬૫ એફ) રહેવા દો.

 

૩૦ મિનિટ પછી બહાર કાઢી તેમાં બદામ નાખી ઠંડુ પડવા દો. પછી ફ્રીજમાં રાખી દો. વેફર અથવા બિસ્કિટ સાથે સર્વ કરો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved