Last Update : 09-October-2012, Tuesday

 
દિલ્હીની વાત
 


કોંગ્રેસ, ભાજપ - કોઈને કેજરીવાલની ચિંતા નહિ
નવી દિલ્હી,તા.૮
દેશના સહુથી વધુ ગુસ્સાવાળા અને અત્યંત જલદીથી પિત્તો ગુમાવી બેસતા, ભ્રષ્ટાચારવિરોધી ભારત ચળવળના આધેડ કાર્યકર અરવિંદ કેજરીવાલનો વાઢેરા બોંબ બંને મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપને ઉત્તેજવા માટે હવાઈ ગયેલો હોવાનું પુરવાર થયો હોય એમ જણાય છે. વાઢેરા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ હોવાથી કોંગ્રેસ અને યુપીએ - બંને વાઢેરા માટે ઢાલ બની રહ્યા છે, પરંતુ આ મુદ્દાને ચગાવીને લાત મેળવી શકે એવા ભાજપે પણ મૌન ધારણ કર્યું છે. ભાજપે એના જ હિમાચલ પ્રદેશના નેતા શાંતા કુમારે વાઢેરાની હિમાચલ પ્રદેશમાં મિલકત હોવા બાબતે કેજરીવાલને જાણ કરતા પત્ર અંગે ય આંખ આડા કાન કર્યા છે. યુપીએ સરકારના નાણાંપ્રધાને વાઢેરા સામે કોઈ આરોપ નહિ બનતો હોવાથી એમની સામેની તપાસનો ઈન્કાર કરી દીધો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારે પણ વાઢેરાની મદદે દોડી જઈને એમને કેજરીવાલના આક્ષેપો સામે અદાલતનો આશ્રય લેવા સલાહ આપી છે.
ભાજપ શાંત કેમ ?
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી વિરોધી હલ્લા ચાલુ છતાં ભાજપ વાઢેરા મુદ્દે અંતર જાળવી રહ્યો છે.
વાઢેરાએ ટીમ કેજરીવાલ પર આક્ષેપો સામે સસ્તી પ્રસિધ્ધિ મેળવવાનો આક્ષેપ કર્યો છે ત્યારે ભાજપને પણ ટીમ કેજરીવાલ પાસે વાઢેરા સામે મજબુત કેસ હોવાનું લાગતું નથી. એટલુ જ નહિ ભાજપ વિજય ગોયલના નેતૃત્વમાં દિલ્હીમાં મસમોટા વીજબિલ સામે આગવી ઝુંબેશ ચલાવી રહ્યો છે, જ્યારે ટીમ કેજરીવાલ કપાયેલા વીજજોડાણોને ફરી જોડી રહ્યા છે અને વીજબિલની હોળી કરી રહ્યા છે. વરિષ્ઠ ભાજપ નેતાઓ કેજરીવાલનો એમ કહીને કક્કો કાઢી નાખતા હોવાનું જણાય છે કે કેજરીવાલ પાસે કોઇ વ્યવસ્થિત જુથ નથી અને એમને કોઇ પક્ષનુિં પીઠબળ નથી, જ્યારે ભાજપ મુખ્ય વિરોધ પક્ષ છે. એમને એક નાના શહેરી નાગરિકોનું જ સમર્થન છે. તમે જુઓ કે અન્ના હઝારે જેવી વ્યક્તિએ પણ કેજરીવાલ સાથેનો છેડો ફાડી નાખવો પડયો એમ એક ભાજપ નેતાએ જણાવ્યું.
ભાજપે વાઢેરા મુદ્દે અગાઉ પીછેહઠ કરી'તી
ભાજપે લોકસભાના ગત શિયાળુ સત્રમાં વાઢેરાના ડીએલએફ સાથેના કથિત શંકાસ્પદ સોદા અંગે ચર્ચા માટે નોટિસ આપી હતી, પરંતુ એણે છેલ્લી ઘડીએ માગણી પડતી મુકી હતી. આનાથી ભાજપ અને આરએસએસમાં અનેક લોકોના હૈયા દુભાયા હતા. આ વખતે પક્ષ વાઢેરા મુદ્દે વહેંચાયેલો છે. એક જુથના મતે પક્ષ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં વાઢેરા મુદ્દાનો લાભકારક મુદ્દા તરીકે ઉપયોગ કરી શકે.

વાઢેરા પછી કોણ ?
કેજરીવાલ અને પ્રશાંત ભૂષણે ઉઠાવેલા વાઢેરા મુદ્દા પછી દેશના તમામ પક્ષોનાનાના મોટા રાજકારણીઓ ઉંઘ ઉડી ગઇ છે. આ ચળવળકારોએ આગામી તા.૧૦ ઓક્ટોબરે બીજો ધડાકો કરવાનું જણાવ્યું છે. વાઢેરા પ્રકરણે કોંગ્રેંસને ભીસમાં લીધી છે. કારણ કે વાઢેરા દિલ્હી રાજસ્થાન અને હરિયાણામાં મિલકતો ધરાવે છે. પ્રશ્ન એ છે કે ઃ શું બીજો ધડાકો પણ કોંગ્રેસ કે અન્ય કોઇક પક્ષને ચિંતિત કરી મુકશે ?
ભાજપના દિગ્ગજ પણ કેજરીવાલના હીટ લિસ્ટમાં ?
ભાજપ પણ કોંગ્રેસ જેટલો જ ભ્રષ્ટ હોવાના કેજરીવાલના વિધાનથી એમનો આગામી ધડાકો ભાજપના કોઇક મોટા માથાને નિશાન બનાવનાર હોવાની શંકા સેવાય છે. કોંગ્રેસે કેજરીવાલની ચળવળ ભ્રષ્ટાચાર વિરોધી ભારત કેસરીયા જુથ - ભાજપ- પ્રત્યે નરમ હોવાના કરેલા આક્ષેપથી આમ થવાની અપેક્ષા ઘણી વધી જાય છે. કેજરીવાલને ભ્રષ્ટાચારના મુદ્દે પોતે કોંગ્રેસ અને ભાજપ સાથે સરખું અંતર જાળવવા માગતા હોવાનું બતાવવા ઇચ્છતા હોય, ેમ એક ભાજપજને કહ્યું.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved