Last Update : 09-October-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૯-૧૦-૨૦૧૨, મંગળવાર
નિજ ભાદરવા વદ નોમ
નોમનું શ્રાધ્ધ

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૮ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૨૩ મિ. (સૂ) ૭ ક. ૨૧ મિ. (મું) ૭ ક. ૨૦ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- પુનર્વસુ બપોરના ૧૨ ક. ૨૨ મિ. પછી પુષ્ય નક્ષત્ર.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- કન્યા, મંગળ- વૃશ્ચિક, બુધ- તુલા, ગુરૃ- વૃષભ, શુક્ર- સિંહ, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- કર્ક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ.આ/૧૭
માસ-તિથિ-વાર ઃ નિજ ભાદરવા વદ નોમ ને મંગળવાર.
- નોમનું શ્રાધ્ધ. અવિધવા નોમ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૨૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૨૩ રોજ દએપદીન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ જમીન- મકાન- વાહનની લે-વેચમાં આપે ઉતાવળ કરવી નહીં. થોભો ્ને રાહ જુવોની નીતિ અપનાવવી. ખર્ચ થાય.

 

વૃષભ ઃ યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય. કામ કરવાના ઉત્સાહમાં વધારો થાય.

 

મિથુન ઃ આપને કૌટુંબિક- પારિવારીક - સામાજિક- વ્યવહારિક કામ અંગે દોડધામ - ખર્ચ રહે. પરંતુ તેનો આનંદ પણ અનુભવો.

 

કર્ક ઃ આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્વના નિર્ણયો લેવાની બાબતમાં આપને સાનુકૂળતા જણાય.

 

સિંહ ઃ આપે ધીરજ અને શાંતિ રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઇને કોઇ નિર્ણયો કરવા નહીં.

 

કન્યા ઃ નોકરી-ધંધાના કામકાજમાં આવી પડેલી આકસ્મિક સાનુકૂળતા આપને રાહતની લાગણીનો અનુભવ કરાવે. પુત્ર-પૌત્રાદિકથી હર્ષ-લાભ રહે.

 

તુલા ઃ જમીન- મકાન- વાહનની લે-વેચમાં સાનુકૂળતા રહે. સગા- સંબંધી- મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહેતા આનંદ થાય.

 

વૃશ્ચિક ઃ આપને સાનુકૂળતા- પ્રગતિ જણાતા કામ કરવાનો ઉત્સાહ વધે. આપના ધાર્યા પ્રમાણેનું કામ કરી શકો. પરદેશના કામમાં સાનુકૂળતા રહે.

 

ધન ઃ કામકાજમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવાય. કૌટુંબિક- પારિવારીક પ્રશ્ને વાદ-વિવાદ- મનદુઃખથી સંભાળવું પડે. ચિંતા અનુભવાય.

 

મકર ઃ આપને કામમાં આનંદ- ઉત્સાહ રહે. અગત્યના કામકાજ અંગેની મિલન- મુલાકાતમાં સફળતા પ્રાપ્ત કરી શકો.

 

કુંભ ઃ હરીફવર્ગ- ઈર્ષા કરનાર આપની પ્રગતિમાં રૃકાવટ- મુશ્કેલી ઊભી કરવાના પ્રયત્નો કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી કરવી પડે.

 

મીન ઃ આપને સંતાનના પ્રશ્નમાં ચિંતા-પરેશાની દૂર થતાં રાહત અનુભવાય. આવડતથી ધંધામાં ગ્રાહકવર્ગને આકર્ષી શકો.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૯-૧૦-૨૦૧૨, મંગળવાર

 

આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મવર્ષ પ્રતિકૂળતા- સાનુકૂળતાનું રહેશે. જો કે પ્રતિકૂળતા વધારે અને સાનુકૂળતા ઓછી મળવાને લીધે વર્ષ દરમ્યાન દોડધામ-સંઘર્ષનો અનુભવ થાય. વર્ષારંભથી જ આપને નોકરી-ધંધામાં મુશ્કેલી-રૃકાવટ જણાય. એક-બે નાના કામનો ઉકેલ આવવાથી આપને સારૃ લાગે પરંતુ મોટા કામોમાં અટવાઇ જાવ. જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ આપની મુશ્કેલીમાં વધારો થતો જાય. નોકરી-ધંધાની- ઘર-પરિવારની જવાબદારીઓમાં આમથી તેમ અથડાયા કરો. સંતાનના અભ્યાસ- નોકરી- ભવિષ્ય અંગે ચિંતા- ઉચાટ રહે. સ્ત્રીવર્ગે વર્ષ દરમ્યાન ધીરજ અને શાંતિ રાખવી. વિદ્યાર્થીબંધુને આકસ્મિક સફળતા- સાનુકૂળતા મળી જાય.

 

સુપ્રભાતમ્

આ ગુપ્ત મંત્રરૃપી બીજને ગમે તેમ કરીને પણ રક્ષવું જોઈએ. કારણ કે તે જરા પણ ફૂટી જાય તો પછી (ફૂટી ગયેલા બીજની માફક) નિષ્ફળ નીવડે છે (ઊગતું નથી)

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ભિખારી લલ્લુ મોટરમાં પોતાની દીકરી સાથે બેઠેલા છગનને કહી રહ્યો હતો, 'શેઠસાહેબ, એક રૃપિયો આપો, એક રૃપિયો!'
'શરમ નથી આવતી?' છગન બોલ્યો, 'આવું સારું શરીર છે અને નૌજુવાન છે, અને ભીખ માંગે છે? કામ કર કોઈ સારું કામ કર.'
'અચ્છા' લલ્લુ બોલ્યો, 'તો પછી તમારી બાજુમાં બેઠેલી તમારી દીકરી સાથે મારું વેવિસાળ કરી આપો.'

[Top]
 

આજ ની રેસીપી

મોંમાં પાણી લાવતા મિષ્ટાન અને ફરસાણ

કોકો સ્પ્રેડ

 

સામગ્રી ઃ- ૧ લીટર દૂદ, ૩ ટે. સ્પૂન કસ્ટર્ડ પાવડર, ૫૦ ગ્રામ કોકો પાવડર, ૧૫૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ તાજા જરદાળું, ૬ નંગ બદામ, ૫૦ ગ્રામ ચેરી, ૩ ટે. સ્પૂન ક્રીમ, ૧ ટે. સ્પૂન, ન્યુટ્રામૂલ પાવડર, ૨ ટે.સ્પૂન જીંજર બિસ્કિટનો ભૂકો, ૨ ટે. સ્પૂન કોર્નફલેક્સનો ભૂકો. ચપટી દાલચીની, ૧ ટે. સ્પૂન હની (મધ)

 

રીતઃ- દૂધને ઉકાળો. આશરે ૫૦૦ મિ.લી. જેટલું દૂધ રહી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરી ઠંડુ થવા એક બાજુ મુકી દો.

 

દૂધ ઠંડુ થઈ જાય પછી તેને એક પહોળી ડીશમાં નાખો. એમાં બિસ્કીટ પાવડર નાખી ૧૫ મિનિટ રહેવા દો.

 

પછી દૂધમાં કસ્ટર્ડ પાવડર નાખી એમાં કોર્નફલેક્સ પાવડર મિક્સ કરો.

 

કોકો પાવડરમાં હની (મધ) અને ક્રીમ મિક્સ કરી પુડીંગના ઉપર પ્રસરીને નાખવું.

 

જરદાળુના પાતળા-લાંબા પીસેસ કરી દરેક પીસને કોકો પાવડરમાં બોળી લો. પછી આ કોકો પાવડર કોટેડ જરદાળુના પીસેસ ડીશના ચારે બાજુ સજાવીને મૂકો.

 

હવે ઓવનને ગરમ કરો. ઓવન ગરમ થઈ જાય પછી તેમાં ડીશ મૂકી ૩૦ મિનિટ સુધી (૧૬૫ એફ) રહેવા દો.

 

૩૦ મિનિટ પછી બહાર કાઢી તેમાં બદામ નાખી ઠંડુ પડવા દો. પછી ફ્રીજમાં રાખી દો. વેફર અથવા બિસ્કિટ સાથે સર્વ કરો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved