Last Update : 08-October-2012, Monday

 

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે

 

ઘણીવાર આપણે આસપાસમાં નજર કરીયે ત્યારે ખ્યાલ આવે છે કે ઘણા બધા માનવીઓના દિલની દિવાલ એટલી જાડી થઈ ગઈ હોય છે કે તેમનામાં માનવતાનો સાદ પાડવામાં આવે તો પણ તે સ્વર દિલની જાડી દિવાલને અથડાઈને પાછો ફેંકાય છે પરંતુ તેને દિલ સુધી પહોંચવા દેતો જ નથી ! પરંતુ જ્યારે દિવાલ જ દિલ બની જાય ત્યારે 'સોનામાં સુગંધ ભર્યા' જેવો સુંદર-સુમેળ સધાતો જોવા મળે છે. લેટેસ્ટમાં બોલીવુડમાં આવો સુંદર-સુમેળ સધાતો નજરે પડી રહ્યો છે.
કદાચ તમને ખ્યાલ નહીં હોય પરંતુ 'શીરી ફરહાદકી નિકલ પડી'થી એક્ટીંગ ક્ષેત્રે ઝંપલાવનારી અને ઘણા ટીવી-શોમાં જજ બનેલી જોવા મળતી એક્ટ્રેસ-નિર્દેશકા ફરાહખાન જ્યારે ઘણી નાની હતી ત્યારે તેના પિતાની છત્રછાયા તેણે ગુમાવી દીધી હતી ! ફરાહખાનના પિતાનું નામ કામરાન ખાન હતું અને તેમણે લગભગ પંદરેક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. તેમની મોટાભાગની ફિલ્મો સ્ટન્ટ ફિલ્મો હતી તેથી તે જમાનામાં તેઓ સ્ટન્ટ ફિલ્મ-મેકર તરીકે જાણીતા બન્યા હતા. એવું જાણવા મળ્યું છે કે તેમણે છેલ્લે નિર્માણ કરેલી ફિલ્મ ''ઐસાભી હોતા હૈ'' ફિલ્મમાં ઘણા પૈસા ગુમાવ્યા હતા. ૧૯૮૫માં કામરાન ખાનનું અવસાન થયું હતું. આજકાલ ફરાહખાન પોતાના લોખંડવાલાના ઘરની એક આખી દીવાલ તેના પિતા-કામરાન ખાનની ફિલ્મોના પોસ્ટરોથી સજાવી તેમની સ્મૃતિ આજીવન તાજી રાખવાનું આયોજન કરી રહી છે. ગયા બુધવારે થયેલી વાતચીતમાં ફરહા બોલી કે, ''હું મારા ઘરની દીવાલને મારા પિતાની ફિલ્મના પોસ્ટરોથી શણગારવા માગું છું. જો કે આ કામ સરળ નથી કારણે તેમણે લગભગ પંદર જેટલી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. મેં પોસ્ટરો ભેગા કરવા અને તેની શોધ ચલાવવા જુની ફિલ્મોના પોસ્ટરો જ્યાં જ્યાં સચવાયેલા હોય એવી ઘણી બધી ઓફિસોના ખૂબ ચક્કરો માર્યા છે. મને પોસ્ટરો મળ્યા પણ છે પરંતુ તે ખૂબ જ જીર્ણ હાલતમાં છે. મારે પહેલા તે બધા પોસ્ટરોનું રિસ્ટોરેશન કરી તેઓને એન્લાર્જ કરી લેમિનેટ કરાવવા પડશે. આ એક એવી ચીજ છે જે મારા દિલની અત્યંત નજીક છે !''

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved