Last Update : 06-October-2012, Saturday

 
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

રાત્રિ પેટ્રોલિંગમાં ટ્રકની તલાશી લેતા ૧.૫૦ લાખના જથ્થા સાથે ડ્રાઈવર ક્લીનર ને ત્રણ મજૂર પકડાયા

આણંદ,તા.પ
વિશ્વ વિખ્યાત આણંદની અમૂલ ડેરીમાંથી બટરના પેકેટ ચોરી કરવાના એક કૌભાંડનો શહેર પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસે એક ટ્રક-કન્ટેનરના ડ્રાઈવર-કલીનર સહિત ત્રણ મજુરોની ધરપકડ કરીને વધુ તપાસ ધરી છે.
આ બનાવ અંગે પોલીસના વધુમાં જણાવ્યા મજુબ આણંદ શહેર પોલીસ ગત રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં નીકળી હતી ત્યારે પોલીસે શહેરની ગણેશ ચોકડી પાસેથી પસાર થતા એક ટ્રક-કન્ટેનર નંબર-જીજે-૬-વી-વી-૭૪૪૯ને શંકાસ્પદ હાલતમાં અટકાવીને ટ્રકના ડ્રાઈવર કલીનરની પૂછપરછ હાથ ધરી હતી.પરંતુ તેઓ પોલીસને સંતોષકારક જવાબ આપી શકયા ન હતા પોલીસે કન્ટેનરની તપાસ કરતા અંદરથી ૩૦૦ બેગ અમૂલ પાવડર ૮૬૦ બોકસ અમૂલ સ્પે. તથા પ૦ કાર્ટુન અમૂલ બટરના મળી આવ્યા હતા જેની અદાજીત કિંમત ૧.પ૦ લાખ જેટલી થવા જાય છે.શહેર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરતા માત્ર અમૂલ પાવડર તથા અમૂલ સ્પે.કોલકત્તા મોકલવાના પુરાવા મળ્યા હતા.જયારે બટરના કાર્ટુન કયાં લઈ જવાના હતા તે અંગે કોઈ પુરાવા મળ્યા ન હતા જેથી પોલીસે કન્ટેનર જપ્ત કર્યું હતુ અને ડ્રાઈવર આરીફખાન નુરમહમદખાન પઠાણ (રહે.રાજસ્થાન)કલીનર જુનેદ ઈદીશભાઈ વહોરા (રહે.આણંદ)ને અટકમાં લીધા હતા.શહેર પોલીસે તુરંત જ આ ઘટના અંગે અમૂલ ડેરીના અધિકારીઓને જાણ કરી હતી.આથી અધિકારીઓ પોલીસ સ્ટેશને આવી ચઢયા હતા અને તપાસ કરતા આ કન્ટેનર મારફતે માત્ર અમૂલ દુધનો પાવડર અને અમૂલ સ્પે.મોકલ્યા હોવાનું ખુલવા પામ્યું હતું.પોલીસે ડ્રાઈવર કલીનરની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરતા ચોકાવનારી વિગત પ્રકાશમાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે અમૂલ ડેરીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા શહીદખાન ગગુભા રાઠોડ (રહે.નાપાડ-વાટા),જલાલ પ્રતાપસિંહ રાઠોડ(રહે.નાપાડ-વાટા)તેમજ ઈકબાલ મીયા યુસુફમિયા મલેક (રહે.બડાપુરા)એ ભેગામળી કન્ટેનરમાં બટરના પેકેટ ભરી દીધા હોવાનું ખુલવા પામ્યું હતું પોલીસે રાત્રિના સુમારે નાપાડવાટા અને બડાપુરા ખાતે છાપો મારીને ઉકત ત્રણ ને ઝડપી પાડયા હતા.
આણંદ શહેર પોલીસે બટર પેકેટ ચોરી કૌભાંડમાં ટ્રક કન્ટેકરના ડાઈવર-કલીનર અને ત્રણ મજુરોની ધરપકડ કરીને વધુ તપાસ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved