Last Update : 06-October-2012, Saturday

 

'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ

- ફેસલિફટ ચારથી પાંચ વર્ષ ટકે છે. ચહેરાની લબડી પડેલી ત્વચાને ચોક્કસ પ્રકારના થ્રેડ વડે ઉપર ખેંચી લઈને ચામડીેને ફરી યુવાન બનાવવાની સારવાર એટલે ફેસલિફટ.

સદા યુવાન રહેવાના અભરખામાં સ્ત્રીઓ હંમેશા પુરુષો કરતાં મોખરે રહી છે. બજારમાં મળતી સંખ્યાબંધ ક્રીમ, બોટોક્સ, ફિલર જેવા વિવિધ નુસખાઓ બાદ છેલ્લા કેટલાંક સમયથી ફેસલિફટ ટ્રીટમેન્ટ પ્રચલિત બની છે, પરંતુ હવે આ સારવારમાં પણ એક પગલું આગળ ગણી શકાય એવી શિલહટ ફેસલિફટ અથવા ફેધર લિફટ પદ્ધતિ લોકપ્રિય બની રહી છે. ચહેરાની લબડી પડેલી ત્વચાને ચોક્કસ પ્રકારના થ્રેડ વડે ઉપર ખેંચી લઈને ચામડીેને ફરી 'યુવાન' બનાવવાની સારવાર એટલે ફેસલિફટ.
તાજેતરમાં દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દેશની સૌપ્રથમ શિલહટ ફેસલિફટ સારવાર એક બિનનિવાસી ભારતીય મહિલા પર કરવામાં આવી હતી. અમેરિકામાં આ ટેકિનક ચારેક મહિના અગાઉ શરૃ થઈ હતી. મેક્સ હોસ્પિટલના 'પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રકશન સર્જરી' વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડો. સુનીલ ચૌધરી જણાવે છે કે ચોક્કસ પ્રકારના ગાંઠવાળા અને કોનવાળા દોરા વડે આ અત્યાધુનિક ફેસલિફટની સારવાર કરવામાં આવે છે. ચહેરાના જે ભાગની ચામડી લબડી પડી હોય ત્યાં બારીક રેખા દોરવામાં આવે છે. ત્યાર પછી ત્યાં વાળ જેવો પાતળો કાપો મુકીને અર્ધગોળાકાર સોય વડે આ ખાસ પ્રકારનો દોરો માંસલ ભાગમાં દાખલ કરવામાં આવે છે. દોરામાં રહેલા કોન એકદમ ફલેક્ઝિબલ હોય છે તેથી તે સરળતાથી અંદર પ્રવેશી જાય છે. ત્યાર બાદ આ દોરાને જરૃરિયાત મુજબ ખેંચી લઈને સોય પાછી કાઢી લેવામાં આવે છે. થોડાં અઠવાડિયા પછી દોરામાં રહેલા કોન અંદર શોષાઈ જઈને ફાઈબ્રોસિસ પેદા કરે છે. પરિણામે ચહેરા નીચે રહેલાં પેચ સમથલ બની જાય છે. આને પરિણામે એ વાતની પણ ખાતરી થઈ જાય છે કે દોરો યોગ્ય રીતે તેના સ્થાને ગોઠવાઈ ગયો છે. આ સારવાર પાંચેક વરસ ટકે છે. ચહેરાની ત્વચાને ઊંચકવા માટે જરૃરી હોય એટલા દોરા વાપરવામાં આવે છે. એક જોડી દોરાની કિંમત તેરથી ચૌદ હજાર રૃપિયા જેટલી થાય છે. સંબંધિત એનઆરઆઈ મહિલા માટે છ દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રણથી ચાર દિવસના હોસ્ટિપલના રહેઠાણ અને દોઢ લાખ રૃપિયાના ખર્ચ પછી પંચાવન વર્ષની આ પ્રૌઢાની ઢીલી પડી ગયેલી ત્વચા ફરી પાછી 'યુવાન' બની ગઈ હતી.
ડૉ. ચૌધરી કહે છે કે ફેસલિફ્ટિંગ માટે અત્યાર સુધી જે દોરો વાપરવામાં આવતો હતો તે સાદો હતો. એટલે કે તેમાં ગાંઠ કે કોન નહોતા. આ પરંપરાગત દોરાથી કરવામાં આવતું ફેસલિફટ ચારથી પાંચ વર્ષ ટકે છે. જ્યારે શિલહટ પદ્ધતિથી આપવામાં આવેલી સારવારનું આયુષ્ય પાંચથી દસ વર્ષનું છે. આ ઉપરાંત જુની પદ્ધતિમાં એક પખવાડિયા સુધી રક્ત પરિભ્રમણ થતું નથી, જ્યારે અત્યાધુનિક પદ્ધતિમાં ત્વચા નીચે દાખલ કરવામાં આવેલા દોરાની સંખ્યા મુજબ પોણા કલાકથી દોઢ કલાકમાં લોહીનું પરિભ્રમણ શરૃ થઈ જાય છે.
આમ છતાં આ સારવાર નિષ્ણાત તબીબ પાસેથી જ કરાવવાનો આગ્રહ રાખવાની સલાહ આપતાં તેઓ વધુમાં કહે છે કે નહીં તો તમારા ચહેરાની અંદર રીતસર દોરા લટકતા હશે એની ખબર પડી જશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved