Last Update : 09-October-2012, Tuesday

 

કે.એસ. બ્રાર પરના હુમલાથી ભારતને ચિંતા
ભૂલાઈ ગયેલી ખાલિસ્તાન મુવમેન્ટ ફરી માથું ઉંચકી રહી હોવાના સંકેત

 

- ખાલિસ્તાન મુવમેન્ટ માટે ભંડોળ ભેગું કરાય છે ઃ સરકારની ચાંપતી નજર

 

અનેક ચિંતાઓમાં અટવાયેલા ભારત દેશ સામે ખાલિસ્તાનની મુવમેન્ટ ઉમેરાઇ રહી છે.
નિવૃત્ત લેફટનન્ટ જનરલ કે.એસ. બ્રાર પરનો હુમલો ખાલિસ્તાનવાદીઓ સક્રિય થઇ રહ્યા છે તેની સાબિતી આપવા માટે પુરતો છે. એવું લાગી રહ્યું છે કે બ્લ્યુ સ્ટાર ઓપરેશનના ઘા હજુ રુઝાયા નથી.
ગત અઠવાડીયાની શરૃઆતમાં કુલદિપસિંહ બ્રાર પર થયેલા હુમલા અંગે સરકાર ખુલાસીને કશું બોલતી નથી પરંતુ ખાલિસ્તાન તરફી ત્રાસવાદીઓએ હુમલો કર્યો છે અને આ જૂથો સક્રિય થઇ રહ્યા છે એમ ચર્ચાઇ રહ્યું છે.
સરકાર હાથ જોડીને બેસી રહી છે એમ માનવાની જરૃર નથી. પાંચથી છ ગૃપ પર સરકાર નજર રાખી રહી છે જેમાં બબ્બર ખાલસા, દલ ખાલસા, ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ, ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન, શીખ ઓર્ગેનાઇઝેશન ફોર પ્રિઝનર્સ વેલફેર, ખાલિસ્તાન ટાઇગર ફોર્સ વગેરેનો સમાવેશ થાય છે.
૧૯૭૮માં ઊભું કરાયેલ બબ્બર ખાલસા અમેરિકા, કેનેડા, યુકે, ફ્રાંસ, જર્મની, પાકિસ્તાન જેવા દેશોમાં સક્રિય હતું.
દિલ્હીમાં સત્યમ સિનેમા અને લુધિયાણાના સિનેમા થિયેટરોમાં ૨૦૦૫ અને ૨૦૦૭માં થયેલા ધડાકામાં બબ્બર ખાલસા સંડોવાયું હતું. ૧૯૯૫માં બિઅંતસિંહની હત્યા પાછળ પણ આ જૂથને જવાબદાર ગણાવાયું હતું.
૧૯૮૦માં અમૃતસર ખાતે ખાલિસ્તાનનો પ્રથમ ધ્વજ ફરકાવનાર દલખાલસા ગૃપ તો ૧૯૮૧માં ઈન્ડિયન એરલાઈન્સના વિમાન હાઇજેકમાં પણ સંડોવાયું હતું. બ્લ્યુસ્ટાર ઓપરેશન દરમ્યાનના શહીદોની યાદમાં આ જુથ કશુંક કરવા માગે છે પરંતુ ખાલિસ્તાનની માગ પણ પડતી મૂકવા તે તૈયાર નથી.
ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ પણ ૧૯૮૮થી ૧૯૯૯ દરમ્યાન થયેલા બોંબ વિસ્ફોટમાં સંડોવાયેલું છે.
મે માસના ૨૦૦૯માં વિએના ગુરૃદ્વારામાં થયેલા વિસ્ફોટ પાછળ પણ આ ફોર્સનો હાથ હતો. ૨૦૦૫માં યુરોપના દેશોએ તેને ત્રાસવાદી જૂથ તરીકે જાહેર કર્યું હતું.
અમૃતસરમાં બ્લ્યુસ્ટાર ઓપરેશન બાદ તેના પ્રત્યાઘાત રૃપે યુકેમાં ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન ઊભું કરાયું હતું. જેમાં એક ભીંદરાણવાલેનો ભત્રીજો હતો. તેની સાથે અમરીકસિંહ જશબીર રોડ પણ જોડાયા હતા. ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન નામ જ ભડકાવનારું બની ગયું હતું. અમેરિકાએ તેના પર ત્રાસવાદી જૂથનું લેબલ માર્યું હતું તો ઈંગ્લેન્ડ તે મુદ્દાને ભારત વિરોધના પ્રચારમાં ઉપયોગ કરતું હતું.
એવી જ રીતે શીખ ત્રાસવાદીઓના નામે જેને હેરાન કરાય છે એવા લોકો માટે પણ યુકેમાં ચેરીટી સંસ્થા ચાલે છે. પંજાબમાં ગેરકાયદે ગોંધી રખાયેલા અને સરકાર જેના પર ત્રાસવાદ ગુજારે છે.
એવા શીખો માટે દાન ઉઘરાવાય છે. આ સંસ્થાનું નામ શીખ ઓર્ગેનાઇઝેશન ફોર પ્રિઝનર્સ વેલફેર છે.
૧૯૯૫માં બિઅંત સિંહ મરાયા ત્યારે જેના પર આરોપ મૂકાયો હતો તે જગતર સિંહ તારાએ ખાલિસ્તાન ટાઇગર ફોર્સ ઊભો કર્યો હતો. આ તમામ સંસ્થાઓનો એક જ હેતુ છે અને તે 'ખાલિસ્તાન' છે.
ખાલિસ્તાન મુવમેન્ટના મોસ્ટ વોન્ટેડમાં બબ્બર ખાલસાના વાધવા સિંહ, ઈન્ટરનેશનલ શીખ યુવા ફેડરેશનના લખબીર સિંહ, ખાલિસ્તાન ટાઇગર ફોર્સના પરમજીત સિંહ, ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સના રણજીત સિંહનો સમાવેશ થાય છે.
પંજાબમાં પડદા પાછળ ત્રાસવાદી પ્રવૃત્તિઓ ચાલુ છે તે કંઇ આજકાલની વાત નથી; છેલ્લા પાંચ વર્ષથી પડદા પાછળ ખાલિસ્તાનની ઝુંબેશ માથું ઉંચકે એવા પ્રયાસો ચાલે છે.
જાણકારો કહે છે કે ૮૦ના દાયકામાં બહારથી જે ઘૂસણખોરો પંજાબમાં આવતા હતા તેવી જ સ્થિતિ ઊભી થઇ છે.
હાલમાં ખાલિસ્તાનીઓ તેમનું નેટવર્ક ઊભું કરી રહ્યા છે અને અકાલીઓ તેમને ટેકો આપી રહ્યા છે. ગૃહપ્રધાનપદે જ્યારે પી. ચિદમ્બરમ હતા ત્યારે તેમણે કહ્યું હતું કે પંજાબ ત્રાસવાદી પ્રવૃત્તિઓથી મુક્ત નથી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પંજાબમાં ત્રાસવાદ ફરી ઊભો થાય તે માટે કેટલાક જૂથો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતે ખાલિસ્તાનના ત્રાસવાદીઓને મારીને ભગાડયા હતા. ઓપરેશન બ્લ્યુ સ્ટાર ભૂલાય તેમ નથી. એ સંજોગોમાં ફરી ખાલિસ્તાનના ત્રાસવાદીઓ માથું ૂઊંચકી રહ્યા છે તે અહેવાલો ચિંતાજનક છે. કે.એસ . બ્રારના હુમલા અંગે તેમને સલામતી પૂરી પાડતી એજન્સીઓ વચ્ચે સામસામી આક્ષેપબાજી થઇ રહી છે પરંતુ આ બધાની વચ્ચે ખાલિસ્તાનના ત્રાસવાદીઓએ બ્રાર પર હુમલો કરીને ભારત સરકારને ખાલિસ્તાનની મુવમેન્ટ હજુ જીવીત છે તેવો સંકેત આપી દીધો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 

 

 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved