Last Update : 08-October-2012, Monday

 
 

અકરમની નારાજગી બાદ આઇસીસીની કબુલાત
શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

પીચો પર બીજી ઇનિંગમાં બેટિંગ અત્યંત મુશ્કેલ બની જતી

કોલંબો,તા.૭
શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઇનલ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી તેવી કબુલાત આખરે આઇસીસીએ પણ કરી છે. શ્રીલંકા સામેની નાલેશીભરી હાર સાથે પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયુ હતુ, જે પછી અકરમ સહિતના પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોએ હાર માટે પીચને જવાબદાર ઠેરવી હતી.
કોલંબોમાં રમાયેલી પ્રથમ સેમિ ફાઇનલમાં શ્રીલંકાએ ચાર વિકેટે ૧૩૮ રન કર્ય હતા. જવાબમાં પાકિસ્તાન સાત વિકેટે માત્ર ૧૨૩ રન જ કરી શક્યું હતુ. અકરમે ત્યાર બાદ પીચની ટીકા કરતાં કહ્યું હતુ કે, મારે કહેવું જોઇએ કે આ પીચ ક્રિકેટના સ્પિરિટ મુજબની નહતી. તેની પર બેટિંગ થાય તેમ જ નહતી. મને આશ્ચર્ય છે કે તેઓએ આટલી મોટી અને મહત્વની મેચ માટે કેમ આવી પીચ પસંદ કરી ? આ પીચ પર તો ૧૪૦ રનનોપડકાર પમ ૧૮૦ જેવો લાગતો હતો.
આઇસીસીના સીઇઓ ડેવ રિચાર્ડસને કબુલાત કરી કે, પીચ ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ માટે યોગ્ય નહતી. અમે એવો પ્રયાસ કરતાં હોઇએ છીએ કે બંને ઇનિંગ દરમિયાન પીચ એક સરખી જ રહે. જો કે આ મેચમાં તેવું ના જોવા મળ્યું. સેમિ ફાઇનલ માટે જે પીચનો ઉપયોગ કરવામાં આવ્યો તે સ્પિનરોને વધુ પડતી મદદ કરતી હતી. અંહીના વાતાવરણમાં પીચ તૈયાર કરવી આસાન નથી.
જો કે શ્રીલંકાના કેપ્ટન જયવર્દનેએ તમામ આક્ષેપોને નકારતાં કહ્યું કે, અમારા સ્પિનરોએ બહેતરીન દેખાવ કરતાં અમે વિજય મેળવ્યો હતો. અમે માત્ર પીચને સહારે જીત્યાં તેમ કહેવું યોગ્ય નથી.
નોંધપાત્ર છે કે શ્રીલંકામાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ દરમિયાન પીચોના અનિયમિત વર્તનને કારણે ક્રિકેટરો પરેશાન રહ્યા હતા. ટુર્નામેન્ટની શરૃઆતમાં શ્રીલંકાની પીચો સ્પિનરો કરતાં ફાસ્ટ બોલરોને વધુ ઉપયોગી લાગતી હતી.
જો કે જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધી તેમ તેમ પીચો વધુ ધીમી બની હતી અને સ્પિનરો માટે મદદગાર સાબિત થઇ હતી. કેટલીક પીચો પર તો બીજી ઇનિંગમાં બેટિંગ કરવી લગભગ અશક્ય બની ગઇ હતી. જેના કારણે મોટાભાગની ટીમોના ખેલાડીઓ નારાજ દેખાતા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved