Last Update : 08-October-2012, Monday

 

ફાઇનલમાં શ્રીલંકાનો ૩૬ રનથી પરાજય ઃ સેમ્યુઅલ્સના ૬ છગ્ગા, ૩ ચોગ્ગા સાથે ૫૬ બોલમાં ૭૮ રન
ટી-૨૦ વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન

૧૩૮ના પડકાર સામે શ્રીલંકા ૧૦૧ રનમાં ખખડયું ઃ નારાયણની ૯ રનમાં ૩ વિકેટ ઃ વેસ્ટ ઇન્ડિઝ ૨૦૦૪ પછી ક્રિકેટમાં મેજર ટાઇટલ જીત્યું

કોલંબો,તા.૭
સેમ્યુઅલ્સના ૬ છગ્ગા અને ૩ ચોગ્ગા સાથેના ૫૬ બોલમાં ૭૮ રનના ઝંઝાવાત બાદ અસરકારક બોલિંગ-ફિલ્ડિંગને સહારે વેસ્ટ ઇન્ડિઝે ફાઇનલમાં શ્રીલંકાને ૩૬ રનથી હરાવીને ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતી લીધો હતો. એક તબક્કે આસાન લાગતા ૧૩૮ રનના પડકારનો પીછો કરવા ઉતરેલું શ્રીલંકા માત્ર ૧૦૧ રનમાં જ ખખડી ગયું હતુ. આ સાથે વેસ્ટ ઇન્ડિઝે ૨૦૦૪માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી પછી પ્રથમ વખત ક્રિકેટમાં કોઇ મેજર ટાઇટલ જીત્યું હતુ. જ્યારે તેઓ ૧૯૭૯ના વન ડે વર્લ્ડ કપ બાદ કોઇ વર્લ્ડ કપ જીતી શક્યા હતા. જ્યારે શ્રીલંકા ઓવરઓલ કુલ ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્યુ હતુ.
વિન્ડિઝના કેપ્ટન સેમિએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. વિન્ડિઝના બેટ્સમેનોએ વ્યુહરચના અનુસાર વિકેટ બચાવતી બેટિંગ કરતાં શરૃઆતની ૧૦ ઓવરમાં તેમનો સ્કોર ૨ વિકેટે ૩૨ રન જ હતો. જો કે સેમ્યુઅલ્સે બર્થ ડે બોય બ્રાવો (૧૯) સાથે મળીને ૮.૧ ઓવરમાં ૫૯ રનની મહત્વની ભાગીદારી કરી હતી. સેમ્યુઅલ્સની તોફાની બેટિંગની સાથે કેપ્ટન સેમીએ ૧૫ બોલમાં ૩ ચોગ્ગા સાથે અણનમ ૨૬ રન ફટકારતાં વિન્ડિઝનો સ્કોર ૪ વિકેટે ૧૩૭ રન થયો હતો.વિન્ડિેઝે આખરી ૧૦ ઓવરમાં ૧૦૫ રન ઝુડયા હતા.
મેન્ડિસે કમાલની બોલિંગ કરતાં ૧૨ રનમાં ચાર વિકેટ ઝડપી હતી, જેમાં ગેલ, બ્રાવો, પોલાર્ડ અને રસેલ જેવા ધરખમ બેટ્સમેનો સામેલ હતા. ગેલ ફ્લોપ રહ્યો હતો અને તે ૧૬ બોલમાં માત્ર ત્રણ રન નોંધાવી શકતાં ચાહકો નિરાશ થયા હતા. આસાન લાગતા પડકારને ઝીલવા માટે બેટિંગમાં ઉતરેલા શ્રીલંકાને દિલશાનની વિકેટ માત્ર સસ્તમાં ગુમાવી હતી. જો કે જયવર્દન (૩૩ ) અને સંગાકારા (૨૨)ની જોડીએ શ્રીલંકાને સંભાળવાની કોશીશ કરતાં ૪૨ રનની ભાગીદારી કરી હતી.
જો કે બદ્રિએ સંગાકારાને આઉટ કરતાં જ શ્રીલંકાનો મીની ધબડકો થયો હતો. એક તબક્કે ૧ વિકેટે ૪૮નો સ્કોર ધરાવતા શ્રીલંકાનો સ્કોર ૬૯ રનમાં ૭ વિકેટ થઇ જતાં સ્ટેડિયમમાં ઉપસ્થિત શ્રીલંકન ચાહકોએ આંચકો અનુભવ્યો હતો. આ આઘાતમાંથી શ્રીલંકા બહાર આવી શક્યું હતુ અને તેઓ ૧૮.૪ ઓવરમાં ૧૦૧ના સ્કોર પર ઓલઆઉટ થતાં વિન્ડિઝે ઇતિહાસ રચ્યો હતો. કુલાસેકરાએ ૧૩ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૨૬ રન કર્યા હતા પણ તે ટીમને જીતની નજીક પણ લાવી શક્યો નહતો. નારાયણે ત્રણ અને સેમીએ બે વિકેટ ઝડપી હતી.

વેસ્ટ ઇન્ડિઝ

 

=

રન

બોલ

ચાર્લ્સ કો.કુલાસેકરા બો.મેથ્યૂસ

૦૦

૦૫

ગેલ એલબી બો.એ.મેન્ડિસ

૦૩

૧૬

સેમ્યુઅલ્સ કો.જે.મેન્ડિસ બો.ધનંજયા

૭૮

૫૬

બ્રાવો એલબી બો.એ.મેન્ડિસ

૧૯

૧૯

પોવેલ કો.ધનંજયા બો.એ.મેન્ડિસ

૦૨

૦૪

રસેલ એલબી બો.મેન્ડિસ

૦૦

૦૧

સેમી અણનમ

૨૬

૧૫

રામદીન અણનમ

૦૪

૦૪

વધારાના (લેગબાય ૨, વાઇડ ૩)

૦૫

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૬ વિકેેટે

૧૩૭

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૦(ચાર્લ્સ ૦.૫),૨/૧૪ (ગેલ ૫.૫), ૩/૭૩ (બ્રાવો ૧૩.૬) ૪/૮૭ (પોલાર્ડ ૧૫.૨), ૫/૮૭ (રસેલ ૧૫.૩), ૬/૧૦૮ (સેમ્યુઅલ્સ ૧૭.૧)
બોલિંગઃ એ.મેન્ડિસ ૪-૧-૧૧-૧, કુલાસેકરા ૩-૦-૨૨-૦ , મલિંગા ૪-૦-૫૪-૦, એ .મેન્ડિસ ૪-૦-૧૨-૪, ધનંજયા ૩-૦-૧૬-૧, જેે.મેન્ડિસ ૨-૦-૨૦-૦.

 

શ્રીલંકા

 

-

રન

બોલ

જયવર્દને કો.સેમી બો.નારાયણ

૩૩

૩૬

દિલશાન બો.રામપોલ

૦૦

૦૩

સંગકારા કો.પોલાર્ડ બો.બદ્રી

૨૨

૨૬

મેથ્યૂસ બો.સેમી

૦૧

૦૫

જે.મેન્ડીસ રન આઉટ

૦૩

૦૩

પરેરા રનઆઉટ

૦૩

૦૫

થીરીમાને કો.ચાર્લ્સ બો.સેમી

૦૪

૦૭

કુલાસેકરા કો.બદ્રી બો.નારાયણ

૨૬

૧૩

મલિંગા કો.બ્રાવો બો.નારાયણ

૦૫

૧૩

એ.મેન્ડિસ કો.બ્રાવો બો.સેમ્યુઅલ્સ

૦૧

૦૨

ધનંજયા અણનમ

૦૦

૦૦

વધારાના (લેગબાય ૨, નોબોલ ૧)

૦૩

 

 

 

કુલ ૧૮.૪ ઓવરમાં ઓલઆઉટ

૧૦૧

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૬(દિલશાન ૧.૧),૨/૪૮(સંગાકારા ૯.૩), ૩/૫૧ (મેથ્યૂસ ૧૦.૪) ૪/૬૦ (જયવર્દને ૧૨.૧), ૫/૬૧ (જે.મેન્ડિસ ૧૨.૩), ૬/૬૪(પરેરા ૧૩.૧), ૭/૬૯ (થીરીમાને ૧૪.૩), ૮/૯૬ (કુલાસેકરા ૧૬.૩), ૯/૧૦૦ (એ.મેન્ડિસ ૧૭.૫), ૧૦/૧૦૧ (મલિંગા ૧૮.૪)
બોલિંગઃ બદ્રી ૪-૦-૨૪-૧, રામપોલ ૩-૦-૩૧-૧, સેમ્યુઅલ્સ ૪-૦-૧૫-૧, ગેલ ૨-૦-૧૪-૦, નારાયણ ૩.૪-૦-૯-૩, સેમી ૨-૦-૬-૨.

રેકોર્ડ બુક
* વિન્ડિઝે પ્રથમ ટી-૨૦ વર્લ્ડ કપ જીતવા સાથે ૨૦૦૪ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ક્રિકેટમાં પ્રથમ મેજર ટાઇટલ જીત્યું હતુ. તેઓ છેલ્લે ૧૯૭૯માં વન ડે વર્લ્ડ કપ જીત્યા હતા.
* શ્રીલંકા ચોથી વખત ઓવરઓલ વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્યું. તેઓ છેલ્લે ૨૦૦૨ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં સંયુક્ત વિજેતા જાહેર થયાં હતા. આ ફાઇનલ અગાઉ તેઓ ૨૦૦૯માં ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે તેમજ વનડેના વર્લ્ડ કપ ૨૦૦૭માં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે અને ૨૦૧૧માં ફાઇનલમાં ભારત સામે હારી ચુક્યા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved