Last Update : 08-October-2012, Monday

 
 

સેમ્યુઅલ્સની ઝંઝાવાતી બેટિંગ અને અસરકારક બોલિંગ-ફિલ્ડિગ સામે શ્રીલંકા ઝુક્યું
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

એક તબક્કે ૧૦ ઓવરમાં ૩૨/૨નો સ્કોર ધરાવતા વિન્ડિઝે આખરી ૮ ઓવરમાં ૯૯ રન ફટકાર્યા

 

મેન્ડિસની ૧૨ રનમાં ચાર વિકેટ

કોલંબો,તા.૭
સેમ્યુઅલ્સની ઝંઝાવાતી બેટિંગ અને અસરકારક બોલિંગ ફિલ્ડિંગને સહારે વિન્ડિઝે શ્રીલંકાનું ટી-૨૦ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર થવા દીધું હતુ. ંમેન્ડીસે ૧૨ રનમાં ગેલ, બ્રાવો, પોલાર્ડ અને રસેલની વિકેટ ઝડપતા વિન્ડિઝને ફટકો પહોંચ્યો હતો. જો કે સેમ્યુઅલ્સે એકલા હાથે ઝઝુમતા ૬ છગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી ૫૬ બોલમાં ૭૮ રન કરીને બાજી પલ્ટી હતી. એક તબક્કે ૧૦ ઓવરમાં ૨ વિકેટે ૩૨ નો સ્કોર ધરાવતા વિન્ડિઝે આખરી આઠ ઓવરમાં ૯૯ રન ઝુડયા હતા અને ૧૩૭ રનનો શ્રીલંકાને જીતવા ૧૩૮નો પડકાર આપ્યો હતો.
મુશ્કેલ પીચ પર શ્રીલંકાએ સભાળભરી શરૃઆત કરતાં ૯.૨ ઓવરમાં ૧ વિકેેટે ૪૮ રન કર્યા હતા. ત્યાં સુધી તેમનો વિજય નિશ્ચિત લાગતો હતો. જો કે સંગાકારા આઉટ થતાં જ તેમનો ધબડકો થયો હતો અને વિન્ડિઝે યાદગાર જીત મેળવી હતી. બોલિંગ અને ફિલ્ડિંગમાં શ્રીલંકાનો દેખાવ અસરકારક રહ્યો હતો.
સેમ્યુઅલ્સે મલિંગાની બે ઓવરમાં કુલ ૫ છગ્ગા ફટકાર્યા
સેમ્યુઅલ્સે એકલવીરની જેમ ઝઝુમતા લડાયક અડધી સદી ફટકારી હતી.સેમ્યુઅલ્સે શ્રીલંકાના સ્ટાર ફાસ્ટ બોલર મલિંગાને ટાર્ગેટ બનાવ્યો હતો. તેણે મલિંગાની એક ઓવરમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. જે પછી ફરી વખત તેઓ આમને-સામને આવ્યા ત્યારે સેમ્યુઅલ્સે બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યોહતો.
વિન્ડિઝની ધીમી બેટિંગની વ્યુહરચના સફળ થઇ
શ્રીલંકા સામેની ટી-૨૦ની ફાઇનલમાં વિન્ડિઝના બેટ્સમેનોશરૃઆતની ૧૦ ઓવરમાં તો જાણે તેઓ વિકેટ બચાવવા માટે જ રમતાં હોય તેમ લાગતું હતુ. વિન્ડિઝ ઇનિંગની પ્રથમ ૧૦ ઓવરમાં એક જ ચોગ્ગો નોંધાયો હતો અને તે સેમ્યુઅલ્સે ફટકાર્યો હતો. ૧૦ ઓવરના અંતે વિન્ડિઝનો સ્કોર બે વિકેટે ૩૨ રન હતો.
ટ્વેન્ટી-૨૦માં ટોસ જીતીને વેસ્ટ ઇન્ડિઝે બેટિંગ લીધી હતી. તેઓ જાણતા હતા કે અંહી બીજી ઇનિંગમાં બેટિંગ આસાન નહતી અને એટલે તેઓએ ધીમી બેટિંગ કરી હતી, જે પછી આખરી ૧૦ ઓવરમાં આક્રમક બેટિંગ કરતાં સ્કોરને ૧૩૭ સુધી પહોંચાડયો હતો. જે પછી આખરે શ્રીલંકા માટે મુશ્કેલ સાબિત થયો હતો.
શ્રીલંકાને ઘરઆંગણે વર્લ્ડ ચેમ્પિયન બનતું જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા પણ સેમ્યુઅલ્સ અને વિન્ડિઝની અસરકારક ફિલ્ડિંગ અને બોલિંગે તેમની આશા પર પાણી ફેરવી દીધું હતુ.
હેરાથને સ્થાને ધનંજયાને સમાવાતા આશ્ચર્ય
શ્રીલંકાએ તેના સેમિ ફાઇનલના મેચ વિનર બોલર હેરાથના સ્થાને અનઓર્થોડોક્સ યુવા સ્પિનર ધનંજયાને વિન્ડિઝ સામેની ફાઇનલ માટે ટીમમાં સમાવતા ભારે આશ્ચર્ય ફેલાયુ હતુ. અખિલ ધનંજયા માત્ર ૨ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ રમ્યો છે, જેમાં તેણે ચાર વિકેટ ઝડપી છે. જો કે હેરાથ જેવા અનુભવી સ્પિનરને કેમ બહાર રખાયો તે ચાહકોને સમજાતું નહતુ. હેરાથે પાકિસ્તાન સામેની સેમિ ફાઇનલમાં હાફિઝ, મલિક અને આફ્રિદીની નિર્ણાયક વિકેટ ઝડપી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved