Last Update : 06-October-2012, Saturday

 

કેજરીવાલ આણિ મંડળીનો આક્ષેપ
સોનિયાના જમાઇ રોબર્ટ વાઢેરાની સંપત્તિ ત્રણ વર્ષમાં ૩૦૦ કરોડ

ડીએલએફે વ્યાજ વગરની લોન અને સસ્તા ભાવે સ્થાવર મિલકત આપી

નવી દિલ્હી, તા. ૫
સામાજિક કાર્યકર અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભૂષણે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા પર ગંભીર આરોપ મૂક્યો હતો કે રિયાલ્ટી કંપની ડીએલએફ દ્વારા તેમને મોટા પ્રમાણમાં લાભ પહોંચાડવામાં આવ્યો છે. કોંગ્રેસે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા જ્યારે ભાજપે આ આરોપોની તપાસ કરાવવાનાની માંગ કરી હતી.
પત્રકાર પરિષદમાં કેજરીવાલ અને ભૂષણે આરોપ મૂક્યો હતો કે ડીએલએફે વાઢેરાને કોઇ પણ પ્રકારની જામીનગીરી વગર ૬૫ કરોડ રૃપિયાની વ્યાજ વગરની લોન આપી હતી. આ લોનની મદદથી વાઢેરાએ ૨૦૦૭થી ૨૦૧૦ દરમિયાન કરોડો રૃપિયાની સંપત્તિ ખરીદી હતી.
તેમણે દાવો કર્યો હતો કે વાઢેરા અને તેમની માતા દ્વારા ચલાવવામાં આવતી કંપનીઓની મૂડી ૫૦ લાખ રૃપિયા દર્શાવવામાં આવી હોવા છતાં ડીએલએફે આ કંપનીઓને ૬૫ કરોડ રૃપિયાની લોન આપી હતી.
કેજરીવાલે દાવો કર્યો છે કે ડીએલએફ દ્વારા મળેલ લોનનો ઉપયોગ વાઢેરાએ ડીએલએફના ફલેટો ખરીદવામા કર્યો હતો પરંતુ આ ફલેટોની કીંમતો બજાર ભાવથી ખૂબ જ ઓછી દર્શાવવામાં આવી છે. ડીએલએફ ગુડગાંવનાં મેગ્નોલિયા એપાર્ટમેન્ટનાં ૭ ફલેટો વાઢેરાની કંપનીએ કુલ ૫.૨ કરોડ રૃપિયામાં ખરીદ્યા હતાં પરંતુ પ્રત્યેક ફલેટનો ભાવ ખરીદ સમયે ૫ કરોડથી વધારે હતો અને પ્રત્યેક ફલેટની હાલમાં કીંમત ૧૦થી ૧૫ કરોડ રૃપિયા થઇ ગઇ છે.
આવી જ રીતે ગુડગાંવનાં ડીએલએફ અરાલિયાઝ એપાર્ટમેન્ટમાં ૧૦,૦૦૦ ચો. ફૂટના એક ફલેટની ખરીદ કીંમત ૮૯ લાખ રૃપિયા દર્શાવવામાં આવી છે. જો કે ૨૦૧૦માં તેનો ખરીદ ભાવ ૧૦ કરોડ રૃપિયા હતો જે આજે વધીને ૩૦ કરોડ રૃપિયા થઇ ગયો છે.
આ ઉપરાંત ડીએલએફ ગુ્રપની દિલ્હીમાં સ્થિત હોટલ 'ડીએલએફ હિલ્ટન ગાર્ડન ઇન'નાં ૫૦ ટકા શેરોની ખરીદી ફક્ત ૩૨ કરોડમાં દર્શાવવામાં આવી છે જ્યારે તેનો બજાર ભાવ ૧૫૦ કરોડથી વધારે છે.
પ્રિયંકા ગાંધી સાથે લગ્ન કરનારા ૪૩ વર્ષીય વાઢેરા આજે દિલ્હીમાં ન હતાં. તેમના નજીકનાં સુત્રોએ જણાવ્યું હતું કે આ આરોપો અંગે તેમના દ્વારા હાલમાં કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.
કોંગ્રેસ પ્રવક્તા મનિષ તિવારીએ આ આરોપોને પાયાવિહોણા, ભૂલભરેલા અને બેજવાબદાર ગણાવ્યાં હતાં. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી નજીક છે ત્યારે સિવિલ સોસાયટી ગુ્રપ પોતાની ઓળખ રાજકીય પક્ષ તરીકે આપી રહ્યો છે પરંતુ આ પક્ષ કઇ નહીં પરંતુ ભાજપની બી ટીમ છે.
ડીએલએફનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે વાઢેરા સાથેના બિઝનેસ સંબધો સંપૂર્ણપણે પારદર્શક છે અને તેમની સાથે કરવામાં આવેલા વ્યવહારો સંપૂણપણે પ્રમાણિક છે.
ભાજપ પ્રવક્તા રવિશંકર પ્રસાદે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ સરકારે સોનિયા ગાંધીના જમાઇને લાભ કરાવવા બદલ ડીએલએફને સસ્તા ભાવે વિશાળ જગ્યા આપી છે. હરિયાણાના મુખ્યપ્રધાન હૂડાએ જણાવ્યું હતું કે અમે કોઇની તરફેણ કરી નથી. અમે હરાજી દ્વારા કાયદેસર રીતે જમીનની ફાળવણી કરી છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અંબિકા સોનીએ જણાવ્યું હતું કે કેજરીવાલ દિલ્હીમાંથી ચૂંટણી લડવા માંગે છે. પોતાના પ્રચાર માટે તે પાયાવિહોણા આારોપ કરી રહી છે અને ન્યૂઝ ચેનલો તેને વેગ આપી રહ્યા છે.સોનીએ કેજરીવાલને પડકાર ફેંક્યો છે કે જો તેમની પાસે વાઢેરા વિરુદ્ધ પુરાવા હોય તો રજૂ કરે.
કેજરીવાલના આક્ષેપો
- વાઢેરા અને તેમની માતા દ્વારા ચલાવવામાં આવતી કંપનીઓની મૂડી ૫૦ લાખ રૃપિયા દર્શાવવામાં આવી હોવા છતાં ડીએલએફે કોઇ પણ જામીનગીરી વગર આ કંપનીઓને ૬૫ કરોડ રૃપિયાની વ્યાજ વગરની લોન આપી હતી. .
- ડીએલએફ દ્વારા મળેલ લોનનો ઉપયોગ વાઢેરાએ ડીએલએફના ફલેટો ખરીદવામા કર્યો હતો પરંતુ આ ફલેટોની કીંમતો બજાર ભાવથી ખૂબ જ ઓછી દર્શાવવામાં આવી છે.
- ડીએલએફ ગુડગાંવનાં મેગ્નોલિયા એપાર્ટમેન્ટનાં ૭ ફલેટો વાઢેરાની કંપનીએ કુલ ૫.૨ કરોડ રૃપિયામાં ખરીદ્યા હતાં પરંતુ પ્રત્યેક ફલેટનો ભાવ ખરીદ સમયે ૫ કરોડથી વધારે હતો અન હાલમાં પ્રત્યેક ફલેટની કીંમત ૧૦થી ૧૫ કરોડ રૃપિયા થઇ ગઇ છે.
- ગુડગાંવનાં ડીએલએફ અરાલિયાઝ એપાર્ટમેન્ટમાં ૧૦,૦૦૦ ચો. ફૂટના એક ફલેટની ખરીદ કીંમત ૮૯ લાખ રૃપિયા દર્શાવવામાં આવી છે જો કે ૨૦૧૦માં તેનો ખરીદ ભાવ ૧૦ કરોડ રૃપિયા હતો જે આજે વધીને ૩૦ કરોડ રૃપિયા થઇ ગયો છે.
- ડીએલએફ ગુ્રપની દિલ્હીમાં સ્થિત હોટલ 'ડીએલએફ હિલ્ટન ગાર્ડન ઇન'નાં ૫૦ ટકા શેરોની ખરીદી ફક્ત ૩૨ કરોડમાં દર્શાવવામાં આવી છે જ્યારે તેનો બજાર ભાવ ૧૫૦ કરોડથી વધારે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved