Last Update : 06-October-2012, Saturday

 

પાકિસ્તાન ટી-૨૦ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાતા ભૂતપૂર્વ ખેલાડીઓમાં રોષ
પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ

રઝાકને ના રમાવાનો નિર્ણય ભારે પડયો ઃ કાદીર

લાહોર,તા.૫
શ્રીલંકા સામેના ધબડકા બાદ ટી-૨૦ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયેલા પાકિસ્તાનના કેપ્ટન હાફિઝ અને કોચ વોટમોરની હકાલપટ્ટી કરવાની માગ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો કરી રહ્યા છે. કાદીર, યુનુસ ખાન સહિતના પૂર્વ ક્રિકેટરો માને છે કે કેપ્ટન અને કોચના અયોગ્ય નિર્ણયો અને ટીમના સિલેક્શનમાં કરેલા છબરડા જ પાકિસ્તાનને શ્રીલંકા સામેની સેમિ ફાઇનલમાં ભારે પડયા હતા અને તેઓ સેમિ ફાઇનલમાંથી બહાર ફેંકાયા હતા.
પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર કાદીરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામેના સારા દેખાવ છતાં રઝાકને સેમિ ફાઇનલમાં ના રમાડવાનો નિર્ણય સમજાય તેવો નથી. તેના જેવા સિનિયર ખેલાડીને ટીમ મેનેજમેન્ટે યોગ્ય રીતે સાચવ્યો નહતો અને આખરે અમારી ટીમ બહાર ફેંકાઇ હતી. ટીમ મેનેજમેન્ટે બેટિંગ ઓર્ડર નક્કી કરવામાં પણ મોટી ભુલો કરી હતી. ભૂતપૂર્વ કેપ્ટન યુનુસ ખાને પણ કેપ્ટન અને કોચની ઝાટકણી કાઢતાં કહ્યું હતુ કે, ટીમ પસંદગી યોગ્ય રીતે કરવામાં આવી હોત તો પરિણાંમ જુદુ જ આવત. જયવર્દનેએ અસરકારક રીતે ટીમનું નેતૃત્વ કર્યું અને તેની સામે હાફિઝ સાવ પ્રભાવહીન જણાતો હતો. નઝીર પણ તેને મળેલી તક ઝડપી શક્યો નથી.ભૂતપૂર્વ કેપ્ટન આમીર સોહેલે કહ્યું કે, આપણે બધાએ કેપ્ટન તરીકે હાફિઝ પાસેથી સારા પરિણાંમ માટે થોડી ધીરજ રાખવી જોઇએ. જોકે ટીમની પસંદગીમાં મેનેજમેન્ટે ઘણા મોટા બ્લન્ડર કર્યા હતા. શફિક જેવા સારા બેટ્સમેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહતો. તેને પહેલી જ મેચથી રમાડવાની જરૃર હતી.
ઝહીર અબ્બાસે કેપ્ટન હાફિઝના ખોટા નિર્ણયો ગણાવતા કહ્યું કે, તેણે રઝાકને ટીમમાં ના સમાવીને મોટી ભુલ કરી હતી. આ ઉપરાંત તેણે કામરાન અકમલને ઓપનીંગમાં મોકલવાની જરૃર હતી. જો તેણે આ બે ભુલો ના કરી હોત તો મેચનું પરિણાંમ કંઇક અલગ જ આવે તેવું હતુ.
પૂર્વ ક્રિકેટર બાસીત અલીએ તો આફ્રિદીને નિવૃત્તિ લઇ લેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, આખી ટુર્નામેન્ટમાં તે ફ્લોપ રહ્યો છે અને મને લાગે છે કે હવે તેણે નિવૃત્તિ લઇને વિદેશમાં ટ્વેન્ટી-૨૦ લીગ રમવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. મોઇન ખાને કહ્યું કે, આટલો ઓછો સ્કોર પાકિસ્તાન ચેઝ ના કરી શકતાં હું નિરાશ થયો છું. કેપ્ટન, ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓમાં કોઇ પ્રકારનું કોમ્બીનેશન દેખાતુ જ નહતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved