Last Update : 08-October-2012, Monday

 
ભંડોળનો ઉપયોગ ત્રાસવાદમાં થતો હોવા છતાં
અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

સહાય અમેરિકાના હિતમાં હોવાની દલીલ હિલેરીએ સત્તા વાપરી શરતો માફ કરી

(પી.ટી.આઈ.) વોશિંગ્ટન, તા. ૭
અમેરિકાએ આખરે પાકિસ્તાનને સહાય કરવા માટેનો માર્ગ મોકળો કરી દીધો છે. અમેરિકા પાકિસ્તાનને વર્ષ ૨૦૧૨ દરમ્યાન ૨ અબજ અમેરિકન ડોલરની સહાય કરવા માટે અગાઉ હક્કાની નેટવર્ક પર સકંજો કસવાની શરત મુકતું હતું. પણ હવે તેમણે આ મુદ્દે આગ્રહ જતો કરી દીધો છે. તે માટે તેમણે એવું કારણ રજુ કર્યું છે કે તે અમેરિકાના રાષ્ટ્રીય હિતમા છે.
આ સંદર્ભે અમેરિકાના વિદેશ વિભાગના અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિદેશ પ્રધાન હિલેરી કિલન્ટને આ નિર્ણય લીધો છે. જેમાં લશ્કરી તેમજ સામાજીક સહાય માટેના ૨ અબજ ડોલર પાકિસ્તાનને આપવા માટે પાકિસ્તાન પાસે અમુક કાયદેસર પ્રમાણીતતાની અપેક્ષા અગાઉ રાખવામાં આવી હતી તે હવે જતી કરી દેવામાં આવી છે. કિલન્ટનની માન્યતા છે કે આ પ્રકારની સહાય અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં છે.
આ સંદર્ભે અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબત ખરેખર થોડી અટપટી છે. પણ પાકિસ્તાન સાથેના આપણા સંબંધોને દ્વિપક્ષીય રીતે જાળવી રાખવા તેમજ નક્કર બનાવવા માટે આ સહાય ચાલુ રહે તે જરૃરી છે. પાકિસ્તાનને આપવામાં આવતી આ સામાજિક સહાય એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે પણ જરૃરી છે. તે ઉપરાંત પાકિસ્તાનમાં આર્થિક વિકાસ જાળવી રાખવા, સામાન્ય પાકિસ્તાની નાગરિકના જીવન ધોરણમાં સુધારો લાવવા તેમજ તેમના આરોગ્ય અને શિક્ષણમાં વધારા સાથે તેમની સુખાકારીમાં પરિવર્તન લાવવા માટે પણ તે જરૃરી છે.
અમે માનીએ છીએ કે અમેરિકાએ આ પ્રયાસો ચાલુ રાખવા જોઈએ અને તે માટે પાકિસ્તાનને આપવામાં આવતી નાગરિક સહાય તે ખરેખર એક મહત્વનું માધ્યમ છે. અમેરિકાએ જોકે સતત એક બાબતની માંગ કરી હતી કે પાકિસ્તાનની સંરક્ષણ સંસ્થાઓ વચ્ચે અને હક્કાની નેટવર્ક વચ્ચે જે સંપર્કો છે તે અટકાવવા જરૃરી છે. ઓબામા વહિવટી તંત્રે આ માંગ સતત દોહરાવ્યા કરતું હતું પણ આખરી અહેવાલ અનુસાર કોંગ્રેસનલ રીસર્ચ સર્વિસ (સી.આર.એસે.) એવી સલાહ ગૂપચૂપ આપી હતી કે પાકિસ્તાન સાથેના સંબંધો ટકાવી રાખવા તેમને સહાય ચાલુ રાખવી જરૃરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા પાકિસ્તાનના ચીન સાથેના વધતા સંબંધોથી ચિંતિત છે તે સંજોગોમાં અમેરિકાએ પાકિસ્તાન પાસે અમુક પાત્રતા (સર્ટીફીકેશન)નો આગ્રહ જતો કરવો તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved