Last Update : 08-October-2012, Monday

 

મિલ્કતને ખરીદતાં પહેલા યોગ્ય ચકાસણી જરૃરી
જપ્તીની કાર્યવાહી દરમિયાન મિલ્કતનું વેચાણ ગેરકાયદેસર ગણાશેઃ સુપ્રિમ

જપ્તીની નોટિસ જારી થયા બાદ મિલ્કત પરનો હક્ક સરકાર પાસે જતો રહે છે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૭
સરકારી સંસ્થાઓ દ્વારા જે મિલ્કતની જપ્તીની કાર્યવાહી ચાલતી હોય તે ગાળામાં તેનું વેચાણ ગેરકાયદેસર ગણાશે અને સારા હેતુથી તેને ખરીદનાર નવો માલિક તે મિલ્કત પર દાવો નહિ કરી શકે તેવો એક ચુકાદો સુપ્રિમ કોર્ટે આપ્યો છે. પૂરતી પૂછપરછ કે જાણકારી વગર મિલ્કતો ખરીદનારા માટે આ એક ચેતવણીરૃપ ચુકાદો છે.
જસ્ટિસ આર.એમ. લોધા અને એ.આર. દવેની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે સરકારી સંસ્થા દ્વારા જપ્તી માટેની નોટિસ જારી કરવામાં આવી હોય ત્યારે તે મિલ્કતનો હક્ક સરકારને લાગૂ પડે છે અને તેનું વેચાણ તેના માલિક દ્વારા ન થઇ શકે.
વધુમાં બેન્ચે ઉમેર્યું હતું કે આવા વેચાણને કોઇ કાયદેસરની મંજૂરી નથી. આ પ્રકારનું વેચાણ કોઇપણરીતે માન્ય નહિ ગણાય. તેનું રક્ષણ કરી શકાય નહિ કેમ કે ખરીદનાર વ્યક્તિ એ સાબિત નહિ કરી શકે કે સારા હેતુથી ખરીદવામાં આવેલી આ મિલ્કત તેની છે. કાયદાની રૃએ ખરીદનારને આ મિલ્કતનું ટાઇટલ લાગૂ નહિ પડે.
બેંગાલુરૃમાં એક ફ્લેટનો કબ્જો તેને સોંપી દેવા માટે વિન્સ્ટન ટાને એન્ફોર્સમેન્ટને સૂચના આપવા માટે સૂપ્રિમમાં કરેલી અરજી પર સુનાવણી કરતાં આ પ્રકારનો ચુકાદો આવ્યો હતો. ઇડીએ આ મિલ્કતને જપ્ત કર્યા હતા. આ મિલ્કતના માલિક શબન્દારી સામે કન્ઝર્વેશન ઑફ ફોરિન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઑફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ (કોફેપોસા) હેઠળ આરોપો મુકવામાં આવતાં તેને જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઇસ્માઇલને દુબઇમાંથી રૃ. ૯૨ લાખ મળ્યા હોવાનું જાણવા મળતાં તેની અટકાયત કરવામાં આવી હતી. તેણે ભારતમાં વિભિન્ન વ્યક્તિઓને નાણાં પણ ચુકવ્યા હતા. તેના ફ્લેટની જપ્તી માટેની કાર્યવાહી દરમિયાન તેણે સિફ્તપૂર્વક એ મિલ્કત ટાનને વેચી મારી હતી. આ મિલ્કત જબ્ત કરવામાં આવી છે તેની જાણ ટાનને ન હતી. ઇડીએ આ ફ્લેટનો કબ્જો ટાનને સોંપ્યો ન હતો.
ટ્રાયલ કોર્ટના ચુકાદા બાદ સર્વોચ્ચ અદાલતમાં ટાને ઘા કર્યો હતો. કર્ણાટક હાઇ કોર્ટે પણ તેમને રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. હવે સર્વોચ્ચ અદાલતે પણ તેની અરજી ફગાવી દીધી છે. કોર્ટે ઠરાવ્યું હતું કે 'આ હકીકત છે કે ટાનને તે ફ્લેટ ખરીદતા પહેલાં સબ-રજિસ્ટ્રાર પાસેથી સર્ટિફિકેટ્સ મેળવી લીધા હતા. જેનાથી તે સાબિત ન થાય કે તે ફ્લેટ પર કોઇ વાંધાઓ નથી. એ પણ હકીકત છે કે અરજદારોએ તે ફ્લેટની ખરીદી માટે વિજયા બેંક પાસેથી લોન મેળવી હતી.'
વધુમાં બેન્ચે ઠરાવ્યું હતું કે 'પરંતુ કમનસીબે આ હકીકતો છતાં તેમને કોઇ રાહત મળી શકે તેમ નથી કેમ કે ફ્લેટની જપ્તીની કામગીરી માટે નોટિસ ફટકારવામાં આવી તે પછી ફ્લેટનું વેચાણ થયું છે. આવા વેચાણ કાયદેસરરીતે માન્ય નથી.'

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved