Last Update : 06-October-2012, Saturday

 

ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને
દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

છેલ્લા ત્રણથી ચાર વર્ષના વીજ વપરાશ અને હાલના વીજ વપરાશ પર ચાંપતી નજર રખાશે

વાપી, શુક્રવાર
વિધાન સભાની ચૂંટણીને અનુલક્ષીને દમણથી ગુજરાતમાં મોટાપાયે દારૃની તસ્કરી ઉપર રોક લગાવવા તાજેતરમાં સુરત રેન્જ આઈજી અને દમણ પ્રશાસન વચ્ચે મળેલી બેઠક બાદ દમણ એકસાઈઝ વિભાગ દ્વારા દમણની તમામ ડિસ્ટીલરી ઉપર બાજ નજર છે. ડિસ્ટીલરીમાંથી ઉત્પાદિત થતા તમામ ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. એકસાઈઝ વિભાગ દ્વારા ડિસ્ટીલરીઓમાં વપરાતા વીજ વપરાશ ઉપર પણ ધ્યાન અપાશે.
ગુજરાત રાજયના પાડોશી સંઘપ્રદેશ દમણના બુટલેગરો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દમણથી ગુજરાતમાં મોટાપાયે દારૃની તસ્કરીનું મસમોટુ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. સન ૨૦૧૦માં તત્કાલિન સુરત રેન્જ આઈજી એ.કે.સિંગે ગુજરાતમાં દારૃની તસ્કરી કરનારા ૨૦ ડિસ્ટીલરી અને વાઈનશોપ સંચાલકો સામે ગુનો નોંધી દમણમાંથી મસમોટા એકસાઈઝ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
તાજેતરમાં જ સુરત રેન્જ આઈજી હસમુખ પટેલ અને દમણ પ્રશાસન વચ્ચે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં થતી દારૃની તસ્કરી ઉપર રોક લગાવવા અને વોન્ટેડ બુટલેગરોને પકડવામાં દમણ પોલીસનો સહયોગ મળે તે સહિતના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરાઈ હતી. દમણ પ્રશાસને ગુજરાત પોલીસને દારૃની તસ્કરી ઉપર અંકુશ લાવવા અને વોન્ટેડ આરોપીઓને પકડવામાં સહયોગ આપવા ખાતરી આપી હતી.
આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત પોલીસ અને દમણ પ્રશાસન વચ્ચે યોજાયેલી બેઠક બાદ દમણ એકસાઈઝ વિભાગે સફાળા જાગી દમણમાં આવેલી તમામ ડિસ્ટીલરી ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. એકસાઈઝ વિભાગે ડિસ્ટીલરીઓના રોજિંદા ઉત્પાદન ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સાથે ડિસ્ટીલરીઓમાં છેલ્લા ત્રણ થી ચાર વર્ષમાં વપરાયેલા સરેરાશ વીજ વપરાશ અને ચૂંટણીને અનુલક્ષીને વધારાનો માલ ઉત્પાદન થાય છે કે નહીં તેના ઉપર પણ બારીક નજર રખાશે.
એકસાઈઝ વિભાગે ડિસ્ટીલરીમાંથી એકસાઈઝ ડયુટી વિના અને બેચ નંબર વગરનો માલ પકડાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ ચીમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. એકસાઈઝ વિભાગના કડક રવૈયાને કારણે ડિસ્ટીલરી સંચાલકો અને બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved