Last Update : 08-October-2012, Monday

 

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ

- મહિલાઓ વસ્તુની ખરીદી કરવામાં જેટલી ઉત્સુક હોય છે તેટલી વસ્તુઓની સફાઇ કરવામાં હોતી નથી, વસ્તુ જુની થતાંની સાથે જ તેને ભંગારમાં આપીને નવી વસ્તુની ખરીદી કરે છે.

પૂજાને વિવિધ ધાતુની બનાવટના શોપીસ ખરીદવાનો અતિ શોખ હતો. બીજા શબ્દોમાં કહીએ તો જાણે તેને 'શોપીસ ખરીદવાનું ગાંડપણ હતું. પતિ પરમની આ ખરીદી પાછળ એક જ ફરિયાદ હતી કે તે શોપીસની કાળજી વ્યવસ્થિત લેતી ન હતી. ઓચિંતા એક દિવસ પૂજાના સાસુ-સસરા દિલ્હીથી આવી પહોંચ્યા. પૂજા હોંશથી પોતાના શોપીસનો શોકેસ બતાવતી હતી. સાસુએ શોપીસ જોયા બાદ શાંતિથી કહ્યું બેટા, 'આ શોપીસ પાછળ તે જેટલો ખર્ચો કર્યો છે તેના પા ભાગની પણ તું સંભાળ લેતી લાગતી નથી. વસ્તુઓ વસાવો પરંતુ તેની કાળજી પણ એટલા જ ઉત્સાહથી લેવી જોઈએ.
અલગ અલગ ધાતુઓને જુદી જુદી સામગ્રીથી સાફ કરવાથી નવા જેવા જ લાગે છે. ચાલ સૌપ્રથમ આપણે જ આ કામ કરીએ.''
પીત્તળના શોપીસ ઃ પીત્તળના શોપીસની ચમક વધારવા લીંબુના રસમાં મીઠું ભેળવવું, અથવા તો મીઠામાં રગડી શોપીસ પર લીંબુ ઘસવાથી શોપીસ સોના જેવા ચળકી ઊઠશે. લીંબુ ન હ ોય તો સરકામાં મીઠું ભેળવી સાફ કરવાથી પણ ચમક આવશે.
હાથી દાંત
લીંબુના રસમાં મીઠું ભેળવી મુલાયમ બ્રશથી સાફ કરવાથી હાથીદાંતના શાપીસ સુંદર લાગશે.
કાચ
હુંફાળા પાણીમાં સાબુ ભેળવી હળવા હાથે ધોવાથી સાફ થઈ જશે. ફોટો ફ્રેમના કાચને સ્પિરિટથી રગડી સાફ કરવાથી વધુ ચમક આવશે.
ચાંદી
બ્રશથી ધૂળ કાઢી સાફ કરી ટૂથપેસ્ટ લગાડવી. થોડી મિનિટ બાદ સૂકા કપડાથી લૂછી નાખવું. વધુ ગંદુ થઈ ગયું હોય તો બાફેલા બટાટાના પાણીમાં થોડીવાર પલળવા દેવું અને ટૂથબ્રશથી સાફ કરવું.
લાકડા
લાકડાનાં શોપીસને બ્રશથી નિયમિત સાફ કરવાથી ધૂળ જામશે નહીં. ધૂળ જામી ગઈ હોય તો હુંફાળા પાણીમાં સાબુ નાખી, મિશ્રણ બનાવી તેમાં મુલાયમ કપડંું બોળી સાફ કરવું અને તરત જ હવામાં સૂકવવા મૂકી દેવું. સુકાઈ ગયા બાદ તેના પર થોડું તેલ ચોપડી દેવું.
તાંબા
તાંબાના ગંદા શોપીસને ગરમ પાણીમાં ઉકાળી લેવા સરકામાં ચૂનો ભેળવી ઘોળ તૈયાર કરવું અને મુલાયમ બ્રશથી સાફ કરવું.
લોખંડ
ગરમ પાણીમાં સોડા નાખી સાફ કરવા. કાટ લાગી ગયો હોય તો કાચકાગળ ઘસી સાફ કરવું અને ત્યારબાદ તલના તેલમાં સોડા ભેળવી તેના પર ઘસવાથી સુંદર લાગશે.
જસત
સૌપ્રથમ કપડાંથી લૂછી તેના પરની ધૂળ કાઢી નાખવી. ઘાસતેલમાં ચૂનો ભેળવવો અને આ મિશ્રણને શોપીસ પર રગડવાથી ચમક આવશે.
ચામડા
ગરમ પાણીમાં સાબુનો ભૂક્કો અને થોડું ટર્પેન્ટાઈન નાખવાથી તરત સાફ થઈ જશે. ઘરની શોભા વધારવા માટે અવનવ વસ્તુઓની ખરીદી કરતી હોય છે અને ત્યાર બાદ એ વસ્તુઓની યોગ્ય કાળજી ન લેવામાં આવતી ભંગારના ભાવે વેચાણ કરી દેતી હોય છે જ્યારે દરેક પળે બજારમાં અવનવી વસ્તુઓ આવતી હોય છે જે મહિલાઓને ખરીદી કરવા માટે મજબૂર કરે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved