Last Update : 06-October-2012, Saturday

 

અનેક ખેડૂતોને 'પડયા પર પાટુ'ઃ અસરહીન પેસ્ટીસાઇડ ધાબડીને છેતરપિંડી
નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત

ખેતીમાં નુકસાન જતાં પડધરીના ખેડૂતે ડુપ્લીકેટીંગ શરૃ કરેલું ઃ દવાની ૪૨૦૦ બોટલ, કેમિકલના કેરબા પકડી પાડી નમુના લેવડાવાયા

રાજકોટ, શુક્રવાર
પાકમાં છાંટવાની જંતુનાશક દવામાં પણ ડુપ્લીકેટિંગના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે મૂળ પડધરી તાલુકાના એક પટેલ શખ્સના રાજકોટ સ્થિત રહેણાંક અને શાપર-વેરાવળ ખાતેના શેડમાંથી નકલી, અસરહીન દવાઓની ૪૨૦૦ બોટલ સહિત આઠે'ક લાખ રૃપિયાનો મુદ્દામાલ સ્થગિત કરીને તેને પકડી પાડયો છે. ખેડૂતોને 'પડયા પર પાટુ' જેવા આ કારસ્તાનમાં તેના વિરૃધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી નકલી દવા બનાવવાનું કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે.
રાજકોટ એસ.ઓ.જી.ને એવી બાતમી મળી હતી કે તિરૃપતી બાલાજી સોસાયટીમાં રહેતા ભાવેશ ધીરજલાલ કકાણિયાને ત્યાં નકલી જંતુનાશક દવાનો સ્ટોક પડયો છે. સબ ઇન્સ્પેકટ રાણા, રાજભા વિજય શુકલ, આર.કે. જાડેજા વગેરેએ ગતરાતે જ છાપો મારીને ૧-૧ લિટરવાળી ૧૫૦૦ બોટલ તેમજ પંચસીલ મશીન સહિત રૃા.૨.૯૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રીત દર્શાવતી પત્રિકામાંથી ભરેલા બે બાચકા, મેન્યુફેકચરિંગ અને એક્સપાયરી ડેઇટ તથા એમઆરપી દર્શાવતો સિક્કો વગેરે પણ તેમાં સામેલ હતા. સ્વાલ કોર્પો. લિ. ના નામે ડુપ્લીકેટ દવા બનાવીને વેંચાતી હોવાનું જણાતા તે કંપીનો સંપર્ક કરાયો હતો. કંપનીના એરિયા મેનેજર ભરત સાવલિયાએ તે આશંકાને અનુમોદન આપી ભાવેશ વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં ઉત્પાદક તથા ગ્રાહક ખેડૂતો સાથે છેતરપિંડી થયાનો આરોપ મુકાયો છે.
આ પ્રકારની અસલ દવામાં મોનોક્રોટો ફોર્સ નામક તત્વનું પ્રમાણ ૩૬ ટકા હોય તેના બદલે નકલીમાં ૦ ટકા પ્રમાણ હતું, જેથી પાકમાં તેના છંટકાવથી કોઇ ફાયદો જ થતો ન્હોતો ! રૃા.૪૫૦ના ભાવની બોટલને બદલે નકલી માલ રૃા.૧૯૦ના ભાવે વેચાતો હોઇ અનેક ગ્રાહકો લલચાય તે સ્વાભાવિક હતું. ભાવેશની પૂછતાછ કરતાં તેણે કબૂલ્યું કે પડધરીમાં અગાઉ તેને પેસ્ટીસાઇડ્સની દૂકાન તથા ગામડે ખેતી હતી, પણ ખેતીમાં નુકસાન જતાં આ નકલખોરી શરૃ કરીને શાપર-વેરાવળમાં ભાડે કારખાનું રાખી ત્યાં આ દવા પાંચ-છ માસથી બનાવે છે. એસ.ઓ.જી. ત્યાં ધસી જતાં એ શેડમાંથી ૨૭૦ કાર્ટુન (૨૭૦૦ બોટલ) ઉપરાંત ૨૦૦ લિટરવાળા દવા ભરેલા બે કેમિકલ ભરેલ એક તથા બે ખાલી કેરબા વગેરે મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં ખૂલ્યું કે દૂકાનેથી માઇક્રોક્રોપ કેમિકલ લઇ આવીને તેમાં કલર લાવવા ચોકલેટ પાઉડર અને બાકીનું પાણી ધાબડી દઇ બોટલિંગ કરી દેવાતું હતું ! આ તમામ કેમિકલના નમુના લઇ ફોરેન્સિક નિષ્ણાંતોએ ચકાસણી હાથ ધરી છે, તથા કારખાનું પોલીસે સીલ કરી દીધું છે. તપાસનીશોએ જણાવ્યું કે આરોપી ડુપ્લીકેટ માર્કા ક્યાં બનાવતો, બીજા કોઇને મદદગારી છે કે કેમ, અત્યાર સુધીમાં ક્યા ક્યા વિસ્તારમાં કેટલી બોટલો વેંચી વગેરે તપાસ કરવા આરોપીના રીમાન્ડ મગાશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved