Last Update : 09-October-2012, Tuesday

 

યુરો ઝોનની ઋણ કટોકટી સાથે ડોલર ૭૯ પૈસા ઉછળી રૃ.૫૨.૬૪ઃ અપેક્ષીત કરેકશનમાં...
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯

નિફટી ૫૭૦૦ની સપાટી ગુમાવી ૭૧ પોઈન્ટના ઘટાડે ૫૬૭૬ઃ એફઆઈઆઈની કરેકશનમાં પણ કેશમાં વધુ રૃ.૫૬૪ કરોડના શેરોની ખરીદી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
મુંબઈ શેરબજારોમાં ગત શુક્રવારે એનએસઈ નિફટી શેરોમાં એમ્કે ગ્લોબલના ફ્રીક સોદાને પરિણામે ૧૮૦૦ પોઈન્ટની નિફટીમાં થયેલી ઉથલપાથલમાં બ્રોકિંગ હાઉસને નુકસાની સાથે અન્ય ઘણા ખેલંદાઓના સ્ટોપલોસના લેણ ખંખેરાઈ જતાં અને તેજીનું સેન્ટીમેન્ટ ડહોળાઈ ગયા બાદ આજે નવા સપ્તાહનો આરંભ અપેક્ષીત નરમાઈની ચાલે થયો હતો. ટ્રેડીંગની શરૃઆતથી જ સેન્સેક્ષ- નિફટી હેવીવેઈટ- ફ્રન્ટલાઈન શેરો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લાર્સન, ભેલ, હિન્દાલ્કો, ટાટા મોટર્સ, ઈન્ફોસીસ, વિપ્રો, આઈસીઆઈસીઆઈ બેંક સાથે ડીએલએફમાં ધોવાણથી આખો દિવસ નેગેટીવ ઝોનમાં જ રહ્યા હતા. નાણાપ્રધાન પી. ચિદમ્બરમે ગત અઠવાડિયે આર્થિક સુધારાઓ- રીફોર્મ્સનો દોર જાળવી રાખીને અનેક નવા આર્થિક સુધારા જાહેર કર્યા બાદ મૂડીબજાર નિયામક તંત્ર સેબી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ તેમજ કોર્પોરેટ ઈન્ડિયાના અગ્રણીઓ સાથે મુલાકાત યોજીને ભારતની આર્થિક- જીડીપી વૃધ્ધિને વેગ આપવા વધુ દિશા નિર્દેશ આપી અને સહકાર મેળવી પાયો મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટૂંકા ગાળામાં મુંબઈ શેરબજારોમાં એફઆઈઆઈએ આર્થિક સુધારાઓની જાહેરાતો પાછળ કરેલી આક્રમક- રોકેટ તેજી બાદ કરેકશન જરૃરી- અપેક્ષીત હતું. જે શુક્રવારની ઉથલપાથલ બાદ આવી જઈ ઓવરબોટ શેરો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભેલ, લાર્સન, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઘટી આવતા અને હજુ આર્થિક સુધારાઓ પૈકી ઘણા માટે સંસદની મંજૂરી અનિવાર્ય હોવાથી વિરોધ પક્ષો સહકાર મેળવવો મુશ્કેલ હોઈ અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય મોરચે યુરો ઝોનમાં ફરી ઋણ કટોકટીએ સ્પેન, ગ્રીસની મુશ્કેલી સપાટી પર આવતા યુરો ઝોન દ્વારા ૫૦૦ અબજ યુરો (૬૫૩ અબજ ડોલર)ના કાયમી બેઈલ આઉટ ફંડ- યુરોપીયન સ્ટેબીલિટી મેકેનીઝમ (ઈએસએમ) લાવવાના અહેવાલ પૂર્વે યુરોપના બજારોની નરમાઈની નેગેટીવ અસરે એશીયાના અન્ય દેશોના બજારો સાથે મુંબઈ શેરબજારોમાં વેચવાલી વધી હતી. સેન્સેક્ષ આગલા બંધ ૧૮૯૩૮.૪૬ સામે ૧૮૬૬૯.૧૯ મથાળે ખુલીને સતત ઘટતો જઈ બપોરે બે વાગ્યા બાદ વધેલી વેચવાલીએ એક સમયે ૨૫૪.૦૬ પોઈન્ટ ગબડીને નીચામાં ૧૮૬૮૪.૪૦ સુધી આવી જઈને અંતે ૨૨૯.૪૮ પોઈન્ટના ઘટાડે ૧૮૭૦૮.૯૮ની દોઢ સપ્તાહની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૫૭૦૦ની સપાટી ગુમાવી ૫૬૬૬ બોલાયોઃ સેન્સેક્ષ ૧૮૬૮૪, દોઢ સપ્તાહના તળીયે
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૭૪૬.૯૫ સામે ૫૭૫૧.૮૫ મથાળે ખુલીને અપેક્ષીત તીવ્ર ઘટાડાની ચાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લાર્સન, ડીએલએફ, રિલાયન્સ ઈન્ફ્રા, ભેલ, હિન્દાલ્કો, જેપી એસોસીયેટસ, ટાટા મોટર્સ, બેંક ઓફ બરોડા, અંબુજા સિમેન્ટસ, પીએનબી, સિમેન્સ સાથે ડોલરની મજબૂતી છતાં વિપ્રો, ઈન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજીની નરમાઈએ ૫૭૦૦ની સપાટી ગુમાવી નીચામાં એક તબક્કે ૫૬૬૬.૨૦ સુધી ગબડી જઈ અંતે ૭૦.૯૫ પોઈન્ટના ઘટાડે ૫૬૭૬ બંધ રહ્યો હતો.
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ ડાઉનઃ નિફટી સ્પોટ ૫૭૭૦ ઉપર બંધ જરૃરીઃ ૫૫૮૫ મજબૂત સપોર્ટ
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ હજુ ડાઉન- નેગેટીવ બતાવાઈ રહ્યો છે. ટેકનીકલી, નિફટી સ્પોટ ૫૭૭૦ ઉપર બંધ આવવાના સંજોગોમાં જ નજીકનો ટ્રેન્ડ બદલાશે. નિફટી સ્પોટ મજબૂત સપોર્ટ લેવલ ૫૫૮૫ બતાવાઈ રહ્યું છે.
નિફટી ૫૮૦૦નો કોલ ૭૧.૫૦થી તૂટીને ૩૪.૯૦ઃ ઓક્ટોબર ફયુચર ૫૬૯૪ બોલાયોઃ ૫૬૦૦નો પુટ ૨૭થી વધીને ૪૦
ડેરીવેટીવ્ઝમાં નિફટી ૫૭૦૦નો પુટ ૩,૮૫,૪૬૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૧૧૧૭.૨૧ કરોડના ટર્નઓવરે ૫૧.૩૦ સામે ૫૩ ખુલી નીચામાં ૪૯.૯૦ થઈ ઉપરમાં ૭૯.૯૦ સુધી જઈને અંતે ૭૮હતો. નિફટી ૫૮૦૦નો કોલ ૩,૬૪.૯૯૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૦૬૭૨.૩૧ કરોડના ટર્નઓવરે ૭૧.૫૦ સામે ૬૭ ખુલી નીચામાં ૩૪.૬૦ સુધી પટકાઈ જઈ અંતે ૩૪.૯૦ હતો. નિફટી ૫૯૦૦નો કોલ ૨,૪૭,૫૭૫ કોન્ટ્રેકટસમાં રૃ.૭૩૨૯.૩૪ કરોડના ટર્નઓવરે ૩૪.૬૦ સામે ૩૧.૪૫ ખુલી ૩૨ થઈ નીચામાં ૧૪.૨૫ સુધી ગબડી જઈને અંતે ૧૪.૬૫ હતો. નિફટી ૫૬૦૦નો પુટ ૨,૫૩,૩૪૪ કોન્ટ્રેકટસમાં રૃ.૭૧૩૯.૫૬ કરોડના ટર્નઓવરે ૨૭ સામે ૨૬.૮૫ ખુલી ઉપરમાં ૪૧.૭૦ સુધી જઈ અંતે ૪૦.૪૦ હતો. નિફટી ઓક્ટોબર ફયુચર ૧,૯૬,૫૫૬ કોન્ટ્રેક્ટસમાં રૃ.૫૬૨૬.૯૩ કરોડના ટર્નઓવરે ૫૭૭૬.૫૫ સામે ૫૭૬૫ ખુલી ૫૭૭૫ થઈ નીચામાં ૫૬૯૪.૨૫ સુધી ગબડી અંતે ૫૬૯૭.૭૫ હતો.
ડોલર વધુ ૭૯ પૈસા ઉછળીને રૃ.૫૨.૬૪ઃ ક્રુડ ઓઈલ ઘટીને ૧૧૧ ડોલરઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૩૯ તૂટી રૃ.૮૧૯
ઓઈલ- ગેસ શેરોમાં આરંભિક સાધારણ સુધારા બાદ નરમાઈ હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ યુરો ઝોનની ઋણ કટોકટી અને અમેરિકામાં પુરવઠો વધતા નબળી માંગના અંદાજોએ બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૧.૧૦ ડોલર ઘટીને ૧૧૦.૯૨ ડોલર અને નાયમેક્ષ ક્રુડના ૧.૨૬ ડોલર ઘટીને ૮૮.૬૨ ડોલર રહ્યા સામે રૃપિયા સામે ડોલર ફરી મજબૂત થઈ આજે ૭૯ પૈસા ઉછળીને રૃ.૫૨.૬૪ થઈ જતાં ઓઈલ- માર્કેટીંગ પીએસયુ કંપનીઓને ફટકો પડવાના અંદાજોએ શેરોમાં ઉછાળે વેચવાલી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વેનેઝુએલાના જાહેર સાહસ પેટ્રોલીઓસ વેનેઝુએલા સામે વેન્ઝુએલાના હેવી ઓઈલ કુવાના ડેવલપમેન્ટ માટે સમજૂતી કરાર અને હેવી ક્રુડ ઓઈલ સપ્લાય માટે ૧૫ વર્ષના કરાર કરાયા છે. પેટ્રોલીઓસ દ વેનેઝુએલા દૈનિક ત્રણ લાખથી ચાર લાખ બેરલ હેવી ક્રુડ ઓઈલ ૧૫ વર્ષના ક્રુડ ઓઈલ સપ્લાય કરાર હેઠળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગરમાં બે રીફાઈનરીઓને સપ્લાય કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૩૮.૭૦ તૂટીને રૃ.૮૧૮.૭૦ રહ્યો હતો.
ઓઈલ- ગેસ ઈન્ડેક્ષ ૨૪૫ પોઈન્ટ ગબડયોઃ ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, એચપીસીએલ ઘટયા
ક્રુડ ઓઈલના ભાવ ૧.૧૦ ડોલર ઘટીને ૧૧૦.૯૨ ડોલર થયા સામે રૃપિયા સામે ડોલર ૭૯ પૈસા વધીને રૃ.૫૨.૬૪ થઈ ગયાની નેગેટીવ અસરે ઓએનજીસી રૃ.૫.૨૫ ઘટીને રૃ.૨૮૧.૯૫, ઓઈલ ઈન્ડિયા રૃ.૫.૯૫ ઘટીને રૃ.૪૮૩, એચપીસીએલ રૃ.૧.૩૫ ઘટીને રૃ.૩૧૪.૩૦, બીપીસીએલ રૃ.૩૫૫.૨૫, ગેઈલ રૃ.૩૯૧.૯૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ- ગેસ ઈન્ડેક્ષ ૨૪૫.૩૪ પોઈન્ટ ગબડીને ૮૬૦૬.૮૯ રહ્યો હતો.
ડીએલએફ રોબર્ટ વાઢરા સાથે પ્રોપર્ટી ડીલ્સના વિવાદે રૃ.૧૭ તૂટયોઃ પાર્શ્વનાથ, ઈન્ડિયાબુલ્સ પણ ઘટયા
રીયાલ્ટી ક્ષેત્રે ડીએલએફ કોંગ્રેસ પ્રમુખ સોનીયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢરા સાથે પ્રોપર્ટી ડીલ્સના વિવાદમાં આવતા અને કંપનીએ આ ડીલ્સ કાયદા હેઠળ પારદર્શકતા સાથે કર્યાની સ્પષ્ટતા છતાં શેરમાં ફંડોના ઓફલોડીંગે શેર રૃ.૧૭.૫૦ ઘટીને રૃ.૨૨૪.૨૫, પાર્શ્વનાથ ડેવલપર્સ રૃ.૨.૧૦ ઘટીને રૃ.૪૦, ઈન્ડિયા બુલ્સ રીયલ એસ્ટેટ રૃ.૨.૭૫ ઘટીને રૃ.૬૪.૧૦, યુનીટેક રૃ.૨૪.૮૫, એચડીઆઈએલ રૃ.૨.૮૫ ઘટીને રૃ.૧૦૫.૬૫, શોભા ડેવલપર્સ રૃ.૯.૯૦ ઘટીને રૃ.૩૭૬.૦૫, અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧.૬૫ ઘટીને રૃ.૭૮.૫૫, ઓબેરોય રીયાલ્ટી રૃ.૧.૩૫ ઘટીને રૃ.૨૬૮ રહ્યા હતા. બીએસઈ રીયાલ્ટી ઈન્ડેક્ષ ૬૮.૧૮ પોઈન્ટ ઘટીને ૧૮૮૧.૪૦ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં મોટું પ્રોફીટ બુકીંગઃ ભેલ રૃ.૯ ગબડી રૃ.૨૫૪, લાર્સન રૃ.૫૦ ઘટીને રૃ.૧૫૯૫
કેપિટલ ગુડઝ- પાવર શેરોમાં પણ ફંડો- ઈન્વેસ્ટરોએ નફારૃપી વેચવાલી કરતા બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૩૦૬.૭૩ પોઈન્ટ તૂટીને ૧૧૦૩૨.૭૮ રહ્યો હતો. ભેલ રૃ.૯.૦૫ ગબડીને રૃ.૨૫૪.૧૦, લાર્સન રૃ.૫૦.૮૫ ઘટીને રૃ.૧૫૯૫.૮૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃ.૫.૧૦ ઘટીને રૃ.૧૩૪.૪૫, સિમેન્સ રૃ.૨૧.૦૫ તૂટીને રૃ.૭૨૨.૬૦, એબીબી રૃ.૨૦.૭૫ ઘટીને રૃ.૭૬૮.૩૦, જિન્દાલ શો રૃ.૧.૮૫ ઘટીને રૃ.૧૧૨.૫૫, એઆઈએલ રૃ.૬.૧૦ ઘટીને રૃ.૪૦૨, બીઈએમએલ રૃ.૪.૪૦ ઘટીને રૃ.૩૨૩.૦૫ રહ્યા હતા.
કરેકશન શરૃ થતાં સુરક્ષીત રોકાણ વિકલ્પ ફાર્મા શેરો વધ્યાઃ સનફાર્મા, ઓરોબિન્દો, ઈપ્કા, અપોલો વધ્યા
ઈન્ડેક્ષની નરમાઈ સાથે ફરી ફંડો, ઈન્વેસ્ટરો, સુરક્ષીત રોકાણ વિકલ્પે ફાર્મા- હેલ્થકેર શેરોમાં લેવાલ બન્યા હતા. સન ફાર્મા રૃ.૨૫.૧૦ વધીને રૃ.૭૦૮.૯૦, સિપ્લા રૃ.૩.૧૫ વધીને રૃ.૩૬૭.૩૦, ડો. રેડ્ડીઝ લેબ. રૃ.૨.૭૦ વધીને રૃ.૧૬૯૬, ઓરોબિન્દો ફાર્મા રૃ.૫ વધીને રૃ.૧૪૩.૪૦, ઈપ્કા લેબ. રૃ.૧૪.૫૫ વધીને રૃ.૪૫૬.૪૦, અપોલો હોસ્પિટલ રૃ.૧૭.૬૫ વધીને રૃ.૭૯૩.૧૫, કેડિલા હેલ્થકેર રૃ.૧૮.૨૦ વધીને રૃ.૮૩૯.૦૫, સ્ટ્રાઈડ આર્કોલેબ રૃ.૧૭.૮૫ વધીને રૃ.૮૭૫.૩૫, વોખાર્ટ રૃ.૨૦.૩૦ વધીને રૃ.૧૨૯૭ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ નફારૃપી વેચવાલીઃ ટાઈટન, વીઆઈપી, વિડીયોકોન, રાજેશ એક્ષપોર્ટસ ઘટયા
તહેવારોની સીઝને કન્ઝયુમર ડયુરેબલ્સની માગમાં વધારો અપેક્ષીત હોવા છતાં ફરી સેન્ટીમેન્ટ ડહોળાતા માગને અસરના અંદાજો વચ્ચે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ પ્રોફીટ બુકીંગ થયું હતું. ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ રૃ.૭.૩૫ ઘટીને રૃ.૨૬૧.૩૫, રાજેશ એક્ષપોર્ટસ રૃ.૨.૪૦ ઘટીને રૃ.૧૧૮.૭૦, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧.૭૫ ઘટીને રૃ.૯૧.૬૫, વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧.૬૫ ઘટીને રૃ.૧૭૪.૨૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્ષ ૧૧૧.૪૩ પોઈન્ટ ઘટીને ૭૦૪૯.૧૬ રહ્યો હતો.
માર્કેટબ્રેડથ નેગેટીવ છતાં સ્મોલ- મિડ કેપ શેરોમાં મર્યાદિત વેચવાલીઃ ૨૩૫ શેરોમાં તેજીની સર્કિટ
સેન્સેક્ષ- નિફટી બેઝડ મોટા ધોવાણ છતાં સ્મોલ- મિડ કેપ શેરોમાં વેચવાલી મર્યાદિત હતી. અલબત્ત ગભરાટમાં ઘણા શેરોમાં લેવાલી અટકતા અને પ્રોફીટ બુકીંગથી માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૧૩ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૫ અને વધનારની ૧૩૮૩ હતી. ૨૩૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી. જ્યારે ૧૯૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
એફઆઈઆઈની વણથંભી શેરોમાં ખરીદીઃ વધુ રૃ.૫૬૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૫૬૩.૮૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૨૯૭૯.૦૬ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૨૪૧૫.૨૨ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ દ્વારા રૃ.૭૭૮.૬૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરાઈ હતી. કુલ રૃ.૮૨૦.૪૨ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૫૯૯.૦૩ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved