Last Update : 06-October-2012, Saturday

 

ચોથી ઋતુ ચૂંટણીની

 

દિવસે સ્વપ્ન જોવાની ટેવ ધરાવતાં પાત્રોનો સ્વપ્નભંગ કરીને તેમને વાસ્તવિકતામાં પાછા લાવવા માટે ચૂંટી ખણવાનો રિવાજ સાહિત્ય-લેખનમાં પ્રચલિત છે. ભારત જેવા લોકશાહી દેશમાં ચૂંટણી કંઇક એવું જ કામ કરે છેઃ ભલે થોડા સમય માટે, પણ ઘણા લોકો અને કેટલાક પક્ષોની તંદ્રા તૂટે છે. તેમનામાં સળવળાટ જણાય છે. ખરેખર કંઇ ન થાય કે ન થવાનું હોય તો પણ, 'આ વખતે કંઇક થશે' એવો તખ્તો જામે છે. ગુજરાતમાં થોડા સમયથી એવો માહોલ જામી ચૂક્યો હતો અને ચૂંટણીની તારીખોની જાહેરાતથી તેમાં વધુ ગરમાવો આવ્યો છે. ડિસેમ્બરની ૧૩ અને ૧૭ તારીખે બે તબક્કામાં યોજાનારી ચૂંટણી અને ડિસેમ્બર ૨૦ના રોજ પરિણામ- આવી ચૂંટણીપંચની જાહેરાત થઇ એ દિવસ રાજકીય ઉત્તેજનાથી ભરપૂર રહ્યો.
એક તરફ ચૂંટણીની સત્તાવાર જાહેરાત અને તેના કારણે લાગુ પડી જતી આચારસંહિતા, બીજી તરફ સોનિયા ગાંધીની ગુજરાત મુલાકાત દ્વારા ચૂંટણીપ્રચારનો સત્તાવાર પ્રારંભ અને ત્રીજી તરફ, ચૂંટણીની જાહેરાત સાથે ગજબનો યોગાનુયોગ સાધતાં અમદાવાદનાં છમકલાં- સમાચારોમાં આનાથી વધારે શું હોઇ શકે? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બરમાં આવતી હોવાનું પહેલેથી નક્કી હતું. એટલે સરકારને આચારસંહિતા લાગુ પડી જાય તે પહેલાં જાહેરાતો કરવાનો પૂરતો સમય મળ્યો અને સરકારે તેનો પૂરો ફાયદો પણ લીધોઃ મોંઘીદાટ અને જેની જરૃરિયાત વિશે ગંભીર શંકાઓ છે, એવો અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલનો પ્રોજેક્ટ કાગળ પર જાહેર થઇ ગયો, રાજકોટમાં બીઆરટી સીસ્ટમનું ઉદ્ઘાટન થઇ ગયું, કેટલાક જિલ્લાનાં વિભાજન કરીને નવા જિલ્લા રચવાની જાહેરાત કરી દેવાઇ.
આ બધાં 'રચનાત્મક'- કે 'વચનાત્મક'- કામની સાથોસાથ સરકારપક્ષે ખંડનકાર્ય પણ પૂરજોશમાં શરૃ થઇ ચૂક્યું હતું. સોનિયા ગાંધીની રાજકોટ મુલાકાતના બે-ત્રણ દિવસ પહેલાંથી ગુજરાતના મુખ્ય મંત્રીએ સોનિયા ગાંધીના વિદેશપ્રવાસના ખર્ચ વિશેના સવાલ ઉઠાવીને વમળો પેદા કર્યાં. બોલીને જીતી જવામાં પાવરધા ગણાતા ગુજરાતના મુખ્ય મંત્રીને આશા હશે કે સોનિયા ગાંધીએ અગાઉ તેમને 'મોતના સોદાગર' તરીકે ઓળખાવ્યા હતા, એવું કંઇક તે આ વખતે પણ ઉશ્કેરાઇને બોલી જાય. એવું થાય તો 'કેન્દ્ર વિરુદ્ધ ગુજરાત'ના રાજ્ય સરકારી રાહે ઊભા કરાયેલા તખ્તા પર ઊભા રહીને, મેદનીને રીઝવી શકાય.
પરંતુ સોનિયા ગાંધીએ ગુજરાતના મુખ્ય મંત્રીને વધુ એક અન્યાય કર્યોઃ તે ગુજરાતના અનેક પ્રશ્નો વિશે બોલ્યાં, કેન્દ્ર સરકાર દ્વારા રીટેલ ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણ આણવાને કારણે ખેડૂતોને થનારા ફાયદા અને ગુજરાતમાં ખેડૂતોને પડતી હાલાકી જેવા અનેક મુદ્દા તેમણે પ્રવચનમાં આવરી લીધા, પણ ગુજરાતના મુખ્ય મંત્રીનો નામોલ્લેખ સુદ્ધાં ન કર્યો. તેમના આરોપોનો જવાબ આપવાની તો દૂરની વાત છે. સોનિયા ગાંધીની આ ચેષ્ટાને રાજકીય અભ્યાસીઓએ ઉત્તમ પ્રકારના રાજકીય દાવ તરીકે ગણાવી. જૂની રંગભૂમિની શૈલીમાં નાટયાત્મક આરોહઅવરોહ સાથે સંવાદ બોલનારા નેતાને પોતાના પ્રવચનમાંથી કશો મસાલો ન મળે, તેનું સોનિયા ગાંધીએ ધ્યાન રાખ્યું. તેમની જાહેર સભામાં એકઠો થયેલો જનસમુદાય ચૂંટણીની જાહેરાતના દિવસે કોંગ્રેસને ચૂંટણીપ્રચારના સારા શુકન કરાવે એવો હતો. સાથોસાથ, સર્વેક્ષણો પણ શરૃ થઇ ગયાં અને પહેલા સર્વેક્ષણમાં ભાજપ માટે બહુમતી જાહેર કરવામાં આવી.
પરંતુ રાજકારણના ખેલાડીઓ જાણે છે કે વાસ્તવિક ચૂંટણી આડે હજુ સવા મહિના જેટલો લાંબો ગાળો બાકી હોય, ત્યારે અત્યારથી આગાહીઓ કરવી એ હવામાં તીર ચલાવવા જેવું ગણાય. તેનાથી ચેનલો પર સામસામી ચર્ચાઓ ગોઠવી શકાય અને ચૂંટણી સુધીનો સમય, બીજા મુદ્દા ન મળે તો પણ, સારી રીતે પસાર કરી શકાય. પરંતુ તેમાં લોકમિજાજ ભાગ્યે જ પ્રતિબિંબિત થતો હોય છે. અગાઉ ગુજરાતના મુખ્ય મંત્રી ઘણાં વિપરીત પરિણામ દર્શાવનારાં સર્વેક્ષણ ખોટાં પાડીને ચૂંટણીમાં વિજેતા બનેલા છે. એટલે રાજકારણના ગંભીર અભ્યાસીઓ માટે ચૂંટણી પહેલાં અને પછી બહાર પડતા વરતારા, ખાસ કરીને એ કેટલા ખોટા પડે છે એટલા પૂરતા વિશેષ રસના વિષય બને છે.
ગુજરાતમાં સતત બે વિધાનસભા ચૂંટણી જીત્યા પછી મુખ્ય મંત્રી સામે કંઇક ઠેકાણાસરનો પડકાર ઊભો થયો હોય એવું આ વખતે બન્યું છે. મુખ્ય વિરોધ પક્ષ ઉપરાંત ગુજરાતના રાજકારણમાં જેની સફળતા બહુ મર્યાદિત રહી છે એવો ત્રીજો પક્ષ પણ ઉમેરાયો છે. એ સિવાય બહુજન સમાજ પક્ષ, જનતા દળ (યુ), એનસીપી જેવા પક્ષો કેવી રીતે પોતાના ઉમેદવારો ઉતારે છે, તેના આધારે એ પક્ષો કોના મત તોડે, તેની ગણતરી મંડાશે. બેઠકોના બદલાયેલા સીમાંકનને કારણે પણ મતના ગણિત પર અસર પડશે. છતાં, સૌથી અગત્યની વાત એ છે કે હજુ સુધી આખી ચૂંટણીની ચર્ચાને પોતાના ભણી વાળી લે અને સાથોસાથ મતદારોને પણ એ તરફ ખેંચી લે એવો કોઇ મુદ્દો એકેય પક્ષ પાસે આજની તારીખે નથી. ધ્યેયસિદ્ધિ માટે એવા મુદ્દાની તલાશ એ આવનારા દિવસોમાં સંબંધિત તમામ પક્ષોનું મુખ્ય ધ્યેય બની રહેશે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved