Last Update : 08-October-2012, Monday

 

ખાપ પંચાયતનું વિવાદાસ્પદ સૂચન
બળાત્કારો અટકાવવા સંતાનોને ૧૬ વર્ષની વય પહેલાં પરણાવો

હરિયાણામાં કાયદા પાલન થતું ન હોવાના આક્ષેપને સરકારે ફગાવ્યો

(પીટીઆઇ) ચંડીગઢ, તા. ૭
હરિયાણામાં બળાત્કારના વધી રહેલા કિસ્સાઓ અંગે ખાપ પંચાયતે વિચિત્ર સૂચન કરતા જણાવ્યું હતું કે છોકરાઓ અને છોકરીઓને ૧૬ વર્ષની વયે પરણાવી દેવા જોઇએ જેથી આવા અપરાધો અટકે. શાસક કોગ્રેસ પક્ષને બળાત્કારના વધી રહેલા બનાવોમાં પણ કાવતરાની આશંકા છે.
સુબેસિંહ નામના ખાપ પંચાયતના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે છોકરાઓ અને છોકરીઓને ૧૬ વર્ષના થાય ત્યાં સુધીમાં પરણાવી દેવા જોઇએ જેથી તેઓ ભટકે નહીં અને આમ કરવાથી બળાત્કારના કિસ્સાઓ પણ ઘટશે. ખાપના અન્ય એક સભ્યએ કહ્યું હતું કે બાળકો તરૃણાવસ્થામાં પ્રવેશે ત્યારે તેમનામાં જાતીય આવેગો જન્મવા સ્વાભાવિક છે અને તેમના આવેગો ન સંતોષાતા તેઓ ભટકી જાય છે, એટલા મટે લગ્ન માટે કોઇ લઘુત્તમ વયમર્યાદા ન હોવી જોઇએ.
જિન્દ જિલ્લાના નરવાના વિસ્તારમાં એક તરૃણ દલિત કન્યાબળાત્કારનો ભોગ બન્યા બાદ ખાપ પંચાયતે આવા પ્રતિભાવો આપ્યાં હતાં. આ બનાવ સંદર્ભે એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હરિયાણાના મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડાએ જણાવ્યું હતું કે ગુનેગારોને માફ નહીં કરવામાં આવે જ્યારે શિક્ષણમંત્રી ગીતા ભુખળે સામાજિક સંસ્થાઓ અને ખાપ પંચાયતોને આ મામલે આગળ આવવા અપીલ કરી હતી.
હરિયાણાના મુખ્ય વિરોધ પક્ષ ઈન્ડિયન નેશનલ લોકદળે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે બળાત્કારના બનાવોથી સાબિત થાય છે કે સરકાર કાયદા અને અનુશાસનપાલનમાં નિષ્ફળ ગઇ છે. વિરોધપક્ષોના દાવાને નકારી કાઢતા કોંગ્રેસ પ્રમુખ ફૂલચંદ મુલ્લાનાએ આક્ષેપ કર્યો હતો કે સરકારને ખોટી રીતે બદનામ કરાઇ રહી છે, અગાઉ પણ આવા બનાવો બનતાં હતાં. તેમણે કહ્યું હતું કે તમામ દોષિતોને સજા કરવામાં આવશે.

 

હરિયાણામાં એક મહિનામાં બળાત્કારના દસ કેસો નોંધાયા
(પીટીઆઇ) જિંદ, તા. ૭
હરિયાણામાં મહિલાઓ પર બળાત્કાર ગુજારવાના અપરાધો વધી રહ્યા છે. ગઇકાલે હરિયાણાનાં જિંદ જિલ્લામાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી ૧૬ વર્ષીય દલિત યુવતીએ કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી હતી. એક મહિનાથી પણ ઓછા સમયગાળામાં બળાત્કારનો આ દસમો કેસ નોંધવામાં આવ્યો છેે.
બળાત્કારના કેસો વધી રહ્યા હોવા છતાં પોલીસ નિષ્ક્રિય
હરિયાણામાં દલિત મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યા છે. ગયા મહિને હિસારમાં અન્ય એક દલિત છોકરી પર ૧૨ પુરુષોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. અપરાધીઓએ આ બળાત્કારની ફિલ્મ પણ ઉતારી હતી અને એમએમએસ દ્વારા તેનો ફેલાવો કર્યો હતો.
આ પરિસ્થિતિ સહન ન કરી શકતા છોકરીનાં પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. તેમનો મૃતદેહ હસ્સ્પિટલમાં પાંચ દિવસ સુધી પડયો રહ્યો હતો. પિડિતા એને તેની માતાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહનાં અંતિમ સંસ્કાર કરશે નહીં. જેના પગલે પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
૪ ઓક્ટોબરે એક નવપરણિત મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે ચંદીગઢથી ૨૦૦ કિમી દૂર આવેલા સોનિપત જિલ્લાના ગોહાના સબ ડિવિઝનમાં આવેલા બાનવાસા ગામમાં ચાર પુરુષો તેને ઉઠાવી ગયા હતા અને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
અન્ય એક ઘટનામાં દિલ્હીથી ૭૦ કિમી દૂર આવેલા રોહતકમાં ૧૩ વર્ષની છોકરી પર ૪૫ વર્ષીય પડોશીએ બળાત્કાર ગુજાર્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved