Last Update : 09-October-2012, Tuesday

 

છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

રૃપિયામાં ઘસારા તથા ઊંચા વ્યાજદરોનો એનઆરઆઈ ભરપૂર લાભ લે છે

મુંબઇ,સોમવાર
વિદેશમાં વસતા ભારતીયો દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં મોકલાવાયેલી રકમનો ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) પ્રવાહ કરતા પણ ઊંચો રહ્યો છે. વૈશ્વિક આર્થિક મંદી છતાં બિનનિવાસી ભારતીયો દ્વારા દેશમાં નોંધપાત્ર રકમ મોકલવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર નાખીએ તો એફડીઆઈનો ઈનફલો વધઘટ રહ્યો છે જ્યારે ખાનગી ધોરણે આવતા નાણાંના પ્રવાહમાં વધારો થઈ રહ્યો છે.
૨૦૧૧-૧૨માં એનઆરઆઈ દ્વારા પાઠવાયેલી રકમનો આંક ૬૬.૧૩ અબજ ડોલર હતો જ્યારે એફડીઆઈનો ઈનફલો ૪૬.૮૪ અબજ ડોલર રહ્યો હતો. રૃપિયામાં ઘસારાનો પણ બિનનિવાસી ભારતીયોએ લાભ લઈ દેશમાં વધુ નાણાં મોકલ્યા છે. ખાસ કરીને અખાતી દેશો તથા ઉત્તર અમેરિકા ખાતેથી નોંધપાત્ર રકમનો પ્રવાહ જોવા મળ્યો છે, જ્યારે યુરોપનો ક્રમ ત્રીજો આવે છે.
દેશમાં આવેલા વિદેશી નાણાંમાંથી ૩૦.૮૦ ટકા પશ્ચિમ એશિયા, ૨૯.૪૦ ટકા ઉત્તર અમેરિકા અને ૧૯.૫૦ ટકા યુરોપ ખાતેથી આવ્યા હોવાનું રિઝર્વ બેન્કની આંકડાકીય માહિતી પરથી જણાય છે.
આવેલા કુલ નાણામાંથી ૪૦ ટકા નાણાં ઘરેલું ખર્ચ માટે વપરાયા હતા. જીડીપીની દ્રષ્ટિએ આ રેમિટેન્સ ૪ ટકા જેટલું છે.
૨૦૧૦-૧૧માં એફડીઆઈનો પ્રવાહ ૩૪.૮૪ અબજ ડોલર રહ્યો હતો જ્યારે એનઆરઆઈ મારફત ૫૫.૬૨ અબજ ડોલર આવ્યા હતા આજરીતે ૨૦૦૯-૧૦માં એફડીઆઈનો પ્રવાહ ૩૭.૭૪ ડોલર રહ્યો હતો જ્યારે એનઆરઆઈના નાણાંનો પ્રવાહ ૫૩.૬૪ અબજ ડોલર રહ્યો હતો. ભારતમાં જે રાજ્યોમાં વધુ પ્રવાહ રહ્યો હતો તેમાં કેરળ, તામિલનાડૂ, પંજાબ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થતો હતો. ૨૦૧૧માં કેરળ ખાતે રૃપિયા ૪૯૯૬૫ કરોડનો પ્રવાહ રહ્યો હતો.
૨૦૧૧માં વર્લ્ડ બેન્કના અંદાજ પ્રમાણે ંરેમિટેન્સના લાભકર્તા દેશોમાં ભારત બાદ ચીનનો ક્રમ રહ્યો હતો. ચીન ખાતે ૫૭ અબજ ડોલરનો પ્રવાહ રહ્યો હતો. ઘરઆંગણે ઊંચા વ્યાજ દરો તથા રૃપિયામાં ઘસારાનો લાભ મળતા લોકોએ વધુને વધુ નાણાં ઘરભેગા કર્યા હતા, એમ રિઝર્વ બેન્કના એક અધિકારીએ જણાવ્યું હતું. વિકસિત દેશો કરતા આપણે ત્યાં ડિપોઝિટ પરના વ્યાજ દરો ઊંચા છે.
ઓછામાં ઓછા ૬૦ લાખથી વધુ ભારતીયો અખાતી દેશોમાં રોજગાર ધરાવે છે. વૈશ્વિક સ્તરે અશાંતિ તથા ભારતમાં સુધારા પગલાંને જોતા આવનારા વર્ષોમાં એનઆરઆઈનો ઈનફલો ચાલુ રહેશે એમ પણ અધિકારીએ જણાવ્યું હતું.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved