Last Update : 08-October-2012, Monday

 

માલ્યાએ 'માનવતા'ને જગાડી છે !

- મન્નુ શેખચલ્લી

છાપામાં સમાચાર હતા કે ભારતીય સ્ટેટ બેન્ક કીંગફીશર એરલાઈન્સ નામની દેવાળિયા કંપનીના માલિક વિજય માલ્યાને 'માનવતા'ના ધોરણે મદદ કરવા માગે છે!
આ 'માનવતા' વાળી વાત અમને બહુ જ ગમી. કારણ કે...
* * *
વિજય માલ્યા દર વરસે સુંદર 'માનવ-કન્યા'ઓના સુંદર 'માનવ-દેહ' અતિશય સુંદર રીતે પ્રદર્શીત થઈ શકે એટલા ખાતર સૌથી ઓછાં વસ્ત્રો પહેરાવીને તેના ફોટાનું કેલેન્ડર બહાર પાડવાનું જે 'માનવતાભર્યું' કામ કરે છે એ બિરદાવવા લાયક છે...
* * *
વિજય માલ્યા દર વરસે લાખો બોટલ દારૃ વડે ભારતના લાખો 'માનવી'ઓમાં કેદ થયેલા 'શયતાન'ને મુક્ત પણે બહાર લાવવાનું જે 'માનવતાભર્યું' કાર્ય કરે છે એ પણ બિરદાવવા લાયક છે...
* * *
કિંગફીશર કંપનીના એક કર્મચારીને વિજય માલ્યાએ છ-છ મહિના લગી પગારના નામે એક પૈસો પણ ના ચૂકવ્યો એના લીધે એની પત્નીએ આપઘાત કરી નાંખ્યો એવા સમાચાર જ્યારે લોકોએ વાંચ્યા ત્યારે આખા ભારતમાં કેવી 'માનવીય કરુણા'ની લહેર જાગી હશે ?! આ 'માનવીય મનોભાવના' જાગૃત કરવાનું 'માનવતાભર્યું' કામ કરવા બદલ પણ વિજય માલ્યા સન્માનના હકદાર બને છે...
* * *
કીંગફીશર એરલાઈન્સે બરોબર તહેવારોના અને વેકેશનના દિવસોમાં એમની ઢગલાબંધ ફલાઈટો રાતોરાત કેન્સલ કરીને જે ધનવાન લોકોને રઝળતા કરીને એમને 'આમ આદમી'ની 'પીડા' સમજાવવાનું મહાન 'માનવતાભર્યું' કામ કર્યું એ બદલ પણ તેઓ સન્માનના હકદાર છે...
* * *
અને જો વિજય માલ્યાજી આટલું બધું કર્યા પછી દેશની ડઝનબંધ બેન્કોના ૭૦૦૦ કરોડનો ઉલાળિયો કરવા માગતા હોય તો ખોટું પણ શું છે? જો આ સરકારની વ્યાખ્યા પ્રમાણે આતંકવાદીઓ પણ 'આખરે તો માનવી' જ છે... તો સરકારની 'માનવ-અધિકાર' સમિતી બિચારા વિજય માલ્યા જેવા 'માનવી'ની મદદે હજી સુધી કેમ નથી દોડી આવી?
જાગો માનવી... જાગો...!
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved