Last Update : 06-October-2012, Saturday

 

ઈંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન આખરી વિચારણાં હાથ ધરશે
આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

ગાવસ્કરે મારી ઘણી પ્રસંશા પણ કરી છે છતાં મીડિયા નેગેટિવ બાબતોને ઉછાળ્યા કરે છે ઃ નિવૃત્તિના નિર્ણયનો આધાર ફિટનેસ પર પણ રહેશે

નવી દિલ્હી,તા.૫
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૩ વર્ષની લાંબી મજર પુરી કરવાના આરે આવેલો ભારતના લેજન્ડરી બેટ્સમેન તેંડુલકરે હવે નિવૃત્તિ અંગે વિચારણાં શરૃ કરી દીધી છે. તેંડુલકરે સૌપ્રથમ વખત કહ્યું હતુ કે, તે આવતા મહિને યોજાનારી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ તેના ભાવિ આયોજનનું પુનઃમૂલ્યાંકન કરશે અને ત્યાર બાદ કોઇ નિર્ણય લેશે. છેલ્લા કેટલાક સમયથી તેંડુલકરની ઊંમર વધવાની સાથે તેનો દેખાવ કથળ્યો છે અને ટીકાકારો તેને નિવૃત્તિ લેવાની સલાહ આપતાં રહ્યા છે. બ્રેડમેન બાદ ક્રિકેટ જગતમાં સૌથી વધુ પ્રભાવશાળી ક્રિકેટર તરીકેની ઓળખ ઉભી કરનારા તેંડુલકરે મોટાભાગના રેકોર્ડ તેના નામે કરી લીધા છે.
હૃદય કહેશે ત્યારે નિવૃત્તિ લઇશ
૩૯ વર્ષની ઊંમરે પહોંચેલા તેંડુલકરે એક મુલાકાતમાં સ્પષ્ટ કર્યું હતુ કે, હું તત્કાળ નિવૃત્તિ લઇ લઈશ તેવું નથી. મારામાં હજુ કેટલું ક્રિકેટ બાકી છે તેની મને ખબર નથી. જો કે આજે પણ હું જ્યારે ભારત તરફથી રમવા માટે મેદાન પર ઉતરૃ છું ત્યારે મને ખુબ જ આનંદ થાય છે. હું મારી રમતને માંણુ છું અને જ્યાં સુધી મારૃ હૃદય કહેશે ત્યાં સુધી હું રમતો રહીશ. પોતાની નિવૃત્તિ અંગે ખુલીને વાત કરતાં તેંડુલકરે કહ્યું કે, આશરે ૨૩ વર્ષ સુધી ક્રિકેટ રમતાં રહ્યા બાદ જ્યારે નિવૃત્તિનો નિર્ણય લેવાનો હોય છે ત્યારે તે સમય અત્યંત કપરો હોય છે.
નિવૃત્તિનો નિર્ણય ફિટનેસ પર પણ આધારિત
તેંડુલકરે કહ્યું કે, હું હવે ૩૯ વર્ષનો થયો છું અને મને નથી લાગતુ કે મારામાં હવે વધુ ક્રિકેટ બાકી હોય પણ જો કે નિવૃત્તિનો નિર્ણય મારા ક્રિકેટ અંગેના વિચારવાની દિશા અને મારી ફિટનેસ પર આધારિત રહેશે. જ્યારે મને લાગશે કે હું મારી ક્ષમતા પ્રમાણેનો દેખાવ કરી શકતો નથી ત્યારે હું મારા ભાવિ આયોજનો અંગે ફેરવિચારણા કરીશ. મારી ઊંમર થઇ છે અને કોઇએ એવી અપેક્ષા ના રાખવી જોઇએ કે હું હંમેશા રમતો જ રહીશ. તેંડુલકર હવે ૧૫મી નવેમ્બરથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેશે. જેની પ્રથમ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે.
ગાવસ્કરે મારી પ્રસંશા પણ કરી છે !
તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં તેંડુલકર ત્રણ વખત ક્લિન બોલ્ડ થયો હતો. જે પછી ગાવસ્કરે પણ ચિંતા સાથે જણાવ્યું હતુ કે, તેંડુલકરની રમત પર ઉંમરની અસર વર્તાઇ રહી છે. જે અંગેના પ્રશ્નના જવાબમાં તેંડુલકરે કહ્યું કે,ગાવસ્કરે મારા વિશે ઘણી પ્રસંશા પણ કરી છે. ઘણી વખત પોઝિટીવ ફિડબેક પણ મળતું રહ્યું છે છતાં મીડિયામાં સતત નેગેટીવ બાબતો ઉછાળવામાં આવે છે. આખરે તો હું આઉટ થયો તે વાસ્તવિકતા છે. હું મારા વિશે લખાયેલા એક જ આર્ટિકલને વળગી રહું તેવો નથી. હું મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરીને સુધારાનો પ્રયાસકરતો રહું છું.
મારી રિફ્લેક્સીસ ધીમા થયા છે
તેંડુલકરના રિફ્લેક્સીસ ધીમા થયા છે તેવી ટીકાકારોની દલીલને સ્વીકારતાં તેંડુલકરે કહ્યું કે, આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે.
હું જ્યારે ૧૯૯૮-૯૯માં સર ડોન બ્રેડમેનને મળ્યો હતો ત્યારે તેમણે મને કહ્યું હતુ કે, બેટ્સમેનની ક્ષમતા ૩૦ વર્ષની ઊંમર બાદ બદલાય તે સ્વાભાવિક છે.
મેં તો ૩૦ વર્ષ પુરા કર્યા બાદ નવ વર્ષ સુધી સારો દેખાવ કર્યો હતો. જેમ જેમ ઊંમર વધે તેમ તેમ વ્યક્તિની ઝડપમાં ઘટાડો થાય તે સ્વાભાવિક છે.
લોકોની વાતો પર ધ્યાન આપતો નથી
હું યુવા વયથી જ લોકો મારા માટે શું કહે છે તે જાણવાથી હું દૂર જ રહું છું. મારો ભાઇ મને કહ્યા કરતો કે જો તારે રમત પ્રત્યેની એકાગ્રતા જાળવી રાખવી હોય તો તારે લોકોના મંતવ્યોથી દૂર રહેવું જોઇએ.તમારે તમારી ટીકાઓ અને પ્રસંશાથી અલિપ્ત રહીને સતત રમત પર ધ્યાન કેન્દ્રિત રાખીને સુધારા કરતાં રહેવાનું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved