Last Update : 06-October-2012, Saturday

 

મુલાયમ સિંહ વડા પ્રધાન બનવાની ઘેલછામાં કદાચ યુ.પી. ગુમાવી ન બેસે

અખિલેશ સિંહના બિન-અનુભવીપણા અને મુલાયમના પી.એમ. ડ્રીમથી લાંબા ગાળે માયાવતી ફાવી જશે

સૌથી વધુ વડા પ્રધાન આપનારા રાજ્ય ઉત્તર પ્રદેશના ટૂકડા થયા છતાં ત્યાંના રાજકારણીઓમાં વડા પ્રધાન બનવાની મહત્વાકાંક્ષી જીદી ચેપી રોગની જેમ હટવાનું નામ જ લેતી નથી. ગઈ કાલે માયાવતીએ વડા પ્રધાન બનવાની એમાંથી લેશમાત્ર બોધપાઠ લેવાને બદલે આજે મુલાયમ સિંહ યાદવ પણ લખનઉને બદલે નવી દિલ્હી તરફ મોઢું રાખીને ખુલ્લી આંખે વડા પ્રધાન બનવાના સપનામાંથી જાગતા નથી.
અત્યારે મનમોહન સિંહની યુપીએ સરકારની નબળાઈનો લાભ લઈને રાષ્ટ્રીય મસીહા બનવા તલપાપડ મુલાયમ સિંહને ભલે દિલ્હી નજીક લાગતું હોય, પણ ક્યાંક લખનઉ બહુ દૂર ન થઈ જાય. બેવડી રમત રમીને મુલાયમ ભલે મનમાં હરખાતા હોય પણ આ ખેલ બેધારી તલવાર જેટલો જોખમી છે. આનાથી તેમની વિશ્વસનીયતા સાથે વૉટ-બેન્કને પણ જોખમી ઘસારો પહોંચી રહ્યો છે. એક તરફ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો કેન્દ્ર સરકારને વિવાદાસ્પદ આર્થિક પગલાં માટે દબડાવી રહ્યાં છે, જ્યારે બીજી તરફ કોમવાદી પરિબળો અર્થાત ભાજપ એન્ડ કંપનીને કેન્દ્રમાં સત્તાથી દૂર રાખવા માટે મનમોહન સિંહ સરકારને ટેકો પણ આવતા રહે છે.
યાદવે આવું જ વલણ રાષ્ટ્રપતિપદની ચૂંટણી વખતે અપનાવ્યું હતું. ફાયરબ્રાન્ડ મમતા બેનર્જી સાથે યુતિ કર્યાની વાજતેગાજતે જાહેરાત બાદ રાતોરાત તેમણે રંગ બદલીને યુપીએના પ્રણવકુમાર મુખર્જી ઉપર પસંદગીનો કળશ ઢોળીને આશ્ચર્ય સર્જ્યુ હતુંઃ જો યુપીએ સરકાર હજી વિવાદાસ્પદ આર્થિક સુધારાના મામલામાં આગળ વધશે અને મુલાયમ સિંહ 'કભી સાથ મે-કભી સામને'ની નીતિ અપનાવશે તો રાજકારણી તરીકેની વિશ્વસનીયતા ગુમાવવા સાથે હાસ્યાસપદ પણ બનશે. ડીઝલના ભાવમાં વધારા અને રિટેલમાં એફ.ડી.આઈ.ને મંજૂરીના વિરોધમાં રસ્તા પર ઉતારનારો માણસ યુપીએ સરકારને ટેકો કેવી રીતે આપી શકે? આ વાત સામાન્ય જનતાને સમજાતી નથી. ઉત્તર પ્રદેશમાં સરકાર ટકાવી રાખવા માટે પણ મુલાયમને કંઈ કોંગ્રેસની કાખઘોડીની જરૃર નથી.
મોટા ભાગના પક્ષના નેતાઓ હાલ મધ્યસત્ર ચૂંટણી માટે કદાચ તૈયાર નથી પણ આ કામ માટે મુલાયમ સિંહે આગળ આવીને વિચિત્ર સ્થિતિમાં શા માટે મૂકાવું જોઈએ? આશ્ચર્યની વાત તો એ છે કે મુલાયમ પોતાના કટ્ટર હરીફ માયાવતી સાથે થયેલી ઘટનાઓને જાણતા-અજાણતા દોહરાવી રહ્યાં છે. પહોંચી જાઓ ચાર વર્ષ અગાઉના ફલેશબેકમાં (ભારત-અમેરિકા અણુકરારને મામલે ડાબેરી મોરચાએ સમર્થન પાછું ખેંચી લેતા યુ.પી.એ. વનની સરકાર એકદમ ધૂ્રજી ગઈ હતી. આ સ્થિતિમાંથી માયાવતીને વડાં પ્રધાન બનવાની એવી મધમધતી સુગંધ આવી કે લખનઉ છોડીને એકદમ દિલ્હી દોડી ગયા હતા.
રાજ્ય વિધાન સભાની ચૂંટણીમાં મળેલા જવલંત વિજયને લીધે હવામાં ઊડતા માયાવતીએ ત્યારની મનમોહન સિંહ સરકારને ઉથલાવવા રીતસરનું 'હલ્લા બોલ' કર્યું હતું. અમુક ડાબેરી નેતાઓ ઉપરાંત કેટલાંક પક્ષો પણ માયાવતીના આ બંડમાં સામેલ થઈ ગયા હતા. માયાવતી જાણે અસ્તિત્વ ન ધરાવતા ત્રીજા મોરચાના નેતા અને વડાં પ્રધાન પદના ઉમેદવાર બની ગયા. ખરેખર આનાથી મનમોહન સિંહ સરકાર હચમચી સુધ્ધાં ગઈ પણ સોદાબાજીના જોરે ટકી ગઈ અને વિશ્વાસનો મત યેનકેન પ્રકારણે જીતી ગઈ.
આ સાથે જ માયાવતીનું વડા પ્રધાન બનવાનું સુંદર શમણું ધરાશાયી થઈ ગયું. ત્યાર બાદ માયાવતી માટે કપરો સમય શરૃ થયો. વડા પ્રધાન બનવાની દોડધામમાં કરાયેલી ઉત્તર પ્રદેશના વહિવટની અવગણનાની આકરી કિંમત ૨૦૦૯ની લોકસભાની ચંૂટણીમાં કંગાળ દેખાવથી ચૂકવવી પડી. આનાથી રાજ્યમાં એમના પ્રભાવમાં આવેલા ઓટનું બોલકુ પ્રમાણ મળ્યું અને એની પરાકાષ્ઠા મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટી સામે વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારમાં આવી.
આવો આંખ ઉઘાડતો દાખલો નજર સામે છે, પોતે એ ભૂલના સૌથી મોટા લાભકર્તા છે. છતાંય 'નેતાજી' એ જ કળણમાં ખૂંપી રહ્યાં હોય એવું લાગે છે. મુલાયમ સિંહ યાદવ પોતે મુખ્ય પ્રધાન ન બન્યા અને પુત્ર અખિલેશની તાજપોશી કરી.
આ કારણસર સગાભાઈથી લઈને સમાજવાદી પાર્ટીના સીનિયર નેતાઓ સમસમીને બેઠાં છે. એમણે એક સમયના ટ્રમ્પ-કાર્ડ અમરસિંહએ પણ એકદમ હડધૂત કર્યા છે. આ બધા મોકાની રાહમાં છે એ કહેવાનું હોય?
અખિલેશ યાદવનું બિનઅનુભવીપણું અત્યાર સુધી છાનું રહ્યું નથી. અખિલેશ સરકારના છ મહિનાના શાસનની અંદર છે રમખાણથી જનતા નારાજ છે, દુઃખી છે. આવા મુશ્કેલ સમયમાં મુલાયમની નજર, ધ્યાન અને પ્રેમ અન્યત્ર હોવાથી મુલાયમના મતદારો રાજી ન જ હોય. સમાજવાદી પાર્ટીને ફરી સત્તા સોંપવામાં મુખ્ય પરિબળ બ્રાહ્મણો અને મુસલમાન મતદાતા હતા. છાશવારે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થવાથી આ બધાને માયાવતી વહિવટીતંત્રની આકરી શિસ્તની હવે યાદ આવી રહી છે. માયાવતીએ ભાજપને ભાગીદાર તરીકે રાખીને પણ પોતાનું રક્ષણ કર્યું હતું એ વાત મુસલમાનોને પણ સાંભરે છે.
વર્ષોથી રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય ખેલાડીઓ સંજોગવશાત નબળા પડે ત્યારે રાજ્ય સ્તરના નેતાઓ ક્ષણભંગુર-ભ્રામક રાષ્ટ્રીય મોભો આંચકી લે છે. પરંતુ પછી તેમનું દેવગોવડા થવામાં લેશમાત્ર સમય લાગતો નથી.
મુલાયમ સિંહ યાદવે સમયસર સમજીને ઉત્તર પ્રદેશમાં વહિવટ, પુત્રની સરકાર અને સમાજવાદી પાર્ટી પર વધુ ધ્યાન આપવાની જરૃર છે. નહિતર માયાવતી ટાંપીને જ બેઠા છે. મુલાયમની 'ચલો દિલ્લી' ઘેલછાથી આજે કે કાલે સૌથી વધુ ફાયદો માયાવતીને થવાનો છે. ઉત્તર પ્રદેશમાં આજની તારીખે કોંગ્રેસ કે ભાજપનું ઝાઝુ ઉપજે એમ નથી.
મુલાયમ સિંહ વડા પ્રધાન બનવા માટે દોડાદોડી કરી રહ્યાં છે? કે પછી મુખ્ય પ્રધાન માયાવતીને તાસક પર ધરી દેવા માટે દોડધામ કરી રહ્યાં છે? આ તો ફિલ્મકાર પ્રિયદર્શનની સફળ કોમેડીમાં સસ્પેન્સ થ્રીલરની છાંટ જેવંુ લાગે છે. અંત ખબર છે પણ કલાઈમેક્સમાં મની આવવાની જ. દેખતે રહો ૨૦૧૪ કે ચુનાવ તક...

Share |
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved