Last Update : 08-October-2012, Monday

 

ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે
શીખ ત્રાસવાદી જૂથોએ પશ્ચિમી દેશોમાં મોટાપાયે ભંડોળ એકઠું કરવા માંડયું

આઈએસઆઈના ઈશારે શીખ યુવાનોને કટ્ટરવાદી બનાવવા પ્રયાસ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૭
પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવાની ફિરાકમાં હોવાના સંકેતો મળતા અલગતાવાદી શીખ જૂથોએ યુરોપ અને ઉત્તર અમેરિકામાં મોટાપાય ભંડોળ એકત્રિત કરવાની ઝુંબેશ હાથ ધરી છે.
સલામતી સંસ્થાઓના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત આતંકવાદી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ પશ્ચિમી દેશોમાં વધુ સક્રિય થયા છે. આ જૂથો શીખ યુવાનોને અમૃતસર મંદિરમાં ૧૯૮૪માં થયેલા ઓપરેશન બ્લૂસ્ટારની બનાવટી વીડિયો કિલપ બતાવીને કટ્ટરવાદી બનાવવામાં લાગેલા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે બ્લૂસ્ટારનું નેતૃત્વ કરનાર નિવૃત લેફટનન્ટ જનરલ કે. એસ. બ્રાર પરનો હુમલો અને લંડનમાં ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં રોડાં નાખવાની ઘટનાઓ પણ ભારત વિરોધી તત્વોની આ પ્રવૃત્તિઓનું જ પરિણામ હતું. આવા આતંકવાદી જૂથોના કટ્ટરવાદીઓની અમેરિકા, કેનેડા, યુકે, ફ્રાંસ, જર્મની અને બેલ્જિયમમાં જન્મેલા અને ત્યાંજ ઉછરેલા શીખ યુવાનોનું 'માઈન્ડ વોશ' કરી રહ્યા છે. આ જૂથોમાં દલખાલસા અને આંતરરાષ્ટ્રીય શીખ યુવા સંગઠનનો પણ સમાવેશ થાય છે.
ખાલિસ્તાનના નામે આ કટ્ટરવાદીઓ પશ્ચિમી દેશોમાં સ્થાયી થયેલા શીખો પાસેથી ભંડોળ એક્ઠું કરે છે. અને બીજીબાજુ કુમળીવયના શીખ યુવાનોને કટ્ટરવાદી બનાવાય છે. ભારત વિરોધી કાર્યક્રમોમાં પણ પાકિસ્તાની મૂળના લોકો અચૂક હાજરી આપે છે. અને ખાલિસ્તાની વિચારધારાની તરફેણમાં મંતવ્યો રજૂ કરે છે. આ ઉપરાંત સ્વતંત્ર ખાલિસ્તાનની હિમાયત કરતા ૫૦ સોશિયલ નેટવર્કિંગ જૂથ અને ૨૦થી વધુ વેબસાઈટ પણ ધમધમી રહી છે.

 

બ્રાર પરનો હુમલો શીખ ત્રાસવાદીઓનું જ કારસ્તાન
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૭
ખાલિસ્તાનની તરફેણમાં બબ્બર ખાલસા આંતરરાષ્ટ્રીય અને ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ સહિતના ભાગલાવાદી જૂથો સક્રિય બન્યા છે. તેમની તમામ ભારત વિરોધી પ્રવૃત્તિઓ પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ઈશારે જ ચાલતી હોવાનું સલામતી સંસ્થાઓનું કહેવું છે.
ભારતીય સૈન્યના નિવૃત્ત લેફનન્ટ જનરલ કે. એસ. બ્રાર પરનો હુમલો અને લંડનમાં ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઊભી કરાયેલી અડચણો સહિતની ઘટનાઓ આવા કટ્ટરવાદી અને ભારત વિરોધી જૂથોના જ કારસ્તાન હતા. જેમાં પાકિસ્તાનની મૂળના તત્વો પણ સામેલ છે.
આવા જૂથો વિકાસ રૃંધે છે છતાં પશ્ચિમી દેશોની હળવી નીતિઓના કારણે તેમની સામે કડક પગલાં લેવાતા નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved