Last Update : 08-October-2012, Monday

 

આર્થિક મુશ્કેલીઓ છતાં
કિંગફિશરના સીઇઓને પગારમાં બે કરોડનો વધારો મળ્યો

જોકે એપ્રિલથી પોતાને પણ પગાર ન મળ્યો હોવાનો સીઇઓનો દાવો

નવી દિલ્હી, તા. ૭
વિમાની કંપનીઓ હાલમાં ભલે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે પરંતુ તેમના ટોચના અધિકારીઓને સારો એવો પગાર વધારો મળ્યો છે. જેમાં હાલમાં સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલી કિંગફિશર એરલાઇન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફીસર (સીઇઓ)નો પણ સમાવેશ થાય છે. આ સીઇઓ વિજય માલ્યા જૂથના યુબી ગૂ્રપના તમામ ટોચના હોદેદારોમાં સૌથી વધુ પગાર મેળવતો બીજા ક્રમનો હોદેદાર છે.
આ માંદી કંપનીને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે કિંગફિશરના સીઇઓ સંજય અગ્રવાલનું પે પેકેજ ૩૧ માર્ચે ૨૦૧૨એ પૂરા થયેલાં નાણાકીય વર્ષમાં બીજા ક્રમે સૌથી વધુ છે. વાર્ષિક અહેવાલોમાં આપવામાં આવેલી વિગતો આ માહિતી મળી હતી.
જોકે અગ્રવાલે કહ્યું હતું કે ભંડોળ નહિ હોવાને કારણે એપ્રિલથી તેમનો પણ પગાર થયો નથી. ગત નાણાકીય વર્ષમાં તેમનું વળતર ૨૦૧૦-૧૧ના રૃ. ૨.૦૧ કરોડથી વધીને ૪.૦૧ કરોડે પહોંચ્યું છે. યુબી જૂથની સાત લિસ્ટેડ કંપનીઓના વાર્ષિક અહેવાલો મુજબ તેના ચેરમેન અન મુખ્ય પ્રમોટર વિજય માલ્યાને જૂથની વિભિન્ન કંપનીઓમાંથી આશરે રૃ. ૧.૪૩ કરોડની કુલ રકમ મળી હતી.
ભારતીય ઉડ્ડયન ઉદ્યોગમાં કિંગફિશરની સાથી કંપનીઓમાં કલાનિધિ મારન જૂથના સ્પાઇસજેટની વડા નીલ રેમન્ડ મિલ્સનું પે પેકેજ રૃ. ૧.૭૫ કરોડથી વધારીને રૃ. ૪.૯૮ કરોડે પહોંચી ગયું હતું. અગ્રવાલે અગાઉ સ્પાઇસજેટના ચીફ તરીકે પણ સેવા આપી છે.
ત્રીજી લિસ્ટેડ એરલાઇન જેટ એરવેઝનાં સરોજ દત્તાએ સપ્ટેમ્બર ૨૦૧૧માં હોદો છોડી દીધો હતો. પરંતુ માત્ર છ મહિનાના ગાળામાં તેમને રૃ. ૨.૧૧ કરોડની જંગી રકમ મળી હતી. જે વર્ષ ૨૦૧૦-૧૧ના તેમના રૃ. ૧.૬૯ કરોડના પે પેકેજથી ૨૫ ટકાનો જંગી વધારો દર્શાવે છે.
૨૦૧૧-૧૨ માટે જેટના વાર્ષિક રિપોર્ટમાં તેના સીઇઓ નિકોસ કાર્દાસિસને ચુકવવામાં આવેલાં કોઇપણ વળતરનો સમાવેશ થતો નથી. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સમાં માત્ર દત્તાના પે પેકેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જેટના ચેરમેન અને પ્રમોટર નરેશ ગોયલને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રૃ. ૬૦,૦૦૦ની સિટિંગ ફી ચુકવવામાં આવી હતી. જેટમાં એવી જોગવાઇ છે કે જે મુજબ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરોને કંપનીના લાભ પર કમીશન ચુકવવામાં આવે છે. પરંતુ ૩૧ માર્ચ ૨૦૧૨એ પૂરા થયેલાં વર્ષમાં કોઇ કમીશન ચુકવવામાં આવ્યું ન હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved