Last Update : 09-October-2012, Tuesday

 

આર્થિક નીતિનું રાજકારણ

 

પેન્શન અને વીમા ક્ષેત્રે ખાનગી મૂડીરોકાણના દરવાજા ખોલીને સરકારે આર્થિક નીતિમાં બદલાવની બાબતમાં પોતાનું મક્કમ વલણ દર્શાવ્યું છે. ત્યાર પહેલાં છૂટક વેપારમાં સીધા વિદેશી મૂડીરોકાણ- એફ.ડી.આઇ.-ના મુદ્દે સરકારે મક્કમ મને પગલું લઇને, કામચલાઉ રાજકીય અસ્થિરતા વહોરી લીધી હતી. એ ગણતરીપૂર્વકનું જોખમ હતું. સરકારને બરાબર ખ્યાલ હતો કે મમતા બેનરજીને એ મંજૂર નથી અને તે રીટેલમાં એફ.ડી.આઇ.ને માન્ય નહીં રાખે. પરંતુ સરકારે પોતે એ માટે નિર્ણય કરી લીધો હતો. સરકારની આ મક્કમતા પાછળ પ્રજાકીય હિત કરતાં વધારે, 'હવે આનાથી વધારે કશું નુકસાન થઇ શકવાનું નથી' એવી માનસિકતાએ પણ કામ કર્યું હશે. કારણ કે એવા વલણ સિવાય, નીતિવિષયક બાબતોમાં સરકાર સાથી પક્ષના વિરોધને આટલો અવગણે નહીં.
ભારતના વર્તમાન રાજકારણમાં દરેક જૂથ માટે 'બે બાજુનું દુઃખ' જેવી સ્થિતિ પ્રવર્તે છે. યુપીએ સરકાર બીજી મુદતમાં લાંબા સમય માટે જેમ હાથ જોડીને બેસી રહી, એવું રાખે તો તેની પર 'પોલિસી પેરાલિસીસ' (નીતિપંગુતા)નો સાચો આરોપ મૂકાય. જો એ હિંમત કરીને આર્થિક પરિવર્તનનો કાર્યક્રમ આગળ વધારે તો તેની પર 'આમઆદમીની વિરોધી' નીતિઓ અપનાવવાનું અને વિદેશી દબાણ સામે ઝૂકી જવાનું આળ આવે. આ બન્ને આરોપ નીતિપંગુતાના આરોપ જેટલા સાચા નથી. બલ્કે, તેમાં ભારોભાર રાજકારણ છે.
આર્થિક નીતિમાં પરિવર્તનની દિશામાં યુપીએ દ્વારા મોડે મોડેથી લેવાયેલાં પગલાંનો વિરોધ કરનાર પક્ષોની આર્થિક ફિલસૂફી શી છે, તે પાયાનો સવાલ થાય. મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ કે જયલલિતાના ઓલઇન્ડિયા અન્નાડીએમકે જેવા પક્ષોનો આર્થિક મામલે દૃષ્ટિકોણ શો છે, એ પછીનો સવાલ છે. પહેલો પ્રશ્ન તો એ થાય કે, દેશની આર્થિક નીતિ વિશે તેમની પાસે કશી નક્કર વિચારણા છે ખરી? કે પછી બસ કેન્દ્ર સરકાર જે કરે તેનો વિરોધ કરવો, પોતાનો કક્કો ખરો કરાવવો અને છેવટે કેન્દ્ર સરકારનું નાક દબાવીને પોતાની રાજ્ય સરકાર માટે મોટી મદદ મેળવી લેવી- એ જ તેમની 'આર્થિક નીતિ'ની વ્યાખ્યા છે? ભાજપ-કોંગ્રેસની વાત કરીએ તો, તેમનાં વલણો હાસ્યાસ્પદ રીતે વિરોધાભાસી અને અસંગત રહ્યાં છે. તેમાં દેશહિત છેલ્લા ક્રમે અને પક્ષીય રાજકારણ પહેલા ક્રમે આવતાં હોય, એવું સ્પષ્ટ જણાઇ આવે.
ભારતની આર્થિક નીતિમાં પરિવર્તન કોઇ એક પક્ષનો કાર્યક્રમ નથી, એટલી સામાન્ય સમજણ દેશના બન્ને મુખ્ય પક્ષો દર્શાવી શકતા નથી, એ ખેદની વાત છે. નેવુના દાયકામાં આર્થિક નીતિમાં પરિવર્તન આવ્યું અને વૈશ્વિકીકરણનો પવન ફૂંકાયો ત્યાર પછી બન્ને મુખ્ય પક્ષોની આગેવાની ધરાવતી સરકારો કેન્દ્રમાં આવી ચૂકી છે. તેને કારણે, એ પક્ષોની વૈચારિક નાદારી અને તેમનું છીછરું રાજકારણ પૂરતા પ્રમાણમાં ખુલ્લાં પડી ગયાં છે. કોંગ્રેસી વડાપ્રધાન નરસિંહરાવ-પ્રેરિત આર્થિક પરિવર્તન હકીકતમાં પાછું ન વાળી શકાય એવું તીર છે. બહુ તો તેને અમુક હદ સુધી રોકી રખાય, પણ તે તીર છૂટી ચૂક્યું છે અને પાછું ભાથામાં જઇ શકે એમ નથી, તે સામાન્ય સમજણની વાત છે. તેમ છતાં, કેન્દ્રમાં એનડીએની સરકાર હતી ત્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે એવી જ નીતિ અપનાવી હતી, જેના માટે અત્યારે તે ભાજપની ટીકા કરે છે. ભાજપ દ્વારા વીમા જેવાં ક્ષેત્રો વિદેશી રોકાણ માટે ખોલવાની હિલચાલનો વિરોધ કરવાને બદલે, કોંગ્રેસ પોતાનો આર્થિક કાર્યક્રમ વિરોધ પક્ષ આગળ વધારે છે તેનાથી રાજી થઇને, એનડીએ સરકારને સહકાર આપવો જોઇતો હતો. પરંતુ એવું બન્યું નહીં. એક જ મુદત પછી એનડીએ સરકાર ગઇ અને ભાજપને વિરોધ પક્ષમાં બેસવાનું આવ્યું, એટલે એ પણ ભૂલી ગયો કે સરકારમાં રહીને પોતાનું શું વલણ હતું.
ભારતના રાજકારણમાં વિરોધ પક્ષ પોતાનો એ દરજ્જો સાર્થક ઠેરવવા માટે એટલો ઉત્સુક હોય છે કે સાંસદોનાં પગારભથ્થાં વધારવા જેવી જૂજ બાબતોને બાદ કરતાં, દેશહિતના મુદ્દે સરકાર અને વિરોધ પક્ષ કદી એકમત થઇ શકતાં નથી. એકમતિની વાત જવા દો, પોતાનાં વિરોધ અને તરફેણનાં મુદ્દાસર કારણો આપીને સંસદમાં ધોરણસરની ચર્ચા પણ કરી શકતાં નથી. પરિણામે, તરફેણ અને વિરોધ એ બન્ને નિર્ણયો મહદ્ અંશે રાજકીયને બદલે આર્થિક ગણિતથી લેવાય છે. બીજી મુદતમાં યુપીએની ડગુમગુ સ્થિતિ અને તેની મુદત પૂરી થવા આડે બે વર્ષની વાર હોવાને કારણે, કેટલાક પક્ષોને-નેતાઓને મધ્યસત્ર ચૂંટણી વિના, સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને, સરકાર રચવાનાં સ્વપ્નાં પણ આવે છે. ૨૦૧૪ની ચૂંટણી આવતાં સુધીમાં વયનિવૃત્તિની હજુ પણ વધારે નજીક પહોંચી જનારા અડવાણી તેમાંના એક છે. તેમના પક્ષપ્રમુખ ગડકરી શરૃઆતમાં આ વિકલ્પની તરફેણમાં ન હતા, પણ મોડે મોડેથી તેમણે પણ જાહેર કર્યું છે કે મમતા બેનરજી જેવા કોઇ દ્વારા સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવશે, તો ભાજપ તેને ટેકો આપશે. આર્થિક નીતિ-નિર્ણયોની તલસ્પર્શી ચર્ચાને બદલે અવિશ્વાસની દરખાસ્તની વાતો કરવી, એ રાજકારણની વાસ્તવિકતા અને નાગરિકોનું કમનસીબ છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved