Last Update : 08-October-2012, Monday

 

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિએ ભારતીય સંઘને કરેલી ભલામણ
કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

એથીક્સ કમિટિએ તેમની ચુંટણીમાં ઉમેદવારીને અશક્ય ગણાવી છે

નવી દિલ્હી,તા.૭
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિ(આઇઓસી)એ ભારતીય ઓલિમ્પિક સંઘને ભલામણ કરી છે કે, તેઓ તત્કાળ અસરથી વિવાદિત હોદ્દેદારો સુરેશ કલમાડી, વી.કે. વર્મા અને લલિત ભાનોટને સસ્પેન્ડ કરી નાંખે. આઇઓસીની એથિક્સ કમિટિએ કરેલી ભલામણ બાદ કલમાડી અને તેના સાથીઓની મુશ્કેલી વધી ગઇ છે, કારણ કે આગામી દિવસોમાં ચુંટણી આવી રહીછે. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૦ના આયોજનમાં નાણાંકીય ગેરરીતિઓ અને કૌભાંડ અંગે કલમાડી સહિત અન્યો સામે કેસ ચાલી રહ્યો છે.
આઇઓસીની એથીક્સ કમિટિએ તો તેમના વિવાદિત ભુતકાળને ધ્યાનમાં રાખતા ભારતીય ઓલિમ્પિક સંઘની આગામી ચુંટણીમાં તેમની ઊમેદવારીને પણ અશક્ય ગણાવી હતી. આઇઓએના વાઇસ પ્રેસિડેન્ટ જગદીશ ટાઇટલરે ચાલુ વર્ષે ૨૫મી નવેમ્બરે યોજાનારી ચુંટણી અગાઉ આ ત્રણ હોદ્દેદારોની સ્થિતીને સ્પષ્ટ કરવા માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિના વડા જેક્સ રોગેને વિનંતી કરી હતી, જે પછી આઇઓસીની એથીક્સ કમિટીએ આ ભલામણો કરી છે.
જેક્સ રોગેએ એથિક્સ કમિશનને પુછ્યું હતુ કે, એથિક્સ અંગેની આચારસંહિતા અનુસાર કલમાડી, વર્મા અને ભાનોટ આગામી ચુંટણીમાં આઇઓએના બોર્ડમાં ઉમેદવારી નોંધાવી શકે કે નહીં. જે અંગે આઇઓસીના એથિક્સ કમિશનના ચેરમેને કહ્યું કે, કલમાડી, વર્મા અને ભાનોટ સામે સ્પોર્ટસમાં લાંચ-રૃશ્વત અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે તેમને કેટલાક મહિના જેલમાં પણ રહેવું પડયું હતુ.કોર્ટે હાલ તો કલમાડીને છોડયા છે પણ તેઓને કોર્ટની મંજુરી વિના દેશની બહાર જવાની છુટ આપવામાં નથી આવી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખતાં કમિશનને લાગે છે કે આ ત્રણેય હોદ્દેદારોની આઇઓએમાં તમામ કાર્યવાહીને તત્કાળ અટકાવી દેવી જોઇએ. જ્યાં સુધી કોર્ટનો કોઇ ચુકાદો આવી ના જાય ત્યાં તેમને દૂર કરવા જોઇએ. જે પછી આગળના નિર્ણય વિશે વિચારવામાં આવે.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિએ ભારતીય ઓલિમ્પિક સંઘની પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, અમારા દ્વારા વારંવાર કલમાડી, વર્મા અને ભાનોટ અંગે માહિતી માંગવા છતાં આઇઓએ દ્વારા તે નિયત સમયમાં પુરી પાડવામાં આવી નહતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved