Last Update : 08-October-2012, Monday

 
દિલ્હીની વાત
 

સુધારા ઃ કોંગ્રેસની નજર ૨૦૧૪ની ચૂંટણી પર
નવી દિલ્હી,તા.૬
યુપી સરકાર અને કોંગ્રેસના મોટા માથાં સુપેરે જાણે છે કે, સરકાર દ્વારા લેવાઈ રહેલા સુધારાસંબંધી પગલાં આ વર્ષે અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓના પ્રચારમાં ગરમાવો આણવાના જ છે, પરંતુ એની એમને પરવા નથી. એમના માટે સુધારાનો પીછો કરવાનો હેતુ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીની મંઝિલ સર કરવાનો છે. સુધારાના પરિણામો કંઈ તત્કાળ મળવાના નથી. લોકો દોઢ વર્ષ પછી એની સારી અસર અનુભવી શકે એમ બને. જો કે સરકારને તોફાની બની રહેનારા સંસદના શિયાળુ સત્રની ચિંતા છે. સરકાર સુધારાલક્ષી પગલાંના બચાવ આડેના તમામ અવરોધો હટાવી દેશે જ્યારે વિપક્ષ એ મુદ્દે સરકારને ઘૂંટણીયે પાડી દેવા મથી રહ્યો છે. સુધારા ઉપરાંત સરકાર અન્નની ખાતરી અને જમીન પ્રાપ્તિ જેવા વિવાદાસ્પદ ખરડાઓને પણ પાર પાડવા માગે છે.
શીલા દીક્ષિત કેન્દ્રમાં જશે ?
છેલ્લા ૧૪ વર્ષથી દિલ્હી રાજ્યનું સુકાન સંભાળી રહેલા મુખ્યપ્રધાન શીલા દીક્ષિતને કોંગી મોવડી મંડળ કેન્દ્રમાં ખસેડવા માગે છે એ મતલબના એમણે એક ટીવી મુલાકાતમાં કરેલા વિધાને પક્ષમાં તરંગો ઉઠયા છે. આ મુલાકાત પહેલાં પણ એ પ્રકારની વાતો હવામાં ઘુમરાતી હતી જ, પરંતુ કેન્દ્રીય પ્રધાનમંડળમાં ગંજીપો ચીપાવાનો હોવાથી ઉપરોક્ત વાતોને બળ મળ્યું છે. જો કે એમાં ય જો અને તો રહેલા જ છે. પહેલું એ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી એક વર્ષથી ઓછા સમયગાળામાં આવી રહી છે. તાજેતરમાં દીક્ષિતની વરણી હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો માટેની સ્ક્રીનીંગ સમિતિના અધ્યક્ષપદે થઇ છે. એમના પુત્ર અને દિલ્હીના વર્તમાન સાંસદ સંદીપ દીક્ષિતને પક્ષના પ્રવકતા બનાવાયા છે. સંદીપ રાષ્ટ્રીય રાજકારણમાં ઝુકાવવા માગે છે.
શીલાના સ્થાને કોણ બેસશે ?
દિલ્હીના મુખ્યપ્રધાન શીલા દીક્ષિતને કેન્દ્રમાં ખસેડયા પછી ખાલી પડનારી મુખ્યપ્રધાનની ખુરશીમાં બેસવાયોગ્ય ઉમેદવારો બહુ થોડા હોઇ કોંગ્રેસ માટે વિકલ્પો મર્યાદિત છે. જો કેન્દ્રના ખેલકુદ પ્રધાન અને દિલ્હીવાસી સાંસદ અજય માકેનને ખુરશી સોંપાય તો એમણે દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવી પડે. અનેક કટોકટીમાં ઘેરાયેલા કોંગ્રેસને આ કવાયત જોખમી લાગે છે. વળી, જો શીલા દીક્ષિત કેન્દ્રના પ્રધાન બને તો એમણે લોકસભા કે રાજ્યસભામાં ચુંટાવુ પડે. કોંગ્રેસને માકેન દ્વારા ખાલી કરાનારી બેઠક જાળવી રાખવાની પણ ચિંતા છે.
ગુજરાતમાં કોંગ્રેસની વ્યૂહરચના
તાજેતરમાં ગુજરાતની મુલાકાત લઇ ગયેલાં કોંગી પ્રમુખ સોનિયા ગાંધીએ એમના ભાષણમાં નરેન્દ્ર મોદીનો નામોલ્લેખ કેમ ટાળ્યો? એમણે ના તો ૨૦૦૨ના રમખાણોની વાત કાઢી કે ના તો નરોડા પાટિયાના હત્યાકાંડ વિષે અદાલતી ચુકાદા વિષે કંઇક કહ્યું. ખાસ તપાસ ટુકડી દ્વારા ક્લીનચીટ મળવાના ભાજપના દાવાના મુદ્દાને પણ સોનિયા અડક્યા નહિં.
વરિષ્ઠ કોંગીજનોના મતે આ ગણતરીપૂર્વકના વ્યૂહનો ભાગ હતો. કોંગ્રેસ આ વખતે સુસજ્જ છે પરંતુ ભાજપની તુલનામાં બેઠકોના સંદર્ભે ખાઇ મોટી હોવાની પણ એને જાણ છે. કેશુભાઇ પટેલ માત્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જ પ્રભાવક રહી શકશે એ ય કોંગ્રેસને ખબર છે. કોંગ્રેસ મોદીના પ્રભાવને ખાળવા માગે છે કે જેથી તેઓ પોતાની રાષ્ટ્રીય મહેચ્છાઓ સિધ્ધ કરી શકે નહિ.
યુપીએને ખરડાયેલા નેતાઓની હજી ગરજ કેમ?
યુપીએ એની સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી કોઇ પદાર્થપાઠ શીખ્યો નહિ હોવાનું જણાય છે. એ રાજા અને સુરેશ કલમાડી જેવા કલંકિત પૂર્વ કેન્દ્રીય પ્રધાનોને ઉર્જા તથા વિદેશી બાબતો સંબંધી સંસદીય સ્થાયી સમિતિઓમાં નિમવાનો પક્ષે નિર્વાહ લીધો એના પરથી ઉપરોક્ત મુદ્દો સાબિત થાય છે. એ જ રીતે રાજ્યસભાના સાંસદ કનિમોઝિને ગૃહ મંત્રાલયને લગતી સ્થાયી સમિતિમાં સ્થાન અપાયું ભ્રષ્ટાચારના મુદ્દે પહેલેથી રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયેલા યુપીએ ઓછામાં ઓછું ઉપરોક્ત બદનામ વ્યક્તિઓ સામેના લોકરોષને ધ્યાનમાં રાખીને એમને ટાળવાની જરૃર હતી. એ લોકો ભ્રષ્ટાચારના આરોપોથી મુક્ત થઇ બતાવે ત્યાં સુધી એમને હોદ્દાથી દૂર રાખવાની જરૃર હતી.

હવે, પ્રાદેશિક ભાષામાં પણ ચેટીંગ
અગ્રણી ક્રોસ- પ્લેટફોર્મ ગ્લોબલ કોમ્યુનિકેશન સોલ્યુશનના માંધાતા નિમેબઝે હિંદી, ગુજરાતી, બંગાળી, મરાઠી, ઉર્દુ, પંજાબી, તમિલ અને તેલુગુમાં ભાષા આધારિત પ્લેટફોર્મ પુરૃં પાડયું છે. કંપની વધુ પ્રાદેશિક ભાષાઓને પણ એ સમૂહમાં સામેલ કરવા માગે છે, એમ નિમબઝના માર્કેટીંગ વિભાગના વડા સઇદ શાહનવાઝ કરીમે જણાવ્યું.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved