Last Update : 06-October-2012, Saturday

 
દિલ્હીની વાત
 

વિધાનસભા ચૂંટણી ઃ સુધારા માટે તેજાબી ટેસ્ટ
નવી દિલ્હી,તા.૪
વરિષ્ઠ કોંગી નેતાઓના મતે ગુજરાત અને હિમાચલ પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી વડાપ્રધાન દ્વારા સુધારાને અપાઈ રહેલા વેગ માટે તેજાબી ટેસ્ટ બની રહેવાની છે. ખાસ તો રીટેઈલમાં એફડીઆઈ એલપીજી સબસીડીના મુદ્દા જે રીતે હાથ ધરાયા છે એ જનતાને સ્વીકાર્ય છે કે કેમ એની જાણ આ ચૂંટણી દ્વારા થઈ રહેશે. અલબત્ત, જે તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નો તો ચૂંટણીમાં અસરકર્તા બનવાના જ હોય. એમના પક્ષે ચૂંટણી પરિણામોના વિશ્લેષણ પછી ભવિષ્યનો કાર્યક્રમ નક્કી કરશે. ચૂંટણીને આધીન બંને રાજ્યો ભાજપશાસિત હોઈ કોંગ્રેસ સામેનો પડકાર વધુ મોટો છે.
મોદીની માગથી ભાજપ મોવડીઓ ગૂંચમાં
ભાજપની કેન્દ્રીય નેતાગીરી ગૂંચવાડામાં છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલો એક પત્ર આ ગુંચનું મૂળ છે. મોદીએ પત્રમાં પક્ષના કાર્યકરો અને અન્ય સ્થળોના નેતાઓની મદદ માગી છે. ઈ.સ. ૨૦૦૨ના ગોધરાકાંડ પછી યોજાયેલી ચૂંટણીને બાદ કરતા મોદીએ એમના ચૂંટણી અભિયાનમાં અન્ય રાજ્યોના નેતાઓને મહત્વ આપ્યુ નથી. એ પોતાની કાર્યશક્તિના જોરે ચૂંટણી લડતા રહ્યા છે અને જીતતા રહ્યા છે. પક્ષના કેટલાક નેતાઓના મતે અન્ય રાજ્યોના નેતાઓ અને કાર્યકરોની ઉપસ્થિતિથી પરિણામોમાં ખાસ ફેર નહિ પડે, પરંતુ પક્ષમાં એવા નેતાઓ પણ છે, જેમને લાગે છે કે અન્ય રાજ્યોના નેતાઓને આમંત્રણ આપીને મોદી અન્ય રાજ્યોમાં પોતાનું નેટવર્ક ઉભુ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રયાસ એમને એમની વડાપ્રધાનપદ હાંસલ કરવાની મહત્વાકાંક્ષાને સિધ્ધ કરવામાં મદદરૃપ પુરવાર થશે.
ભાજપ હિમાચલમાં પરંપરાને તોડી શકશે?
હિમાચલ પ્રદેશમાં દર પાંચ વર્ષે સરકાર બદલાતી રહેવાની પરંપરા રહી છે. આથી દરેક હોઠ પર આ સવાલ રમે છે ઃ 'ભાજપ આ વખતે આ પરંપરા તોડી શકશે?'' આ જ પરંપરા ધરાવતા પંજાબમાં અકાલી દળે ગત ચૂંટણીમાં સતત બીજીવાર મતપેટીઓનું યુધ્ધ જીતી બતાવીને આ પરંપરા તોડી છે. જો કે હિમાચલ પ્રદેશના ભાજપ આડે અવરોધો અનેક છે. એ ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવવા માગે છે. કારણ કે મુખ્ય પ્રધાનના પદ માટેના કોંગી નેતા વીરભદ્ર સિંઘે ભ્રષ્ટાચારના આક્ષેપોના લીધે કેટલાક માસ અગાઉ કેન્દ્રીય પ્રધાનપદ છોડવુ પડયુ હતું, પરંતુ ભાજપની સમસ્યા એ છે કે એના વર્તમાન મુખ્ય પ્રધાન પ્રેમકુમાર ધુમ્મલ પણ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં અટવાયેલા છે.
મમતા એમનું વિચાર વ્યક્તિત્વ બદલશે?
પશ્ચિમ બંગાળના નિરીક્ષકો ગૂંચવાડામાં હોવાનું જણાય છે. કારણ એ છે કે કૃણમુલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી ગલીઓમાં લડતા બળવાખોરની કામગીરી સાથે રાષ્ટ્રીય ભુમિકા અદા કરવા માગે છે. એમણે તાજેતરમાં દિલ્હીમાં યોજેલી એફડીઆઇ વિરોધી રેલી આનું તાજું ઉદાહરણ છે. આ રેલીમાં મમતા બેનર્જીએ પોતે ગઇ કાલ સુધી જેની સાથે સત્તામાં ભાગીદાર હતાં એ યુપીએ સરકારને પેટ ભરીને ભાંડી હતી. નિરીક્ષકો આશ્ચર્ય વ્યક્ત કરે છે કે મમતાએ ઇ.સ. ૨૦૧૧ માં મુખ્ય પ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો એના ત્રણ દાયકા અગાઉથી એમના પોતાના રાજ્યમાં અટવાયેલા રહેલા પ્રશ્નો ભણી ગંભીર કયારે બનશે? રાજ્યની પરિસ્થિતિમાં લાવવો જરૃરી બદલાવ મમતાના વલણ અને વૈચારિક પ્રતિભામાં પરિવર્તન વિના શક્ય નથી.
બ્રાર વિ. બાદલ
ઇ.સ. ૧૯૮૪ માં શીખ ત્રાસવાદીઓ સામે બ્લુસ્ટાર ઓપરેશન હાથ ધરનાર લેફ્ટેનન્ટ જનરલ (નિવૃત્ત) કે.એસ. બ્રાર ઇંગ્લેન્ડમાં થયેલા હુમલા સામે ટકી જઇને ભારત આવી ગયા છે. નિષ્પક્ષ નિરીક્ષકો કહે છે કે આ હુમલો પંજાબના પ્રકાશસિંઘ બાદલની અકાલી સરકાર માટે જાગૃતિનો ઘંટ છે. તાજેતરમાં ઉદામવાદી તત્વોની માંગણીઓને તાબે થઇને મુખ્ય પ્રધાને, ત્રાસવાદ ગ્રસ્ત પંજાબમાં શાંતિની સ્થાપના માટેના એક મુખ્ય કાર્યકર એવા પૂર્વ મુખ્ય પ્રધાન બિઅંત સિંઘના હત્યારા બળવંતસિંઘ રોજોઆના વતી દયાની અરજી ફાઇલ કરી છે. નિષ્પક્ષ નિરીક્ષકોનાં મતે બાદલ સરકાર રાજ્યમા યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં જીતીને સતત બીજીવાર સત્તામાં આવી છે. પંજાબમાં આવું અગાઉ બન્યું નથી. સરકાર વિકાસ માટે આપેલું વચન પાળશે, એમ તેઓ પૂછે છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved