Last Update : 09-October-2012, Tuesday

 
મોતને હરાવનાર માનવીઓ
- ક્રિકેટર યુવરાજ, નોબેલ ઈનામ વિજેતા દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન નેલસન મંડેલા 'એપલ' કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ, અભિનેત્રી ગૌતમી જેવા અનેકે કેન્સરને મહાત કર્યો છે.
- એકલા અમદાવાદમાં જ કેન્સર સામે લડીને જીવનારા લગભગ ૪૦૦૦ માનવીઓ છે.

કેન્સરનો રોગ હવે જીવલેણ નથી રહ્યો. દુનિયાભરના ડોક્ટરો અને સંશોધકો વર્ષોથી દર બે મહિને ભેગા થતા રહ્યા છે અને પોતાના અનુભવોની આપલે કરીને નવું સંશોધન કરતા રહીને નવી નવી દવાઓ શોધતા રહ્યા છે. (સંશોધનની આ બેઠકોમાં છેલ્લા વીસેક વર્ષથી આખા ભારતમાંથી આપણા અમદાવાદના એક પત્રકારના પુત્ર ડો. ભાવેશ પારેખ નિયમીત જતા રહ્યા છે.) તાતાની મુંબઈની કેન્સર હોસ્પિટલ ઉત્તમ છે જ પણ આપણી અમદાવાદની કેન્સર હોસ્પિટલ ડો. પંકજભાઈ શાહ અને એમની ટીમે એવી બનાવી છે કે, અમદાવાદનું એમાં નામ ઉજળુ થયું છે. પરિણામે અમદાવાદમાં કેન્સરના રોગ સામેના ડોક્ટરો સંખ્યાબંધ છે... જેમ ઠીંચણને બદલનારા ડોક્ટરો (રીપ્લેસમેન્ટ) અમદાવાદમાં ઘણા છે. મુંબઈ અને બીજા શહેરોમાંથી પણ આ દર્દોના ભોગ બનેલા સારવાર માટે અમદાવાદ આવે છે. (અમદાવાદમાં કેન્સરનો ભોગ બનવામાંથી સારા થઈ જનાર દર્દીઓ લગભગ ૪૦૦૦ હશે અને ભાવેશ પારેખના ૩૫૦ દર્દીઓ છે)
અરે, લ્યુકેરીયા જેવો અસાધ્ય ગણાતો કેન્સરનો રોગ હવે અસાધ્ય નથી રહ્યો.
નહિંતર, ક્રિકેટર યુવરાજસિંહને હમણાં ટી-૨૦ની મેચોમાં જોયોએ શું જોઈ શકાત? મોતને હરાવનાર યુવરાજને આજે સલામ કરવી પડે તેવું છે. પરંતુ એવા ઘણા કેન્સરનો ભોગ બનેલા દર્દીઓ છે કે જેમણે કેન્સર સામે નમી પડવાના બદલે પોતાની આંતરિક શક્તિના બળે કેન્સરને હરાવ્યો હોય અને કેન્સરની બિમારીથી છૂટકારો મેળવીને સામાન્ય જીવન જીવવા લાગ્યા હોય.
ક્રિકેટર ઓલ રાઉન્ડર યુવરાજસિંહ એમાંનો એક છે. એમણે દસ મહિના સુધી પોતાના ફેફ્સાના ચોથા સ્ટેજના એટલે લગભગ નાઈલાજ ગણાય એવા ગણાતા કેન્સરને હરાવીને જિંદગીનો જંગ જીતી બતાવ્યો એટલું જ નહીં પણ ટી-૨૦ની મેચોમાં રમીને પોતે પુનઃ પ્રાપ્ત કરેલી શક્તિ પણ દેખાડી દીધી.
કેન્સર સામે લડી રહેલા લાખો દર્દીઓ છે અને કેન્સર ઉપર વિજય મેળવનાર પણ લાખો દર્દીઓ છે. આ વિજય મેળવવાનું કારણ યોગ્ય દાકતર અને દાકતરે આપેલી યોગ્ય દવાઓ તો છે જ પણ એ સાથે સ્વાસ્થ્યની દિશામાં થતો રહેલો ટેકનીકલ વિકાસ અને દુનિયાભરના નિષ્ણાતોએ કરેલા સંશોધનના પરિણામે શોધાયેલી અસરકારક દવાઓ છે.
હજી દસ જ વર્ષ પહેલાં કેન્સરનો અર્થ જ 'કેન્સલ' એટલે કે મોત માનવામાં આવતો હતો પણ હવે આજે લગભગ ૧૪ પ્રકારના અને ત્રીજા સ્ટેજના કેન્સરના ઈલાજથી દર્દીઓનો જીવ બચાવી શકાય છે.
ક્રિકેટર યુવરાજ એવા ભાગ્યશાળી દર્દીઓમાંનો એક છે. યુવરાજે ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ થતા પહેલાં પોતાના પ્રસંશકોને વચન આપેલું કે તેઓ પાછા મેદાનમાં રમવા આવશે અને એમણે એ કરી બતાવ્યું. વળી સફળ રીતે કરી બતાવ્યું.
યુવરાજને આદર્શ માનનાર અને એની દરેક મેચને કોઈ પણ હિસાબે જોવાની ન છોડનાર બંગાળના મિદનાપુર જિલ્લાના થુપુલિયા નામના ગામમાં શંકર બેરાની વાત પણ યુવરાજ સાથે લગભગ મળતી આવે છે. તેઓ પણ બ્રેઈનટયુમરમાંથી છૂટકારો મેળવીને સામાન્ય રોજિંદા જીવનમાં પાછા આવી ગયા છે. યુવરાજની જેમ શંકરે પણ પોતાના કુટુંબીઓને વચન આપેલું કે એ મરી નહીં જાય અને મોતને હરાવીને કામ કરવા લાગશે.
ભારતીય પિતા અને તિબેટીયન માતાની પુત્રી અમેરિકન અભિનેત્રી નમ્રતાસિંહ ગુજરાલની વાર્તા પણ લગભગ આવી છે. ૨૦૦૮માં એક ચેકઅપમાં એને સ્તન કેન્સર હોવાની જાણ થઈ. એ કહે છે, 'મારું દોડતું, ભાગતું જીવન એકાએક થંભી ગયું. મેં ઈલાજ કરાવવાનું નક્કી કર્યું અને ડોક્ટરની બધી જ સૂચનાઓનું પાલન કર્યું. એ સાથે કેમો થેરેપી પણ શરૃ રાખી.'
સાઈકલીંગમાં વિશ્વ ચેમ્પિઅન લાન્સ આર્મ્સસ્ટ્રોગને ૧૯૯૬માં ખબર પડી કે એને ટેસ્ટિકુલર કેન્સર છે. ઈલાજ માટે એ હોસ્પિટલ ગયા તો તપાસીને ડોક્ટરોએ કહી દીધું કે એમના બચવાની ફક્ત બાવીસ ટકા આશા છે. એ વાતને એણે હસતા હસતા ડોક્ટરને કહ્યું કે, 'કેટલીય આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો મારી રાહ જોઈ રહી છે.'
વિશ્વખ્યાત 'એપલ' કંપનીના એક સ્થાપક સ્ટીવ જોબ્સને ૨૦૦૩માં લીવર કેન્સર થઈ ગયું હતું ત્યારે ડોક્ટરોને એમણે એક જ સવાલ કરેલો કે, એ કેટલો વખત જીવશે? ડોક્ટરોએ ત્યારે કહેલું કે, ખાવાપીવાનું ખાસ પ્રકારનું રાખવામાં આવે તો લાંબુ જીવન જીવી જશે. એમણે ઈલાજ કરાવ્યો અને એ સાથે ખાનપાનમાં ચીવટ રાખી તો દસ વર્ષ જીવી ગયા અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું.
લશ્કરના અધિકારી તરીકે કેરીયર શરૃ કરીને અત્યારે વેનેજાુએલા દેશના રાષ્ટ્રપતિ છે એ દ્વુગો શાવેજે કોલોન કેન્સરને મહાત કરીને રાજકીય જીવનમાં એ પાછા ફરેલા.
સુસાન સોટેંગ નામના એક નારીવાદી ચિંતક છે. એને સ્તન કેન્સર થઈ ગયું અને ઈલાજ કરાવતી વખતે એણે 'ઈલનેસ એજ મેટાફર' નામનું ખૂબ જ પ્રેરક અને પોતાની પીડાના અનુભવો વર્ણવતું પુસ્તક લખ્યું. ૧૯૭૮માં એ પ્રકાશિત થયું. એ પુસ્તકમાં સુસાને જણાવ્યું છે કે કેન્સર કે ટીબી જેવી બિમારીઓ આંતરિક કાપાંતરણનો અવસર આપે છે. એના કારણે માનસિક દૃઢતા અને સંકલ્પ વધે છે. એ વખતે સુસાનની વાત સાથે ઘણા બુદ્ધિજીવીઓ સહમત નહોતા. એમને સુસાનની માનસિક સ્થિતિના કારણે શબ્દોથી રમત રમતા હોવાનો આક્ષેપ મૂકેલો. પરંતુ છેવટે સુસાનના તર્કો સાથે દુનિયા સહમત થઈ. એ ૨૦૦૪માં ૭૧ વર્ષની ઉંમરે અવસાન પામ્યા.
કેન્સરને હરાવીને જાહેર જીવનમાં પાછા આવનાર નોબેલ પુરસ્કાર વિજેતા રંગભેદની વિરુદ્ધના આંદોલનના પ્રણેતા અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલશન મંડેલા પણ છે. એમને બ્રિટનની દ.આ.ની સરકારે સતત ૨૭ વર્ષ સુધી જેલમાં રાખેલા. જેલમાં જ એમને ૧૯૮૫માં પહેલી વાર પ્રોસ્ટેટ સર્જરી કરાવેલી. એમને સતત આઠ અઠવાડિયા સુધી કીમોથેરેપી અને રેડીએશનની ચિકિત્સા આપેલી. ઓપરેશન પછી એમને પાછા જેલમાં મોકલાયેલા. એ દરમ્યાન એમણે જેલ ડાયરી લખવાનું અને લોકોને મળવાનું ચાલું રાખેલું.
હિન્દી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી અને લગભગ ૧૧૦ ફિલ્મોમાં હીરોઈન અને બીજી ભૂમિકા કરનાર મુમતાઝે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ફોડ પાડયો હતો કે એ સ્તન કેન્સરની શારીરિક અને માનસિક પીડામાંથી પસાર થઈ ચુકી છે. મુમતાજનું કેરીયર ટોચ ઉપર હતું ત્યારની આ વાત છે. મયુર માઘવાણી સાથે લગ્ન કર્યા પછી એને એક એક બાળકી જ ત્યારે હતી. મુમતાજ કહે છે કે, 'ઘણીવાર જિંદગી બહુ જોરથી ડરાવે છે. એ એવો અહેસાસ કરાવે છે કે, હવે તમારી પાસે સમય નથી બચ્યો. એવા સમયમાંથી ગુજરતી વખતે હું ફક્ત એટલું જ વિચારતી હતી કે જેણે જીવન આપ્યું છે એ એટલો નિર્દયી નથી થઈ શકતો.'
અમેરિકાની ગાયિકા-અભિનેત્રી કાઈલી મિનોગને પણ ૨૦૦૫માં વિચિત્ર પ્રકારનું સ્તન કેન્સર થયેલું એણે ધીરજથી સતત આઠ મહિના સુધી સર્જરી અને કીમોથેરપી કરાવી અને કેન્સર ઉપર જીત મેળવી.
હિન્દી ફિલ્મ જગતની એક એવી બીજી અભિનેત્રી લીઝા રે છે. અત્યારે ૪૦ વર્ષની થયેલી લીઝાએ સોળ વર્ષની ઉંમરે મોડેલીંગની દુનિયામાં પ્રવેશ કરેલો. એ સાથે ભણવાનું પણ ચાલુ હતું. એક અંગ્રેજી અખબાર દ્વારા કરાવેલી એક મોજણીમાં એ લીઝા સહસ્રાબ્દિની ૧૦ સૌથી વધુ સુંદર મહિલાઓમાં વાચકોએ ગણાવેલી. એ પછી એણે હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. એને 'કસૂર' ફિલ્મથી પ્રસિદ્ધિ વધુ મળી. બીજી ભાષાની ફિલ્મોમાં પણ એ કામ કરતી રહી. પણ ૨૦૦૯માં એને લ્યુકેમીયા થઈ ગયો છે એની જાણ થતા આંચકો લાગ્યો.
ચહેરાની સુંદરતા અને અભિનયથી પડદા ઉપર છવાઈ જનારી લીઝા માટે એ જાણકારી ઘણી પીડાકારક હતી. કેન્સરની અસરના કારણે ચહેરા ઉપરની ચમક ઘટવા લાગી હતી અને આંખો ઊંડી ઉતરતી જતી હતી. માથાના વાળ પણ ઓછા થઈ ગયા હતા. લીઝા કહે છે કે એવા સમયે તમે પોતે પણ તમારી જાત ઉપર દયા નથી કરી શક્તા પછી બીજાની તો શું વાત જ રહી? એટલે લડવા માટે પોતાની જાતને જાતે જ તૈયાર કરવામાં સારો રસ્તો છે. એક વર્ષ પછી લીઝાએ એ જીવલેણ બિમારીથી મુક્તિ મેળવી.
લીઝાની જેમ દક્ષિણ ભારતની ગૌતમીને પણ દસ વર્ષ પહેલાં સ્તન કેન્સર થએલું. ગૌતમી ૧૮ વર્ષની ઉંમરે હિન્દી ફિલ્મોમાં આવેલી અને પછી એ દક્ષિણની ફિલ્મોની અભિનેત્રી બની ગઈ. ૧૯૮૮માં એને કેન્સર થયાની ખબર પડી અને એના જીવનમાં અંઘારું લાવી દીધું. ગૌતમી કહે છે કે, 'મિત્રો અને કુટુંબીઓની મદદથી મેં બિમારીનો મુકાબલો કર્યો અને હવે સામાન્ય જીવન જીવી રહી છું.' ફરી ગૌતમીએ પોતાના અભિનયથી પ્રેક્ષકોને ગાંડા કરી મૂક્યા છે. આ બિમારી સામે લડી રહેલી મહિલાઓને એ પ્રેરણા આપીને એમનો ઉત્સાહ વધારી રહી છે. (અપૂર્ણ)
- ગુણવંત છો. શાહ

 

બહુ કે'વાય!
૧૩ નંબર અનલકી નંબર નથી પણ લકી નંબર છે
દુનિયાભરમાં ૧૩ નંબરને અનલકી નંબર ગણવામાં આવે છે. હોટેલોમાં પણ ૧૩ નંબરનો રૃમ હોતો નથી. ૧૨ પછી સીધો ૧૪ જ હોય! આ ૧૩ નંબરને અનલકી બનાવનાર અંગ્રેજો છે બાકી જ્યારે ભારતીય સંસ્કૃતિમાં ૧૩ એવું નથી. ૧૩ને સંસ્કૃતમાં ત્રયોદશી કહે છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આ એક પવિત્ર આંકડો છે. એવી માન્યતા છે કે, ૧૩ના આંકડાની તિથિએ (કે તારીખે) શરૃ કરવામાં આવેલા કામનું શુભ પરિણામ આપે છે.
ખાસ કરીને આપણા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ૧૩ નંબરનું ભાગ્યશાળી પરિણામ છે. તેઓ દિલ્હીના તાબકટોરા પરના ૧૩ નંબરના બંગલામાં ૨૦ વર્ષથી રહે છે અને કદી નુકસાન નથી થયું. ઊંચે જ ચઢતા રહ્યા છે. સંસદમાં એમની ઓફિસનો નંબર પણ ૧૩ જ હતો. રાષ્ટ્રપતિ તરીકે એમની નામની જાહેરાત પણ ૧૩ જૂને થયેલી. એમના લગ્ન પણ ૧૩ જુલાઈ ૧૯૫૭માં થયેલા.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved