Last Update : 06-October-2012, Saturday

 

રૃ. ૭,૦૦૦ કરોડ ફસાયા હોવા છતાં
'માનવતાના ધોરણે' કિંગફિશરને વધુ લોન આપવા બેન્કો તૈયાર

રૃ. ૬૦ કરોડની રકમ મળે તેમ છે, ડીજીસીએએ નોટિસ ફટકારી

(પી.ટી.આઇ.) મુંબઇ, તા. ૫
રોકડ કટોકટીમાં ફસાયલી કિંગફિશર એરલાઇન્સ માટે રાહતરૃપ એક અહેવાલમાં તેને ધિરાણ આપનારાઓએ માનવતાના ધોરણે વધુ ભંડોળ આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ પોતાના કર્મચારીઓને છેલ્લા સાત મહિનાથી પગાર અને ભથ્થાની ચુકવણી નહિ કરવાની બાબતને ધ્યાનમાં લઇને ધિરાણકર્તાઓ આ પગલું ભરશે તેમ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)એ જણાવ્યું છે. જોકે એક બાજુ તેને આ મોરચે રાહત મળી છે તો બીજી બાજુ ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએએ તેને નોટિસ ફટકારીને પૃચ્છા કરી છે કે તેના વિમાનો હવે ઉડ્ડયન નહિ ભરતાં હોવાથી તેનું ઉડ્ડયન લાયસંસ કેમ સસ્પેન્ડ કે રદ ન કરવું?
ડીજીસીએએ એમ પણ કહ્યું છે કે કંપની સલામત અને વિશ્વસનીય સેવા પૂરી પાડવામાં નિષ્ફળ રહી હોવાથી તેની સામે કડક પગલાં લઇ શકાય છે. સ્ટેટ બેંકના ચેરમેન પ્રતીપ ચૌધરીએ જણાવ્યું હતું કે કરવેરાના સત્તાવાળાઓ દ્વારા જે ભંડોળ છુંટુ કરવામાં આવશે તેનો ૮૦ ટકા હિસ્સો કંપનીને માનવતાના ધોરણે આપવામાં આવશે. આ નાણાંનો ઉપયોગ કર્મચારીઓના પગાર ચુકવવા માટે કરવાનો રહેશે.
સુત્રોએ જણાવ્યું હતું કે ગઇકાલે બોલાવેલી એક તાકીદની બેઠકમાં બેંકરોએ એસ્ક્રો એકાઉન્ટમાંથી ભંડોળ આપવાની સંમતિ દર્શાવી હતી. આમ કંપનીને રૃ. ૬૦ કરોડ જેટલી રકમ મળે તેવી શક્યતા છે.
કિંગફિશરને ધિરાણ કરતી ૧૭ સંસ્થાઓના કોન્સોર્ટિયમનું સુકાન સ્ટેટ બેંક પાસે છે. આ બેંકોના આશરે રૃ. ૭,૦૦૦ કરોડની જંગી રકમ કંપની પાસેથી લેવાના નીકળે છે. ચૌધરીએ કહ્યું હતું કે આનાથી કંપનીને કેટલી રાહત થશે અને તે પૂરતું થઇ રહેશે કે કેમ તે અંગે હું જાણતો નથી.
વધુમાં તેમણે કહ્યું હતું કે બેંકો માટે તેમનું દેવું પાછું લેવાનો એક રસ્તો એ છે કે તેઓ ધીરજ રાખે અને કંપનીના પ્રમોટર વિજય માલ્યાને રોકાણકાર મળે તેની રાહ જુએ. જોકે બેંકો હજુ પણ માલ્યાને એ દિશામાં સમય આપી રહી છે. જો અમે નાણાં મેળવવા પગલાં ભરીશું તો પરિસ્થિતિ વધુ વણસશે.
૧૨ ઓક્ટોબર સુધી કંપનીએ લોકઆઉટ જાહેર કરી દીધુ હોવાથી ડીજીસીએએ તેને ૧૫ દિવસમાં તેનું લાયસંસ કેમ રદ ન કરવા કે સસ્પેન્ડ કરવા તેનો ખુલાસો કરવાની જાણ કરી છે. તેની નોટિસમાં ડીજીસીએના વડા અરૃણ મિશ્રાએ જણાવ્યું હતું કે વિમાની કંપની તેના ફ્લાઇટ શિડયુલનું પાલન કરતી નથી અને આડેધડ તેના વિમાનો રદ કરીને મુસાફરોની અગવડતા વધારી રહી છે. છેલ્લાં ૧૦ મહિનાથી કંપનીની સેવાનું ધોરણ સાવ કથળી ગયું છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે દિલ્હીમાં કંપનીના એક ટેક્નીશીયનની પત્નીએ આર્થિક કારણોસર આપઘાત કરી લેતાં તેના પણ પડઘા પડયા છે. આજે દિલ્હી અને મુંબઇમાં કંપનીના રોષે ભરાયેલાં કર્મચારીઓએ બ્લેક પટ્ટા પહેરીને વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને બાકી લેણાંની ચુકવણી ઝડપથી કરવાની માગણી કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved