Last Update : 08-October-2012, Monday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૩ ઓકટોબર થી મંગળવાર ૯ ઓકટોબર સુધી

 

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલ છે. કુલ ૭૮ કાર્ડ દ્વારા ભાવિ ફળકથન કરવામાં આવે છે. જેમાં દરેક કાર્ડ પર રેખાંકન કરેલા ચિત્રનું અલગ અલગ અર્થઘટન થતું હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઇન્ટરનેટ પર ગુગલ પરથી મેળવી શકાય છે. ટેરટ કાર્ડ અને જયોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - ટેમ્પરન્સ પરી સમાન સ્ત્રી વ્યકિત જેના બંને હાથમાં પ્યાલીઓ રહેલી છે અને એક પ્યાલીમાંથી બીજી પ્યાલીમાં દૂધ કે પાણી જેવી પ્રવાહી વસ્તુને ઠાલવી રહેલી દર્શાવવામાં આવેલું ચિત્ર કોઇ સમસ્યામાં તમારે સમાધાનકારી વલણ અપનાવવાનું આવવા સૂચવી જાય છે. તા. ૩, ૭, ૮ શુભ.

 

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - જસ્ટીસ ન્યાય આપવાની મુદ્રામાં રાજાશાહી પોશાકમાં બેઠેલી વ્યક્તિનું દર્શાવવામાં આવેલું ચિત્ર કોઈ સમસ્યાના ઊકેલ માટે નોંધપાત્ર ઘટના બનવાનું સૂચવી જાય છે. દાંપત્ય જીવનમાં કોઇ મુશ્કેલી સર્જાયેલી હોય તો તેનો યોગ્ય ઊકેલ પ્રાપ્ત થઇ શકશે. તા. ૪, ૫, ૬, ૯ શુભ.

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - ધ વર્લ્ડ સ્ત્રી પુરુષનું વર્તુળાકારમાં વાદળો વચ્ચે આકાશમાં ઊપસાવાયેલું ચિત્ર દર્શાવાયેલુ તમારા માટે હવાઇ મુસાફરીનો યોગ ઉદ્‌ભવી શકવાનું સૂચવી જાય છે. વિદેશ જવા કાર્યવાહી કરી રહેલાઓને માટે સરળતા ઉદ્‌ભવશે. ખર્ચાઓ વઘુ પ્રમાણમાં થશે. તા. ૩, ૭, ૮ શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - ધ ટાવર ઊંચી ઇમારત સામે હાથમાં ભાલા જેવા સાધનને રાખી પસાર થઇ રહેલ એક શકિતશાળી વ્યકિતનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારા દ્રઢ સંકલ્પ દ્વારા નક્કી કરેલા ઘ્યેયમાં આગળ વધી શકવા સૂચવી જાય છે. યશ મેળવી શકશો. સ્થાન પરિવર્તન થઇ શકે. તા. ૩, ૪, ૫, ૬, ૯ શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - સ્ટ્રેન્થ સંિહની કેશવાળી બંને હાથે પકડી તેની પર બેસી સવારી કરી રહેલી વ્યકિતનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા અશક્ય જણાતા કામોને સરળતાપૂર્વક પરિપૂર્ણ કરી શકવાનું સૂચવી જાય છે. એકાદ ન ધરોલી અદ્‌ભૂત ઘટના બની શકે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૪, ૫, ૬, ૭, ૮ શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ધ ડેવિલ એક શયતાન જેવી વ્યકિત જેના હાથમાં બે માનવ વ્યક્તિનું દર્શાવામાં આવેલું ચિત્ર કોઇના દોરવાયા દોરવાઈ ન જવા અને મહત્વનાં નિર્ણયો લેવામાં તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવા સૂચવી જાય છે. અન્યથા કોઇની તાબેદારી તમારા માટે મુશ્કેલી ઊભી કરશે. તા. ૭, ૮, ૯ શુભ.

 

 

તુલા (ર. ત.) ઃ The World - ધ સ્ટાર નકશીદાર લાકડાની પેટી ખોલી કંઇક શોધી રહેલ એક સ્ત્રી વ્યક્તિનું દર્શાવામાં આવેલું ચિત્રતમારી કોઇ અગત્યની વસ્તુ, દસ્તાવેજ કે દાગીના ખોવાઈ ના જાય તે અંગે સાવચેતી રાખવા સૂચવી જાય છે. નાણાંકીય બાબતો અગત્યની બનવા પામશે. વાણી પર સંયમ જાળવવો હિતાવહ જણાવી શકાય. ૩. ૯, શુભ.

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - વ્હીલ ઓફ ફોર્ચ્યુન ભાગ્યચક્રનું ઉપર નીચે તરફ સરકી રહેલું ગોળાકાર વર્તુળનું દર્શાવામાં આવેલું ચિત્ર હાલમાં તમે પરિવર્તનમાંથી પસાર થઇ રહ્યાનું સૂચવી જાય છે. તમારા જીવનમાં નવાં ફેરફારો થવા ઉપરાંત નવાં અનુભવોમાં થઇ પસાર થવાનું આવશે. તા. ૩, ૪, ૫, ૬, શુભ.

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ધ મેજીસીયન જાદૂના સાધનો ગોઠવીને ડાબો હાથ ઊંચો રાખી કંઇક સમજાવી રહેલ જાદૂગર વ્યક્તિનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારી આવડત અને હોંશિયારી બતાવી શકો તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. તમારો આત્મવિશ્વાસ પ્રબળ બને તેવો પ્રસંગ બનશે. યશ મેળવી શકશો. તા. ૪, ૫, ૬, ૭, ૮, શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ધ ફૂલ આંખો પર પાટા બાંધને ચાલી રહેલી વ્યક્તિનું દર્શાવવામાં આવેલું ચિત્ર કોઈપણ કાર્ય અંગે નિર્ણય લેવા ઉતાવળા ન બનવા સૂચવી જાય છે નહિ તો પાછળથી પસ્તાવું પડે તેવી પરિસ્થિતિ સર્જાશે. સંતાનો સંબંધી નોંધપાત્ર નિર્ણય લેવાના આવશે. તા. ૭, ૮, ૯ શુભ.

 

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ડેથ કાળા બુરખામાં માત્ર બંને હાથના પંજા દેખાડતી વ્યક્તિનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા જીવનમાં હાલ નોંધપાત્ર પરિવર્તન ઉદ્‌ભવશે અને એકાદ નોંધપાત્ર કાર્યનો અંત આવવા સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૂઆત થશે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કામોમાં સરળતા રહેશે.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ધ સન ઊગતા સૂર્યનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારા આનંદ ઉત્સાહમાં વધારો થવાનું સૂચવી જાય છે. આત્મવિશ્વાસ દ્વારા અગત્યનાં કામોને ઊકેલી શકશો. નાણાંકીય દ્રષ્ટિએ નવાં ફેરફારો જોવા મળશે. કૌટુંબિક બાબતો માટે કોઇ મહત્વનાં નિર્ણયો લેવામાં આવશે. તા. ૪, ૫, ૬, શુભ.

 

- ઇન્દ્રમંત્રી

 

પાકિસ્તાનના વિદેશ મંત્રી હીના રબ્બાની ખારનો ગ્રહોની દ્રષ્ટિએ વર્તમાન સમય

 

અપ્રતિમ સૌંદર્ય ધરાવનાર ૩૪ વર્ષીય પાકિસ્તાનના વિદેશ મંત્રી હીના રબ્બાની ખાર અને પાકિસ્તાનના પ્રમુખ ઝરદારીના ૨૪ વર્ષીય પુત્ર બિલાવલ ભુટ્ટો વચ્ચેના પ્રેમ પ્રકરણ અહેવાલોએ તાજેતરમાં વિશ્વભરનું ઘ્યાન ખેંચ્યું છે. જયોતિષની દ્રષ્ટિએ હીના રબ્બાનીના વર્તમાન સમયનું અવલોકન કરતા જણાવી શકાય કે તેમનો જન્મ મુલતાન પાકિસ્તાનમાં ૧૯ નવેમ્બર ૧૯૭૭ના રોજ થયેલો છે. જેમની મકર લગ્નની જન્મ કુંડળીમાં કેન્દ્ર - ત્રિકોણના માલિક તરીકે યોગકારક શુક્ર કર્મ સ્થાને - દસમે સ્વરાશિ સ્થિત હોવાથી માલવ્યયોગ રચે છે અને નાની ઉંમરે રજાકીય કારકિર્દીમાં પ્રવેશ મેળવી યશ પ્રાપ્ત કર્યો છે. દેહસ્થાન સાથે યોગકારક શુક્રનો કેન્દ્ર યોગ અને દેહાધિપતિ શનિ પર ચંદ્રની સંપૂર્ણ દ્રષ્ટિ અને ગુરુ ચંદ્રના ત્રિકોણયોગથી અદ્‌ભૂત સૌંદર્ય મળેલું છે તથા ખૂબ જ સુખી કુટુંબમાં જન્મ હોઇ ભૌતિક સુખસગવડતાઓ પ્રાપ્ત થયેલી છે. જન્મકુંડળીના દાંપત્યજીવનના સ્થાનમાં પોતાની નીચની કર્ક રાશિમાં રહેલો મંગળ તથા સપ્તમેશ ચંદ્ર શનિની પ્રતિયુતિમાં હોવાથી રચાતો વિષયોગને લઇ પ્રેમ પ્રકરણ જેવી બાબતો ચર્ચાસ્પદ બનેલી છે અને વર્તમાન સમય દરમ્યાન લગ્નેશ શનિ પોતાની ઉચ્ચની તુલા રાશિમાં કર્મ સ્થાને સ્વરાશિ સ્થિત શુક્ર પર પસાર થઇ દસમી દ્રષ્ટિ દ્વારા સાતમા દાંપત્યજીવનના સ્થાનને જુએ છે. જેના કારણે પ્રણય સંબંધો જેવી બાબતો નોંધપાત્ર બનેલી છે અને શનિ-શુક્રના સંબંધોને લઇ ગુપ્ત બાબતો જાહેરમાં આવેલી છે. અગિયારમાં સ્થાને વૃશ્ચિક રાશિના ૩ અંશના સૂર્ય સાથે હાલમાં ગોચરનો રાહુ અંશાત્મક બનેલો હોવાથી તેમના માટે આક્ષેપના ભોગ બનવાનું આવેલું છે જે તેમની રાજકીય કારકિર્દીને અસરકર્તા નીવડી શકે તથા માર્ચ ૨૦૧૩ સુધી શુક્ર-શનિના થઇ રહેલા અંશાત્મક સંબંધો દાંપત્યજીવન / લગ્નજીવનમાં સમસ્યારૂપ બનવા ઉપરાંત ન ધારેલું પરિવર્તન હાલના જીવનમાં ઊભું કરાવશે. આગામી સમય દરમ્યાન વઘુ ચર્ચાસ્પદ બનશે.

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved