Last Update : 09-October-2012, Tuesday

 

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

પોતાનો આદેશ બાધારૃપ નહી બને તેવી સુપ્રીમે છૂટ આપ્યા બાદ વડાપ્રધાનનો નિર્ણય

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૮
વિરોધ વ્યક્ત કરવાથી કોઈ હેતુ જળવાશે નહીં તેવું નિરીક્ષણ નોંધતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે 'કાવેરી રીવર ઓથોરીટી' (સીઆરજે) સમક્ષ રજૂ થયેલી રીવ્યૂ પિટીશન સંદર્ભે વડાપ્રધાન કોઈ પણ નિર્ણય લઈ શકે છે તેમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય કોઈ રીતે અડચણરૃપ નથી. જો કે વડાપ્રધાને કર્ણાટકની આ અંગેની રીવ્યૂ પિટીશન નકારી કાઢીને રોજના ૯૦૦૦ ક્યુસેક પાણી છોડવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. દરમ્યાનમાં કર્ણાટક તમિલનાડુને પાણી આપવાનું બંધ કરી દેતા સંઘર્ષ વધે તેવા અણસાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને રોજ ૯૦૦૦ ક્યુસેક પાણી આપવા હુકમ કરેલો છે તે પ્રમાણે પાણી આપવામાં ન આવતું હોવાના મુદ્દા સાથે તમિલનાડુના કાવેરીનું પાણી મેળવતા બેંગ્લોર, હાસન વગેરે ક્ષેત્રોમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. તેનો ઉલ્લેખ કરતા સુપ્રીમે જણાવ્યું કે, આવા વિરોધ પ્રદર્શનોથી કોઈ હેતુ બર લાવી શકાતો નથી. વળી ઘણીવાર આવો વિરોધ સર્જનાત્મકને બદલે વિધ્વંસક હોય છે.
સુપ્રીમે સ્પષ્ટતા કરી હતી કે અમે તમિલનાડુને રોજ ૯૦૦૦ ક્યુસેક પાણી પૂરું પાડવા હુકમ કરેલો છે તે વડાપ્રધાનના વડપણ હેઠળ રચાયેલા સી.આર.એ. પંચને કોઈ રીતે બંધનકર્તા કે અડચણરૃપ નથી તેમને યોગ્ય જણાય તે નિર્ણય લઈ શકે છે. કર્ણાટક વતી હાજર રહેલા વકીલ ફલી નરીમાને ૨૮ ઓક્ટોબર સુધી મુદત મંાગી હતી.
દરમ્યાનમાં ૧૯મી સપ્ટેમ્બરે મળેલી સી.આર.એ.ની બેઠકમાં આ જળવિવાદનો કોઈ યોગ્ય ઉકેલ લાવી શકાયો નથી. તે સંજોગોમાં કેન્દ્રિય જળ સંશાધન સચિવ તેમજ કાવેરી જળનો લાભ મેલવતા ચારે રાજ્યોના જળ સચિવોના વડપણ હેઠળ રચાયેલી કાવેરી મોનીટરીંગ કમિટીની બેઠકમાં ૧૧મી ઓક્ટોબરે મળશે અને આ સંદર્ભે યોગ્ય નિર્ણય લેશે તેવું નક્કી થયું છે.
દરમ્યાન કર્ણાટકના કેન્દ્રિય મંત્રી એસ. એમ. ક્રિષ્ણા કોંગ્સના જ મલ્લિકાર્જુન ખર્ગે અને કે. એચ. મુનિઅપ્પા તેમજ ભાજપના કર્ણાટકના સાંસદો સી.આર.એ.ના વડાની રૃઈએ વડાપ્રધાનને મળવા ગયા હતા. તેમણે રોજ ૯૦૦૦ ક્યુસેક પાણી છોડવાના નિર્ણય સામે રિવ્યૂ પીટીશન રજૂ કરી હતી પણ વડાપ્રધાને એમ કહીને ઇન્કાર કર્યો હતો કે કાવેરીના પાણી અંગે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે સી.આર.એ.નો છે વડાપ્રધાનનો નથી તે સંજોગોમાં તે સંદર્ભે ફેરવિચારણા શક્ય નથી.
દરમ્યાન તામિલનાડુએ એવી દલીલ કરી હતી છે કે, કર્ણાટકના ચારે જળાશયોમાં પાણીની પૂરતી આવક અન સંગ્રહ હોવા છતાં તામિલનાડુને નકકી થયા મુજબ પાણી મળતું નથી. અત્રે ઉલ્લેખનીય છ કે, કાવેરીના પાણીનો કર્ણાટક, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કેરળ એમ ચાર રાજ્યો લાભ મેળવે છે. સુપ્રીમે તમિલનાડુને રોજ ૯૦૦૦ ક્યુસેક પાણી આપવા સુપ્રીમ કોર્ટે વચગાળાનો હુકમ કર્યો છે. સી.આર.એ.ને પણ આ નિર્ણયને યોગ્ય જણાતા સી.આર.એ પણ તેને બહાલી આપી છે. આ અંગે કર્ણાટક તેનો વિરોધ કરે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved