Last Update : 06-October-2012, Saturday

 

કાપોદ્રાની ગુરકૃપા સોસાયટીમાં વિચિત્ર ઘટના
યુવાને મહિલાને બંધુક બતાવી લૂંટ કરી બાળકને ટાંકીમાં ફેંકી દીધો

મહિલાએ જે પર્સ લૂંટાયાની ફરિયાદ કરી તે ટાંકીમાંથી જ મળ્યું ઃ બાળકનું મોત હત્યા કે અકસ્માત તે અંગે તપાસ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર
કાપોદ્રા સ્પીનીંગ મિલ પાસે આવેલી ગુરૃકૃપા સોસાયટીમાં આજે બપોરે બનેલી વિચિત્ર ઘટનામાં રત્નકલાકારના ઘરમાં ઘૂસી ગયેલા અજાણ્યા યુવાને મહિલાને બંધક બનાવી રૃ।.૫૦૦ અને મોબાઇલ ફોન લૂંટ કરી હતી તેમજ રત્નકલાકારના ૪ વર્ષીય પુત્રને ઘરની અંદર આવેલી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ફેંકી હત્યા કરી તે ભાગી છૂટયો હતો. પોલીસે આ ઘટનામાં તમામ પાસાંઓને ધ્યાનમાં રાખી તપાસ શરૃ કરી છે.
બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના પાલિતાણાનો વતની અને હાલ કાપોદ્રા સ્પીનીંગ મિલ પાસે ગુરૃકૃપા સોસાયટીના ઘર નં.૩૭માં ભાડેથી રહેતો રાકેશ વાઘાણી રત્નકલાકાર તરીકે કામ કરે છે. આજે તે નોકરી ઉપર ગયો હતો અને તેની પત્ની દક્ષા (ઉ.વ.૨૬), પુત્ર રૃદ્ર (ઉ.વ.૪) અને છ માસનો બાળક ઘરમાં એકલા જ હતા.
દરમિયાન, બપોરે દોઢેક વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો ખુલ્લો હતો ત્યારે સફેદ પેન્ટ અને પગમાં સ્લીપર પહેરેલો એક અજાણ્યો ઘરમાં ઘુસી આવ્યો હતો અને દક્ષાબેનના મોઢામાં રૃમાલનો ડૂચો મારી તેમજ રૃમાલ વડે હાથ-પગ બાંધી રૃમના એક ખૂણામાં બેસાડી દીધા હતા. અજાણ્યા એ દક્ષાબેનને દાગીના અને પૈસા કયા છે તેવું પૂછતા દક્ષાબેને તે અંગે કશું કહેવા ઇન્કાર કર્યો હતો.
આથી અજાણ્યો અંદરના રૃમમાં ગયો હતો. અને ત્યાં રમતા રૃદ્રને ઉંચકીને અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ફેંકી દીધો હતો. બહાર આવી તે રોકડા રૃ।.૫૦૦ સાથેનું પર્સ અને મોબાઇલ ફોન લૂંટી ભાગી ગયો હતો. અજાણ્યો યુવાન ભાગી છૂટતાં દક્ષાબેને જાતે રૃમાલ છોડયો હતો. રૃદ્રને શોધવા તે અંદર ગયા તો તે પાણીની ટાંકીમાં નજરે ચઢયો હતો.
દક્ષાબેને ચીસો પાડતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને રૃદ્રને બહાર કાઢી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇગયા હતા. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે પડોશીઓએ રાકેશભાઇ અને કાપોદ્રા પોલીસને જાણ કરતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.
પોલીસે દક્ષાબેનની પૂછપરછ કરતા અજાણ્યો યુવાન કાઠીયાવાડી ગુજરાતી ભાષા બોલતો હતો અને તેણે ઓમ લખેલી વીંટી પહેરી હતી. પોલીસે અંડરગ્રાઉન્ડ ટાંકીની તપાસ કરતા દક્ષાબેને જેની લૂંટ થયાની કેફીયત વર્ણવી હતી તે પર્સ અને મોબાઇલ ફોન પાણીમાંથી જ મળતા પોલીસ ચોંકી ઉઠી હતી. દક્ષાબેને વર્ણવેલા ઘટનાક્રમ અને પોલીસ તપાસમાં વસ્તુ મળતા દક્ષાબેને જૂઠાણું ચલાવી રહ્યા હોવાની આશંકાને પગલે પોલીસે તેમની પૂછપરછ શરૃ કરી છે. રૃદ્રનું મોત હત્યા છે. કે અકસ્માતે તે ટાંકીમાં પડી ગયો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસે હાલ તો દક્ષાબેનની ફરીયાદના આધારે લૂંટ-હત્યાનો ગુનો નોંધ્યો છે. વધુ તપાસ કાપોદ્રા પી.આઇ. એમ.વી.કીકાણી કરી રહ્યા છે.

 

કંઇક છુપાવવા દક્ષાબેને લૂંટ, હત્યાની વાર્તા ઘડયાની આશંકા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર
કાપોદ્રા સ્પીનીંગ મિલ પાસે આવેલી ગુરૃકૃપા સોસાયટીમાં ગાળા ટાઇપ મકાનો છે અને સમગ્ર વિસ્તારમાં ભરચક છે. આવા વિસ્તારમાં બપોરે કોઇ અજાણ્યો ઘરમાં ઘૂસવા હિંમત કરે તે બાબત શંકા પ્રેરે છે. ઉપરાંત, લૂંટારૃને દક્ષાબેન પાસેથી કશું ન મળતા તે સીધો અંદર ગયો અને રૃદ્રને પાણીની ટાંકીમાં નાખી અંદરના ભાગે બેડરૃમમાં જવાને બદલે માત્ર રૃ।.૫૦૦ ભરેલુ પર્સ અને મોબાઇલ લૂંટી ભાગી છૂટયો તેવી દક્ષાબેનની કેફીયત ગળે ઉતરે તેમ નથી.
લૂંટારૃએ ઘરમાં બીજી કોઇ વસ્તુને હાથ અડાડયો ન હતો. તેણે બાળકને જ કેમ ફેંક્યો તે સવાલનો જવાબ શોધવા પોલીસ દક્ષાબેનની પૂછપરછ કરી રહી છે. દક્ષાબેને જે વસ્તુની લૂંટ થયાનું ફરીયાદમાં જણાવ્યું છે તે પર્સ મોબાઇલ પાણીની ટાંકીમાંથી જ મળતા પોલીસ દક્ષાબેને કોઇક બાબત છૂપાવવા લૂંટ-હત્યાની વાર્તા ઘડી કાઢી હોવાની શક્યતાને ચકાસી રહી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved