Last Update : 09-October-2012, Tuesday

 

સંગીતનો દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ કિશોરભાઇએ મેળવ્યો

સિનેમેજિક - અજિત પોપટ
 

 

લગભગ ૧૯૬૬-૬૭ની આસપાસનો પ્રસંગ. તીસરી મંજિલ ફેઇમ ફિલ્મ સર્જક નાસિર હુસૈનની ઔર એક ફિલ્મ ‘પ્યાર કા મૌસમ’ (શશી કપૂર, આશા પારેખ, વગેરે)ના સંગીતની બેઠકો પંચમને ત્યાં ચાલતી હતી. ખુદ પંચમના જમણા હાથ જેવા મનોહારી સંિઘ જેટલો ઊંચો દરજ્જાના સેક્સોફોન પ્લેયર હતા એટલા જ આલા દરજ્જાના મેંડોલીનવાદક પણ ખરા. અને છતાં પંચમે (અલબત્ત, મનોહારીદાદા સાથે ચર્ચા કર્યા બાદ) કિશોર દેસાઇને તેડું મોકલ્યું. કિશોર કુમાર પાસે એક ગીત રેકોર્ડ કરાવવાની તૈયારી ચાલુ હતી. એ ગીતમાં કિશોર દેસાઇએ મેંડોલીનનો ઝંકાર કર્યો હતો. ગીત હતું ‘તુમ બિન જાઉં કહાં, કે દુનિયા મેં આકે, કુછ ન ફિર, ચાહા સનમ, તુમ કો ચાહ કે...’ આ ગીત એક કરતાં વઘુ ગાયકોના કંઠમાં છે અને દરેક વર્ઝનમાં કિશોરભાઇનું મેંડોલીન રણઝણે છે. સેલ્યુટ કરવી હોય તો ત્રણેને કરવી પડે-પંચમ, મનોહારી સંિઘ અને બેશક, કિશોર દેસાઇને.
ગયા સપ્તાહે આ ગુજરાતી સ્વરસાધકની વાત શરૂ કરેલી. મુંબઇના મેટ્રો થિયેટરની ભવ્યતા ૧૯૫૦ના દાયકામાં કંઇ ઔર હતી. ત્યાં ફક્ત હોલિવૂડની ફિલ્મો લાગતી. દરેક શો પછી તરત સાફ-સફાઇ અને ફ્રેશ પરફ્‌યૂમ છાંટવામાં આવતું. આખુંય થિયેટર મઘમઘે. એવા મેટ્રો થિયેટરમાં ‘એન અમેરિકન ઇન પેરિસ’ ફિલ્મ શરૂ થવા પહેલાં ખુદ શંકર જયકિસનની હાજરીમાં કિશોર દેસાઇએ મેંડોલીન પર ‘આવારા હું’ ટાઇટલ-ગીત છેડ્યું. સાંભળીને શંકર જયકિસન બંને ઝૂમી ઊઠ્યા. આ મેંડોલીનવાદને કિશોરભાઇને જીન કેલી ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ અપાવ્યો અને એથી પણ વઘુ મહત્ત્વની વાત એ કે શંકર જયકિસને કિશોરભાઇને પોતાની સાથે જોડાવાનું નોતરું આપ્યું. ફિલ્મ ‘બસંત બહાર’ ફિલ્મથી કિશોરભાઇ શંકર જયકિસનના સાથી બની રહ્યા. આવા તો અનેક રસપ્રદ પ્રસંગોથી કિશોરભાઇનાં સંસ્મરણોનો ખજાનો ભરપુર છે. એમનો અડધો મ્યુઝિક રૂમ અસંખ્ય એવોર્ડોથી ભરાઇ ગયો છે. સંગીતનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ એમને મળ્યો છે. કલાકો સુધીના એકધારા રિયાઝના પગલે એમનો સરોદ અને મેંડોલીન પર ગજબનો કાબુ હતો. એટલી હદે કે ફિલ્મ ‘દિલ હી તો હેૈ’નું રોશને સ્વરબદ્ધ કરેલું અને મન્નાડેએ ગાયેલું લાગા ચુનરી મેં દાગ તમને બીટ ટુ બીટ (તાલની માત્રાથી માત્રા) અને નોટ ટુ નોટ (પ્રત્યેક સ્વર અને હરકતો) મેંડોલીન પર વગાડી સંભળાવે. છેલ્લાં પચાસ વરસમાં તેમણે નાના-મોટા તમામ સંગીતકારો સાથે કાં તો વગાડ્યું અથવા એમના આસિસ્ટન્ટ યા એરેંજર બની રહ્યા. ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં આંગળીના વેઢે ગણી શકાય એવા જે થોડાક સ્વરસાધકો સિનેસંગીત સાથે સંકળાયેલા હતા એમાં કિશોરભાઇનું નામ ટોચ પર લેવું પડે.
જયકિસન, કલ્યાણજી આણંદજી, અવિનાશ વ્યાસ, અજિત મર્ચંટ અનેે દિલીપ ધોળકિયા વગેરેની સાથોસાથ કિશોરભાઇનું નામ લીધા વિના ચાલે નહીં. એમના વ્યક્તિત્વમાં એક કરતાં વઘુ ખૂબી રહેલી છે. ઉત્તમ વાદ્યકાર ઉપરાંત અગાઉ કહેલું એમ અજોડ નોટેશન રાઇટર અને ઉત્તમ એરેંજર. એમણે હિન્દી ઉપરાંત કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું. પ્રાઇવેટ રેકોર્ડંિગ પણ કર્યાં. એ સમયના સર્વોત્તમ મેંડોલીનવાદકો આઇઝેક ડેવિડ કે સજ્જાદ હુસૈન જેવા પણ કિશોરભાઇની કલાને સતત બિરદાવતા. આજના સંગીતની વાત કરો તો કિશોરભાઇ કહેશે અરે ભાઇ, મેં નદીમ-શ્રવણ અને ચિત્રગુપ્તના દીકરાઓ સાથે પણ વગાડ્યું. મારું કામ સંગીતકારને જોઇએ એ આપવાનું છે. આજે મેલોડી નથી અને આજના સંગીતમાં કશું નથી એવી વાતો કરવામાં હું માનતો નથી. દરેક દાયકે કશુંક નવું આવે છે અને ટીનેજર્સને ગમે છે.
કિશોર દેસાઇની ઔર એક ખૂબી એ છે કે એ અરબી વાદ્યો પર પણ ગજબનો કાબુ ધરાવે છે. ઔડ, મેંડોલા, બેંજોલીન, અરબી-કનૂન, હાર્પ, ગ્રીક બાઝુકી અને ચોંગ પણ સરસ રીતે વગાડી જાણે છે. શાસ્ત્રીય સંગીતના ઊંડા અભ્યાસને પગલે સંતુર સમ્રાટ પંડિત શિવકુમાર શર્માએ પોતાના ઘણા પ્રોજેક્ટમાં કિશોર દેસાઇને સાથે રાખ્યા હતા. શિવજીના પુત્ર રાહુલે પ્રિન્સ ઑફ રોમાન્સના હુલામણા નામથી જાણીતા પિયાનોવાદ રિચર્ડ ક્લેડરમેન સાથે કરેલા પ્રોજેક્ટનું એરેંજંિગ પણ કિશેારભાઇએ કરેલું. આજે ૭૫ વર્ષની ઉંમરે પણ એ ઉસ્તાદ અલી અકબર ખાં સાહેબે શીખવેલા પલટા (અલંકારો)નો રોજ બે કલાક રિયાઝ કરે છે. એ કહે છે કે સંગીતકાર માટે ઑક્સિજન જેવી અનિવાર્યતા રિયાઝની છે. રિયાઝ કરો અને રાજ કરો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 

 

 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved