Last Update : 08-October-2012, Monday

 

એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું

 

૨૦૧૦માં રિલિઝ થયેલી ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'માં એક દ્રશ્યમાં પોતાના લગ્નમાં પર્ફોર્મ કરવા માટે વેડિંગ પ્લાનર્સ શાહરૃખ ખાનને બોલાવે એવો નવવધુનો આગ્રહ હોય છે અને આ વિનંતી અવ્યવહારુ નથી. કારણ કે, બોલીવુડના કલાકારો તગડી રકમ લઈને ધનાઢ્ય પરિવારના સભ્યોના લગ્નમાં નૃત્ય કરવા જાય છે. આ બાબતે કોનો સંપર્ક કરવો અને કેટલી રકમ ચૂકવવી એની જાણકારી હોવી જોઈએ.
ઇરોઝ ઇન્ટરનેશનલ ના સીઈઓ કિશોર લુલ્લાની પુત્રી ઋષિકાના લગ્નમાં શનિવારે રાતે પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું હતું. આ માટે તેણે કેટલી ફી લીધી હતી એ જાણવા મળ્યું નથી. પરંતુ બોલીવુડની ટોચની અભિનેત્રીઓ આ માટે રૃા. ૩૦થી રૃા. ૪૫ લાખ જેટલા લેતી હોવાનું કહેવાય છે.
પ્રિયંકા હમણાં ઘણી વ્યસ્ત છે. તાજેતરમાં જ તેણે વીલ આઈ.એમ. સાથે તેના સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય આલ્બમનું સિંગલ (એક ગીત) લોન્ચ કર્યું હતું. અને તે લોસ એન્જલસમાં તેના આગામી વિડિયોનું, શૂટિંગ કરતી હતી. આ ઉપરાંત તે તેની ફિલ્મ 'બર્ફી'નું પ્રમોશન પણ કરતી હતી. આ ઉપરાંત ફોરમ ઑફ ઓટિઝમની તે નવી બ્રાન્ડ એમ્બેસેડર છે અને તિગ્માંશુ ધુલિયાની નવી ફિલ્મ 'મિલન ટોકિઝ'માં તેણે સોનાક્ષી સિંહાનું સ્થાન લીધું છે.
લગ્નમાં પર્ફોર્મ કરવા માટે તે જોધપુર આવી હતી. સૂત્રે જણાવ્યા પ્રમાણે, ''છ મહિના પહેલા જ પ્રિયંકાએ લુલ્લાને વચન આપ્યું હતું. તે સારો દેખાવ કરવા માટે ઘણી મહેનત કરે છે. આથી તે માત્ર આ ઇવેન્ટ માટે અમેરિકાથી છેક ભારત આવી હતી અને હવે તે તેના આગામી વિડિયોના શૂટિંગ માટે પછી ત્યાં ગઈ છે.''
આ લગ્નમાં અમિતાભ બચ્ચન, શાહરૃખ ખાન, કરણ જોહર, રિતેશ અને જેનેલિયા દેશમુખ, સંજય દત્ત અને માન્યતા દત્તે હાજરી આપી હતી.
આમિર ખાનને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તે શિકાગોમાં 'ધૂમ-થ્રી'ના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યો નહોતો. તેના સંતાનોની બીમારીને કારણે ફારાહ ખાને છેલ્લી ઘડીએ તેનો કાર્યક્રમ રદ કરવો પડયો હતો.
લગ્ન સમારંભમાં પફોર્મ કરવા માટે શાહરૃખ ખાનને રાજી કરવાનું કામ મુશ્કેલ છે. જાણવા મળ્યા પ્રમાણે આ માટે તે રૃા. બે કરોડ લે છે. આ પછી કેટરિના કૈફ અને કરીના કપૂર જેવી અભિનેત્રીઓને રૃા. ૩૫થી રૃા. ૪૫ લાખ જેટલા ગણી આપવાની તૈયારી રાખવી પડે છે. મલ્લિકા શેરાવત રૃા. ૨૫ લાખ લે છે. પરંતુ તે લોસ એન્જલસમાં રહેતી હોવાને કારણે તેને બિઝનેસ કલાસની ટિકિટ આપવી પડે છે અને 'મુન્ની બદનામ હુઈ' પછી મલાઈકા અરોરા ખાનની માંગ વધી ગઈ છે અને તે રૃા. ૧૨ લાખ જેટલા લેતી હોવાનું સંભળાય છે.
વેલ પ્રિયંકા ચોપરા એક ફંક્શન પોતાના પર્ફોમ દ્વારા લોકોને દિવાના બનાવ્યાં હતાં. જો કે પ્રિયંકાનો એક ફંકશનનો ભાવ એટલો છે કે પાર્ટીને ભારે પડી જાય.
જો કે પ્રિયંકા ચોપરાની છેલ્લાં આવેલી કેટલીક ફિલ્મ બોલિવૂડમાં ધૂમ કમાણી કરી છે. પરિણામે બોલિવૂડમાં આજે કરિના બાદની સૌથી વધુ કમાણી કરતી હીરોઇન છે. આટલી પ્રશંસા બાદ શા માટે પ્રિયંકા પોતાની કક્રેડિટ ઓછી થવા ન દે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved