Last Update : 08-October-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૮-૧૦-૨૦૧૨ સોમવાર
નિજ ભાદરવા વદ આઠમ
આઠમનું શ્રાધ્ધ.
શનિ અસ્ત પશ્ચિમમાં
દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૪ મ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૨ મ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૦ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૨૨ મિ. (સૂ) ૭ ક. ૨૦ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.
જન્મરાશિ ઃ- આજે રાત્રે ૫ ક. ૫૪ મિ. (૨૯ ક. ૫૪ મિ.) સુધીમાં જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- આદ્રા સવારના ૧૦ ક. ૧૯ મિ. સુધી પછી પુનર્વસુ
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- કન્યા, મંગળ- વૃશ્ચિક, બુધ- તુલા, ગુરૃ- વૃષભ, શુક્ર- સિંહ, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- રાત્રે ૫ ક. ૫૪ મિ. સુધી મિથુન પછી કર્ક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ.આ/૧૬
માસ-તિથિ-વાર ઃ- નિજ ભાદરવા વદ આઠમને સોમવાર.
- આજે આઠમનું શ્રાધ્ધ છે. કાલાષ્ટમી. મહાલક્ષ્મી વ્રત સમાપ્ત.
- શનિ અસ્ત પશ્ચિમમાં. હવામાનમાં, બજારોમાં ફેરફારી, વરસાદ થાય?
- મહાપ્રભુજીના પ્રથમલાલજી શ્રી ગોપીનાથજીના લાલજી પુરસોત્તમજીનો ઉત્સવ. કોટા, મુરલીધરજીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૨૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૨૨ રોજ ગોવાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ કામકાજમાં સાનુકૂળતા- પ્રગતિ જણાય. સહકાર્યકરવર્ગ- નોકરચાકરવર્ગનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકો. આવક થાય.
વૃષભ ઃ આપને નોકરી-ધંધાના કામકાજ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. પરંતુ યાત્રાપ્રવાસમાં સાવધાની રાખવી પડે.
મિથુન ઃ આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ કરી શકો. સંયુક્ત ધંધામાં વૈચારિક મતભેદ છતાં કામ ઉકેલાવાથી આનંદ થાય.
કર્ક ઃ આપે કોર્ટ-કચરીના, રાજકીય-સરકારી કામકાજમાં સાવધાની રાખવી પડે. નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં ઉતાવળ ના કરવી.
સિંહ ઃ સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગનાના લીધે ચિંતા-ઉચાટ-ખર્ચ અનુભવાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને રાહત અનુભવો.
કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહો. આપના વિલંબમાં અટવાઇ પડેલા કામનો ઉકેલ લાવી શકો. મુલાકાત થાય.
તુલા ઃ નોકરી-ધંધાના કામકાજ અંગે યાત્રા-પ્રવાસે જવાનું થાય. અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે.
વૃશ્ચિક ઃ બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી. કોઇના દોરવાયા દોરવાઇ જવું નહીં. નુકસાનીથી સંભાળવું પડે.
ધન ઃ આપના ધાર્યા પ્રમાણેનું કામ કરવા માટે દોડધામ કરવી પડી. આપના શ્રમમાં વધારો થાય. પત્ની- સંતાનથી સાનુકૂળતા રહે.
મકર ઃ નોકરી-ધંધામાં હરિફવર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગની પીછેહઠ થવાથી આપ રાહત અનુભવો. કામ કરવાનો ઉત્સાહ વધે.
કુંભ ઃ રાજકીય- સરકારી કામમાં, કોર્ટ- કચેરીના કામમાં આપે વાણીની સંયમતા રાખવી. આવેશ- ઉશ્કેરાટ કરવો નહીં.
મીન ઃ કામકાજમાં રૃકાવટ- મુશ્કેલી અનુભવાય. આપના ધાર્યા પ્રમાણેનું કામ કરી શકો નહીં. માતૃપક્ષની ચિંતા સતાવ્યા કરે.

જન્મતારીખ વર્ષસંકેત
તા. ૮ ઓકટોબર
આજથી શરૃ થઇ રહેલા આપના આ જન્મવર્ષ દરમ્યાન આપે થોભો અને રાહ જુવોની નીતિ અપનાવવી. નોકરી-ધંધાના કે અન્ય કોઇપણ કામમાં ઉતાળવ કરવી નહીં. ભાગીદારીવાળા ધંધામાં, સંયુક્ત ધંધામાં દગા-વિશ્વાસઘાતથી આપે સંભાળવું. અન્યના ભરોસે રહી બધો જ વ્યવહાર ચલાવતા હોવ તો ન ઘરના કે ન ઘાટના જેવી પરિસ્થિતિમાં મૂકાઇ જાવ. હરિફવર્ગ- ઈર્ષ્યા કરનાર આપની મુશ્કેલીમાં વધારો કરવાના પ્રયત્નો કરે. રાજકીય-સરકારી દબાણ લાવવાના કે આપને સરકારી-ખાતાકીય તપાસમાં ફસાવી દેવાના પ્રયત્નો કરે. આકસ્મિક ખર્ચાઓને લીધે નાણાંકીય આયોજન ખોરવાઇ જાય. પરંતુ વર્ષનો ઉત્તરાર્ધ આપના માટે સારો રહે. સ્ત્રીવર્ગને પતિ-સંતાનની ચિંતા રહે. સાંસારિક જીવનમાં વાદ-વિવાદથી સંભાળવું પડે. વિદ્યાર્થીબંધુએ વર્ષારંભથી જ અભ્યાસમાં લાગી જવું.

 

સુપ્રભાતમ્

વિદ્યા વિનય આપનારી છે પણ તે જ જો અવિનય લાવે તો પોતાની માતા જ ઝેર આપે તેવું થાય, તો પછી આપણે શું કરીએ અને કોને કહીએ ?

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ પોતાના મિત્ર છગનને કહી રહ્યો હતો, 'કાલે તો મને બહુ માર પડયો.'
'કેમ શું થયું?' છગને પૂછ્યું.
'હું એક પાર્ટીમાં જમવા ઘુસી ગયેલો' લલ્લુએ કહ્યું, 'એમાં મને પૂછ્યું એટલે મેં કહ્યું કે હું વરરાજાની જાનમાં આવ્યો છું.'
'તો પછી?' છગને પૂછ્યું.
'તો પછી શું' લલ્લુએ કહ્યું, 'એ પાર્ટી બર્થ-ડે પાર્ટી હતી.'

[Top]
 

આજ ની રેસીપી

મોંમાં પાણી લાવતા મિષ્ટાન અને ફરસાણ

કોકો સ્પ્રેડ

 

સામગ્રી ઃ- ૧ લીટર દૂદ, ૩ ટે. સ્પૂન કસ્ટર્ડ પાવડર, ૫૦ ગ્રામ કોકો પાવડર, ૧૫૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ તાજા જરદાળું, ૬ નંગ બદામ, ૫૦ ગ્રામ ચેરી, ૩ ટે. સ્પૂન ક્રીમ, ૧ ટે. સ્પૂન, ન્યુટ્રામૂલ પાવડર, ૨ ટે.સ્પૂન જીંજર બિસ્કિટનો ભૂકો, ૨ ટે. સ્પૂન કોર્નફલેક્સનો ભૂકો. ચપટી દાલચીની, ૧ ટે. સ્પૂન હની (મધ)

 

રીતઃ- દૂધને ઉકાળો. આશરે ૫૦૦ મિ.લી. જેટલું દૂધ રહી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરી ઠંડુ થવા એક બાજુ મુકી દો.

 

દૂધ ઠંડુ થઈ જાય પછી તેને એક પહોળી ડીશમાં નાખો. એમાં બિસ્કીટ પાવડર નાખી ૧૫ મિનિટ રહેવા દો.

 

પછી દૂધમાં કસ્ટર્ડ પાવડર નાખી એમાં કોર્નફલેક્સ પાવડર મિક્સ કરો.

 

કોકો પાવડરમાં હની (મધ) અને ક્રીમ મિક્સ કરી પુડીંગના ઉપર પ્રસરીને નાખવું.

 

જરદાળુના પાતળા-લાંબા પીસેસ કરી દરેક પીસને કોકો પાવડરમાં બોળી લો. પછી આ કોકો પાવડર કોટેડ જરદાળુના પીસેસ ડીશના ચારે બાજુ સજાવીને મૂકો.

 

હવે ઓવનને ગરમ કરો. ઓવન ગરમ થઈ જાય પછી તેમાં ડીશ મૂકી ૩૦ મિનિટ સુધી (૧૬૫ એફ) રહેવા દો.

 

૩૦ મિનિટ પછી બહાર કાઢી તેમાં બદામ નાખી ઠંડુ પડવા દો. પછી ફ્રીજમાં રાખી દો. વેફર અથવા બિસ્કિટ સાથે સર્વ કરો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved