Last Update : 08-October-2012, Monday

 

શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે

 

પાણી જીવન માટે અત્યંત જરૃરી છે. સ્વસ્થ અને નિરોગી જીવન માટે પ્રત્યેક વ્યક્તિએ દિવસના બારથી પંદર ગ્લાસ પાણી પીવું જોઈએ, એવી વાતો ડોક્ટર કરે છે. પાણી શરીરના ઝેરી તત્ત્વોને દૂર કરીને તંદુરસ્તી બક્ષે છે તે વાત સાંભળીને શહેરી યુવા પેઢીમાં વધારેમાં વધારે પાણી પીવાનું ઘેલું ઉપડયું છે. કેટલીક છોકરીઓ તો દિવસમાં ૫ થી ૭ લીટર પાણી જબરજસ્તી પીવે છે અને દર થોડી મિનિટે પેશાબ કરવા જાય છે. પરંતુ આ તદ્દન આ ખોટી માન્યતા લોકોના મગજમાં ઘર કરી ગઈ છે.
હા, પાણી ગુણકારી છે પરંતુ તેનો અતિરેક અંતે નુકસાન જ કરે છે. વધારે પડતું પાણી હાયપોનેટ્રેમીયા (વૉટર ઈનટોક્સીકેશન) નોતરે છે. આનાથી લોહીમાં રહેલું સોડિયમ વધારે પ્રમાણમાં ઓગળી જાય છે અને આંચકી આવે છે, વ્યક્તિ કોમામાં સરી પડે છે તથા ક્યારેક તેનું મૃત્યુ પણ થાય છે. શરીરમાં સોડિયમનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી જાય ત્યારે મગજ સોજી જાય છે અને ખોપડી પર તેનું દબાણ આવે છે. આ કારણે વ્યક્તિ કોમામાં સરી પડે છે.
ઘણા ડાયેટ પ્રેમીઓ લાંબો સમય ફળ ફળોનો રસ અને દિવસમાં ૫ થી ૬ લીટર પાણી પીને ડાયેટીંગ કર્યાનો સંતોષ માને છે. પરંતુ તેમના શરીરમાં સોડિયમનું પ્રમાણ ઘટી જતાં તેઓ બેભાન થઈ જાય છે.
અહીં પ્રશ્ન એ થાય છે કે, એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ? નેચરલ મિનરલ વૉટર ઈન્ફોર્મેશન સર્વિસના જણાવ્યા પ્રમાણે એક દિવસમાં મહત્તમ દોઢથી બે લીટર પાણી પીવું જોઈએ. જ્યારે ઓેછામાં ઓછું એક લીટર પાણી પીવું જોઈએ.
કેટલાક વેદિયા લોકો તો આહારના સ્વરૃપમાં કેટલું પાણી પેટમાં જાય છે તેની પણ ગણતરી કરે છે. તેઓ એમ માને છે કે કેફીનેટેડ પીણા શરીરમાંથી સારા તત્ત્વોને બહાર કાઢી નાંખે છે. એટલે તેઓ ચા-કોફી પણ પીતાં નથી.
અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રીશને જણાવ્યા અનુસાર પાણી પીવાથી શરીરમાં હાઈડ્રેશનનું જે પ્રમાણ રહે છે તે જ કોફી પીવાથી પણ રહે છે. જો તમારો આહાર એકદમ સ્વાસ્થ્યપ્રદ હોય તો તેમાંથી જ તમને દિવસ દરમિયાન એકાદ લીટર પાણી મળી રહે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved