Last Update : 08-October-2012, Monday

 

ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર

- બ્લેક સાડીને મેટાલિક ગોલ્ડન કલરમાં જમ્પ સુટ સાથે પણ પહેરી શકાય, આ સિવાય હાફ સ્કર્ટની જેમ પાટલી વાળીને તેને જેકેટ તેમજ ટ્રાઉઝર સાથે પણ પહેરી શકાય.

પાર્ટીવેર તરીકે બેસ્ટ ગણાતા બ્લેક કલરને ફેશન ડિઝાઈનરો સૌથી વધ ુલાડ લડાવે છે. આ રંગને સાડીથી લઈને કોઈપણ ડિઝાઈનરવેરમાં ઢાળી શકાય છે. પણ જો કાળા રંગની સાડીને જ વિવિધ જાતની ડિઝાઈન આપવામાં આવે કે નોખી રીતે પહેરવામાં આવે તો? તો તે ચોક્કસપણે પરંપરા અને આધુનિકતાનું મસ્ત મસ્ત કોમ્બિનેશન બની રહે.
એક ફેશન ડિઝાઈનર કહે છે કે જરૃરી નથી કે તમે સાડીને પેટિકોટ અને બ્લાઉઝ સાથે જ પહેરી શકો. તેને લાંબા ટયુબ ડ્રેસની જેમ પણ પહેરી શકાય. તેને કમર પર બેલ્ટ બાંધીને તેના ઉપર પહેરો. આ રીતે પહેરેલી સાડી થોડી આદિવાસી સ્ટાઈલની લાગશે. પણ તેના જેકેટ ડિઝાઈનના બ્લાઉઝ અને આગળ મૂકેલી આકર્ષક બોર્ડરને કારણે તે અત્યંત આકર્ષક દેખાશે. બ્લેક સાડીને મેટાલિક ગોલ્ડન કલરમાં જમ્પ સુટ સાથે પણ પહેરી શકાય, આ સિવાય હાફ સ્કર્ટની જેમ પાટલી વાળીને તેને જેકેટ તેમજ ટ્રાઉઝર સાથે પણ પહેરી શકાય. પસંદ તમારી, પ્રસંગ તમારો.
અન્ય એક ડિઝાઈનર તેને પુરુષોની સ્ટાઈલમાં પહેરવાની સલાહ આપતાં કહે છે કે ઢીલું વાઈટ શર્ટ અને બ્લેક ટ્રાઉઝર પહેરો. તેની ઉપર આકર્ષક સ્ટાઈલમાં બ્લેક સાડી પહેરો. વાળને સારી રીતે ધોઈને સાઈડ પાર્ટિશનમાં ઓળો. બિલકુલ એવી રીતે જેમ ૫૦-૬૦ના દશકમાં પુરુષો વાળ ઓળતા હતા. આ સ્ટાઈલ સાથે ખાસ કોઈ એકસેસરી આવશ્યક નથી.
સાડી સાદગીના સૌંદર્યને સુપેરે છતું કેર છે. સરસ મઝાની પરંપરાગત ડિઝાઈનની બ્લેક સાડી લો. પણ તેને એકદમ અલગ સ્ટાઈલમાં ડ્રેપ કરો. તેને બ્લાઉઝને બદલે યોગ્ય ફિટિંગવાળા જેકેટ સાથે પહેરો. જો જેકેટ પહેરવાની ઇચ્છા ન હોય તો નિઓન બ્લાઉઝ સાથે ધારણ કરો. તેની સાથે ગળામાં મોટો, ટ્રેડિશનલ ડિઝાઈનનો હાર પહેરો. અન્ય એકસેસરી ટાળીને હાથમાં એક સરસ મઝાનું કલચ રાખો.
પરંપરાગત છતાં આધુનિક અવતાર માટે સાડીને ગાઉનની પેટર્નમાં સ્ટીચ કરાવો. એકદમ બોડીફીટ ગાઉન પેટર્નની સાડીમાં જ એકસેસરી ફીટ કરી દો. કહેવાનો અર્થ એ છે કે તેમાં કામ પાસે, ખભાથી લઈને ડુંટી સુધી એવું વર્ક કરો કે તમે 'સાડી-કમ-જ્વેલરી' પહેરી હોય એવું લાગે. આવી 'ગાઉન-સાડી' સાથે એકસેસરીમાં માત્ર એક કલચ પૂરતું થઈ રહેશે.
પ્રિન્ટેડ સાડી કાયમ ફેશનમાં રહેતી હોવા છતાં તે તદ્ન ઓર્ડિનરી ન લાગવી જોઈએ. બ્લેક સાડીમાં માત્ર સ્કર્ટ બોર્ડર સુધી અનોખી ભાતની કલરફુલ પ્રિન્ટ બનાવો. તેમાં લાલ, ગુલાબી, પીળો, મોરપિચ્છ બ્લુ, બોટલ ગ્રીન અને ક્રીમ કલર ઉપયોગમાં લઈ શકાય. વળી સ્કર્ટ બોર્ડર સુધી જ પ્રિન્ટ હોવાથી તે નોખી તરી આવશે. આ સાડીને સ્ટ્રેપલેસ કે બિકિની બ્લાઉઝ સાથે પહેરો. આમ સાડીને નવો આકાર આપવામાં આવે તો તમારા માટે એક નવી ડિઝાઇનના વેઅર તૈયાર થઇ જાય છે જે તમારા રૃપને નિખારવામાં મદદરૃપ થાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved