Last Update : 08-October-2012, Monday

 

કર્ણાટકમાં અમલથી ગ્રાહકોને લાભ
રેશનીંગ કાર્ડ ગ્રાહકો માટે ખાસ બાયોમેટ્રીક સિસ્ટમનો ઉપયોગ

 

- ભ્રષ્ટાચાર અટકે અને યોગ્ય હાથોમાં અનાજ પહોંચે ઃ સર્વત્ર મળતો આવકાર

પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે જાહેર વિતરણ વ્યવસ્થા સામે અનેક ફરિયાદો છે. સરકાર રેશનકાર્ડ ધરાવનારાઓને નિયમિત અનાજનો જથ્થો ફાળવે છે પરંતુ કાર્ડ ગ્રાહકોની સતત ફરીયાદ હોય છે કે અમને નિયત કરેલો જથ્થો મળતો નથી. પીડીએસ હેઠળ સરકારે ફાળવેલો જથ્થો બારોબાર બજારમાં વેચાતો હોવાની ફરિયાદ હવે કાયમી બની ગઈ છે. સરકારે પીડીએસની સિસ્ટમમાં સુધારા માટે અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ ભ્રષ્ટાચાર સતત ચાલુ રહ્યા હતા. કાર્ડ ગ્રાહકોને રોકડ પૈસા તેના ખાતામાં જમા થાય તેવી સ્કીમ મઘ્યપ્રદેશના અધિકારીઓએ કરી તે અંગે અગાઉ આ કોલમમાં લખાઈ ચૂક્યું છે. જેમાં કેરોસીન કાર્ડ પર લેનારને તેટલા પૈસા રોકડા તેના ખાતામાં જમા કરવામાં આવતા હતા. લોકોએ આ સિસ્ટમ આવકારી હતી.
જાહેર વિતરણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દુર કરવામાં સરકાર ગંભીર નથી પરંતુ કેટલીક રાજ્ય સરકારોએ પ્રજાને સહાયરૂપે કેટલીક યોજના શરૂ કરી છે. તાજેતરમાં કર્ણાટકના બેંગ્લોરની રીસાલદાર સ્ટૂટીમાં ૩૦૦૦ રેશનીંગ કાર્ડ ગ્રાહકો માટે અનોખી રજીસ્ટ્રેશન સ્કીમ તૈયાર કરી છે. જેના કારણે વિતરણ વ્યવસ્થા માટે ફાળવેલું અનાજ જે બોગસ રેશનકાર્ડ મારફતે ખાનગી બજારોમાં પગ કરી જતું હતું તે અટકી ગયું છે.
અનાજ, ખાંડ અને કેરોસીન જેવી ચીજોના માસિક જથ્થા માટે આવેલા બીપીએલ કાર્ડ ધરાવનારાઓને દુકાન પર રાખેલા બાયોમેટ્રીક મશીન પર અંગૂઠો પંચ કરવાની સિસ્ટમમાંથી પસાર થવું પડ્યું હતું. અંગૂઠો મશીન પર મુકનાર બીપીએલના માન્ય વપરાશકાર છે. એવું સાબિત થયું હતું. પહેલાં બધાના અંગૂઠાની ઈમ્પ્રેશન લીધા બાદ દર મહિને તે જ્યારે અનાજ લેવા આવે ત્યારે તેને ફરજીયાત બાયોમેટ્રીક મશીન પર અંગૂઠો મુકીને પોતે જ યોગ્ય કાર્ડ ગ્રાહક છે એવી સાબિતી આપવી પડે છે. ત્યારબાદ તેને જે ચીજો અપાય તે વજન માપવાના ઈલેક્ટ્રોનીક મશીન પર મુકીને તેનો રેકોર્ડ પણ અંગૂઠાની ઈમ્પ્રેશન સાથે રહેતો હતો. આમ વજન, તેની કંિમત વગેરેનો ઓન ધ સ્પોટ રેકોર્ડ આવી જતો હતો. સામે છેડે ગ્રાહકને પણ આ બીલની માહિતી સ્પીકર દ્વારા કન્નડ ભાષામાં મળતી હતી આટલું થયા પછી ગ્રાહકે કરેલું ટ્રાન્ઝેક્શન પુરું થતું હતું.
જો કે આ ટ્રાન્ઝેક્શન પુરું નથી થયું, તેના આંચકા તેજ સમયે નેશનલ ઈન્ફોર્મેટીક્સ સેન્ટરના સર્વર પર પહોંચી જાય છે અને ત્યાંથી કર્ણાટકે જાહેર વિતરણ વ્યવસ્થા માટે ઊભા કરેલા પોર્ટલ પર માહિતી પહોંચી જાય છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ જેનું ભેજું કામ કરે છે તે કર્ણાટકના અન્ન-પૂરવઠા ખાતાના સચિવ બી.એ. હરીશ ગૌડા માને છે કે પીડીએસ સિસ્ટમમાં વિતરણ અંગે જેટલી પારદર્શિતા હશે એટલો ભ્રષ્ટાચાર ઓછો થશે.
દેશમાં પાંચ લાખ જેટલી સસ્તા ભાવની દુકાનો છે. કેન્દ્ર અન્ન પરની સબસીડી પર કરોડો રૂપિયા ખર્ચે છે. ૨૦૧૨-૨૦૧૩માં ૭૫ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે છતાં પણ ગરીબોને તેમને ફાળવેલો અનાજનો માન્ય જથ્થો મળતો નથી. આ અનાજ પર ભ્રષ્ટાચારીઓ તરાપ મારતા હોય છે. પરંતુ કર્ણાટકમાં શરૂ થયેલી સ્કીમ એકે એક ડગલા પર નજર રાખે છે. બીપીએલના સાચા ગ્રાહકને રેશનીંગની ચીજો મળે છે અને સરકારના અધિકારીઓ તેના પર સતત વોચ રાખી શકે છે.
સસ્તા દરે અનાજ માટે ફાળવેલી સબસીડી પૈકીની અડધો અડધ રકમ ભ્રષ્ટાચારીઓના હાથમાં સરકી જાય છે એવો અંદાજ છે. આખી સિસ્ટમમાં શરૂઆતથી જ આવા છીંડા છે અને તેને પુરવા અશક્ય બની ગયા હતા. આવી સ્થિતિ બોગસ કાર્ડ ધરાવનારાઓને કારણે થતી હતી કર્ણાટકે અપનાવેલી બાયોમેટ્રીક પઘ્ધતિના કારણે બોગસ કાર્ડ ગ્રાહકોનો છેદ ઉડી જતો હતો અને સસ્તા અનાજની દુકાનવાળા પાસે બાકી કેટલો જથ્થો રહ્યો અને તેમજ તે કોને-કોને આપે છે તે રેકોર્ડ પણ ઓન ધ સ્પોટ મળતો થયો હતો. બેંગ્લોરમાં ૧૦૩ સ્થળોએ આવા બાયોમેટ્રીક મશીનો ગોઠવવામાં આવ્યા છે. કર્ણાટકમાં સસ્તા અનાજની ૨૦,૪૫૯ દુકાનો છે. તે તમામ પર બાયોમેટ્રીક મશીનનો ઉપયોગ કરવા નક્કી કરાયું છે. કર્ણાટકે આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારને ૧૦૦ કરોડ રૂપિયા ફાળવવાનું કહ્યું છે.
કર્ણાટકની સરકારનું માનવું છે કે જ્યારે સમગ્ર રાજ્યની સસ્તા અનાજની દુકાનો પર બાયોમેટ્રીક મશીનથી વિતરણ શરૂ થશે ત્યારે રાજ્યમાં ફરતા દોઢ લાખ જેટલા રેશનીંગ કાર્ડ ઉપયોગમાં નહીં આવે અને કોઈ તેને વાપરી નહીં શકે !!
રેશનીંગની દુકાનોવાળા આ નવી સિસ્ટમનો વિરોધ કરશે એમ મનાતું હતું પરંતુ પોતે ભ્રષ્ટાચાર નથી કરતા એવું સાબિત ના થાય એટલે તેમણે પણ નવી સિસ્ટમને આવકારી છે. આ સિસ્ટમ માટે દરેક રેશનીંગ કાર્ડ ગ્રાહકના ફોટો અને ફીંગર પ્રિન્ટ લઈ લેવાયા હતા. આ ડેટા સરકારના સર્વર સાથે જોડવામાં આવ્યા હતા. જેની પાસે એક જ મકાનના એડ્રેસવાળા એકથી વઘુ કાર્ડ હોય ત્યાં અધિકારીઓ રૂબરૂ જતાં અને કઈ વ્યક્તિ માન્ય છે તે પણ નક્કી કરતા હતા.
નવી સિસ્ટમથી બીજો લાભ એ થયો કે સસ્તા અનાજની દુકાનવાળા સમયસર તેમને ફાળવેલો જથ્થો સરકારના ગોડાઉનમાંથી લેતા થઈ ગયા હતા. અગાઉ આ દુકાનોવાળા મહિનાના અંતે જથ્થો લેતા હતાં એટલે ખોટું રોકાણના થાય પરંતુ હવે જથ્થા ઉપાડવાની તારીખ, કોને જથ્થો આપ્યો તે નામ અને તારીખ તેમજ બાકી જથ્થો કેટલો રહ્યો તેની વિગત સરકારને બાયોમેટ્રીક મશીનના દરેક ટ્રાઝેક્શનથી ખબર પડવા લાગી હતી.
આવા નિર્ણયો અને સિસ્ટમ જાહેર વિતરણ વ્યવસ્થામાં ચાલતો ભ્રષ્ટાચાર રોકશે, બોગસ કાર્ડવાળાને લાભ નહીં મળે અને યોગ્ય પાત્રને અનાજ મળશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 

 

 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved