Last Update : 09-October-2012, Tuesday

 

જોડાણવાળી સિસ્ટમની અસર વર્તાશે
મુખ્ય રાજકીય પક્ષોને પ્રાદેશિકપક્ષો હંફાવશે

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- વડાપ્રધાન પદ માટે મુલાયમસંિહ સિવાયના પણ ઉમદવારો છેઃ ઘણાં નેતાઓ સપાટી પર આવશેઃ પ્રવાહી રાજકીય સ્થિતિનો લાભ મુખ્ય પક્ષો ઉઠાવશે...
- સેક્યુલર મોરચો મેદાનમાં આવે તો પણ કોંગ્રેસને લાભઃ કોઇપણ અનુમાન ટેમ્પરરી છે.ગમે ત્યારે તે બદલાઇ શકેઃ કોંગ્રેસ-ભાજપ માટે પડકાર સમાન સ્થિતિ

 

વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધન કર્યું, યુપીએ-ટુ સરકાર બચી ગઇ છે, પરંતુ અહીંથી હવે આપણે ક્યાં જઇશું? મતદાનના પગલે ખબર પડશે કે કોણ જીતશે અને કોણ હારશે. બીજી તરફ મઘ્યપૂર્વના દેશો અને યુરોપના કેટલાક દેશોમાં સત્તા પરિવર્તન માટે જે કંઇ થઇ રહ્યું છે તેવું ભારતમાં ના થાય તે જરૂરી છે. સૈદ્ધાંતિક રીતે જોવા જઇએ તો લોકશાહી અને તેની સંસ્થાઓના મૂળીયા આપણી સિસ્ટમમમાં ૬૦ વર્ષથી જામેલા છે પરંતુ એ સત્તા ઉથલાવવાના પ્રયાસો ગેરબંધારણીય રીતે થાય તો ૬૦ વર્ષના જે કંઇ કર્યું છે તે બઘું એક જ વર્ષમાં ખતમ થઇ જાય. રાજકીય હુંસાતુંસી આપણી સિસ્ટમનો એક ભાગ છે. આ સંજોગોમાં રાજકીય આક્ષેપોના નારા સામસામા થાય તેમાં કંઇ ખોટુ નથી પરંતુ સમસ્યા તો ત્યારે ઉભી થાય છે કે જ્યારે રાજકીય હિસાબો સરભર કરવા રાજકીય પક્ષ બહારના તત્વો સાથે ભળી જાય છે. આપણે તાજેતરમાં ટીમ અણ્ણાનો ઉદય અને નાટકીય અંત જોયો હતો. આ કંઇ નવી વાત નથી. મેં એક વર્ષ પહેલાં આ બાબતે લખ્યું હતું પરંતુ આ ટીમના કારણે રાજકીય સિસ્ટમને મોટું નુકશાન થયું છે.
આપણી સામે અનેક સમસ્યાઓ છે. હવે જોઇએ કે ૨૦૧૪માં દેશના બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ કેવી રીતે સામસામા મોરચા ગોઠવે છે. અહીં જે કંઇ એસસમેન્ટ કરાયું છે તે આજની પરિસ્થિતિના આધારે કરાયું છે. આવતા અઠવાડિયે પરિસ્થિતિ બદલાય પણ ખરી. પરંતુ હું દરેકના ગળે એ વાત ઉતારવા માગુ છું કે જોડાણવાળા રાજકારણના કારણે ભવિષ્યમાં ઘણા ગુંચવાડા ઉભા થાય છે.
મારું ઉપરછલ્લું ગણિત એમ માને છે કે ૨૦૦૮માં કોંગ્રેસ અને ભાજપે કુલ ૩૨૦ બેઠકો મેળવી હતી જ્યારે અન્યો પાસે ૨૨૦ બેઠકો હતી. ૨૦૧૪માં આ આંકડા બદલાશે. કોંગ્રેસ અને ભાજપની બેઠકો ૨૮૦ થી ૨૯૦ જેટલી નીચે આવશે જ્યારે અન્યો વધીને ૨૫૦ પર પહોંચશે. શું આ ફેરફારથી જોડાણવાળા માળખામાં ભવિષ્યમાં ફેરફાર જોવા મળશે ખરો?? મને આ મુશ્કેલભરી સ્થિતિ લાગે છે પરંતુ આપણે ત્યાં નબળી રાજકીય સિસ્ટમ છે. આવા સમયમાં પ્રાદેશિક પક્ષો કોંગ્રેસ અને ભાજપ પર પ્રભુત્વ જમાવવા લાગે છે. આ સંજોગોમાં હાલમાં કે ભવિષ્યમાં ચૂંટણી સમયે કોંગ્રેસ કે ભાજપ એકબીજા પર વર્ચસ્વ જમાવી શકશે ખરાં?
મુલાયમસંિહ યાદવને રાજકીય સત્તાનું રાજકારણ રમતા આવડે છે. તે પોતાનું ઘર મજબુત બનાવીને આગળ વધી રહ્યા છે. જો કોંગ્રેસ ૧૫૦ કે તેનાથી વઘુ બેઠકો મેળવશે તો તેમની પાસે હુકમનો એક્કો રહેશે પરંતુ જો તેમ નહીં થાય તો અને તેમને ઓછી બેઠકો મળશે તો તેમણે સેક્યુલર મોરચા પર નજર ઠેરવવી પડશે. બીજી તરફ કોઇ કોંગ્રેસને અપસેટ કરવા તૈયાર નહીં થાય. જો રાજકીય પક્ષો પાસે સંખ્યાબળ નહીં હોય તો સેક્યુલર કેમ્પ સરકાર નહીં રચી શકે. એટલે જ કોઇ યુપીએ-ટુને આપેલો ટેકો પાછો નથી ખેંચતું! મુલાયમસંિહ યાદવે અગમચેતી વાપરીને ટેકો આપવાનું પગલુ ભર્યું છે પરંતુ જે પ્રાદેશિક પક્ષો પાસે સંખ્યાબળ હશે તે ટોપની પોસ્ટ માટે સ્પર્ધા કરશે જેમં શરદપવાર, જે.જયલલિથા, માયાવતી, નીતિશકુમાર કે મમતા બેનરજીના નામ પણ નકારી શકાય નહીં. આ દરેક નેતાઓ ૨૦થી વઘુ બેઠકો જીતવા સક્ષમ છે. શરદ પવાર તેમાં અપવાદ છે. તે તેમના રાજકીય કદ પ્રમાણે ૧૦ થી ૧૪ બેઠક જીત્યા છે. પરંતુ આગામી ચૂંટણીઓમાં તે છે તેના કરતાં બમણી સંખ્યા જીતી શકે છે.
હાલમાં જે સેક્યુલર ફ્રન્ટની વાત થાય છે તેમાં ડાબેરીપક્ષો, એસપી, ટીડીપી, એનસીપી, એનસી, પીડીપી, આરએલડી, જેડી(એસ), બીજેડી, જેડી(યુ), અન્ના ડીએમકે કે ડીએમકે, આરએનએલડી/ એડી/ટીઆરએસ/ વાયએસઆર કોંગ્રેસ અને અન્ય નાના પક્ષોની ૧૦ બેઠકોનો સમાવેશ કરી શકાય.
આ ત્યારે જ શક્ય બને છે કે ભાજપ અને શિવસેનાને એકલા પાડી દેવાય અને બહુજન સમાજવાદી પાર્ટી તેમજ તૃણમૂલ કોંગ્રેસ કોઇ ફેરફાર ના સ્વિકારે તો જ તે શક્ય બને. કોંગ્રેસ ૧૫૦ જેટલી બેઠક લાવે અને ભાજપ તેનાથી થોડી ઓછી બેઠક લાવે તો ૨૩૦-૨૪૦ જેટલી બેઠકો સાથે પ્રાદેશિક પક્ષો તેમના પર ચઢી બેસે અને આ મુખ્ય રાજકીય પક્ષોને ક્લીન બોલ્ડ કરી નાખે. કેટલાક પ્રાદેશિક પક્ષો કોઇપણ બાજુ ઝુકી શકે એમ છે. આ રાજકીય ગણિત સમજવા કોઇ નિષ્ણાત ગણિતજ્ઞ જોઇએ જે રાજકીય ગણિતના ગુંચવાડાને સમજતા હોય. કોઇપણ કોઇની સાથે નથી તેમજ કોઇનેય એકબીજા વગર ચાલવાનું નથી, આ ઉપરાંત આ રાજકીય ગેમ ખુલ્લા હૃદયે રમવાની નથી તે પણ હકીકત છે.
હાલનો સમયગાળો અને ૨૦૧૪ની વચ્ચે હજુ સમય છે. આપણે ભવિષ્યમાં શું ઇચ્છીએ છીએ તે પણ મહત્વનું છે. પરંતુ આપણે શું ઇચ્છીએ છીએ તે હકીકતથી દુર ભાગી શકીએ નહીં. આપણે સંસદ, કાયદાનું અમલીકરણ કરતી સંસ્થા અને ન્યાયતંત્રની વચ્ચે યોગ્ય સમતોલ સ્થિતિ જાળવવા ફેરફારો થાય એમ ઇચ્છીએ છીએ. જ્યાં સુધી નીચલા સ્તરની સ્થિતિને કાબુમાં નહી રખાય કે જવાબદાર નહીં ઠેરવાય ત્યાં સુધી આપણે મોટા ઉહાપોહને જોયા કરીશું. આ ઉપરાંત આપણે વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ જીતવા પણ પ્રયાસ કરવાનો છે. વૈશ્વિક બજારમાં ભારતની મલ્ટીનેશનલ કંપનીઓ પણ છવાયેલી છે. આપણે મલ્ટીનેશનલ કંપનીઓ સામે કડક નિવેદનો કરીને આપણા પગ પરજ કૂહાડો મારી રહ્યા છે.
અહીં પ્રશ્ન એ છે કે જો કોંગ્રેસ કે ભાજપ ૧૫૦ જેટલી બેઠકો મેળવશે તો શું પ્રાદેશિક પક્ષો ૨૦-૩૦ બેઠક મેળવનાર પ્રાદેશિક પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે પસંદ કરશે ખરા? જો સેક્યુલર સ્ટેન્ડ અને નોનસેક્યુલર સ્ટેન્ડ અપનાવાય તો કદાચ પરિસ્થિતિ જુદી જ દિશામાં જશે પરંતુ અંતે તો તેનો લાભ કોંગ્રેસને જ મળવાનો છે પરંતુ આ તબક્કે તો આપણને એ ખબર નથી કે કોંગ્રેસ કે ભાજપ હાલની તેની સંખ્યા જાળવી રાખશે કે ચૂંટણી પછી કે ચૂંટણી પહેલાં કોણ કોની સાથ જોડાશે તે અંગેની શક્યતાની ચર્ચા સિવાય કંઇ કરી શકીએ એમ નથી. હાલમાં આ બધી વાતો શક્યતાના સ્ટેજ પર છે. આ બાબતે કોઇ નિર્ણય લઇ શકે એમ નથી. રાજકારણમાં કોઇ લાગણી ચાલતી નથી. માત્ર સંખ્યા બળ જ વ્યૂહરચના તૈયાર કરે છે. હું દરેકને ચેતવું છું કે દરેક પોતાના વિચારો પોતાની પાસે રાખે અને કેવી ઘટનાઓ આકાર લેછે. તેના પર ઘ્યાન આવે. હું ફરીથી કહું છું કે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી સ્થિતિમાં કંઇ કહી શકાય એમ નથી.
ગત અઠવાડિયામાં આપણે કેટલાક પોઝીટીવ સમાચારો પણ જોયા હતા. જેમાં શ્રીલંકામાં રમાતી ટી-૨૦ મેચોમાં ભારતે ઇંગ્લેન્ડને પછાડયું હતું અને તૃણમુલ કોંગ્રેસે પેટા ચૂંટણી માટે ખૂબ સંવેદનથી ભરેલો નિર્ણય લીધો હતો. ક્રુડના ભાવો ૧૧૬ પરથી ૧૦૭ ડોલર નીચે આવ્યા હતા. જ્યારે ડોલરની સરખામણીમાં રૂપિયાની ચડઉતર જોવા મળી હતી. જેના કારણે આપણને ક્રુડ ઓઇલના ભાવોમાં ૮ થી ૧૦ ટકાનો લાભ થયો હતો. ક્રુડ ઓઇલના ભાવોમાં દસ ટકાનો વધારો થાયતો વૈશ્વિક અર્થતંત્રને સમતોલ બનાવવામાં ઉપયોગી થઇ શકે એમ છે અને વૈશ્વિક બજારોની તરલતામાં પણ સુધારો થઇ શકે છે. જો કે વૈશ્વિક આર્થિક સ્થિતિ અંગે કોઇ આસાન નિરાકરણ નથી પણ મને લાગે છે કે વડાપ્રધાનની આર્થિક નિષ્ણાતોની ટીમ કટોકટીભરી સ્થિતિમાંથી બહાર નીકળવા પ્રયાસો કરી રહી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 

 

 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved