Last Update : 06-October-2012, Saturday

 

નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

બાલમંદિરનાં કુમળા વિદ્યાર્થીનાં બરડાં ઉપર દસ સોટી ફટકારી !!

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
શહેરનાં નિઝામપુરા વિસ્તારમાં આવેલી ૧૪ નંબરની સરકારી શાળાનાં બાલમંદિરમાં ચાર વર્ષનાં માસુમ બાળકનાં બરડા ઉપર સોટીનાં દસ ફટકા મારીને સૉળ પાડી દેવાતા હાહાકાર મચી ગયો હતો. આ હુમલાને કારણે કુમળા બાળકનાં બરડા ઉપર લોહિ બાઝી જતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શાળામાં થયેલા હુમલાને લીધે બાળક હેબતાઈ ગયો હતો અને તેનાથી બોલાતુ પણ ન હતુ. જેથી તેની ઉપર કોણે હુમલો કર્યો તેનો ખુલાસો થઈ શક્યો ન હતો. આખરે, આ બનાવ અંગે ફતેગંજ પોલીસે તપાસ શરૃ કરી છે.
બાળકનાં બરડાં ઉપર સોટીનાં દસ સૉળ સ્પષ્ટ દેખાતા હતા ઃ સોટીથી થયેલા હુમલામાં ઘાયલ થયેલા બાળકને સયાજીમાં દાખલ કરાયો
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરનાં નિઝામપુરા વિસ્તારમાં આવેલા પેન્શનપુરામાં રહેતા સમીરભાઈ પરમારનો ચાર વર્ષીય પુત્ર જયદીપ વિસ્તારની ૧૪ નંબરની સરકારી શાળાનાં બાલમંદિરમાં અભ્યાસ કરે છે. આજે સવારે રોજીંદાક્રમ મુજબ તે સ્કૂલે ગયો હતો. સ્કૂલનાં ગેટ ઉપર તેની માતાએ તેને છોડયો હતો. ત્યારબાદ બપોરે ત્રણેક વાગ્યાનાં સુમારે તેને પાછો લેવા માટે તેની માતા સ્કૂલે પહોંચી હતી. જે દરમિયાન સ્કૂલની બહાર નીકળેલો માસુમ બાળક જયદીપ ગુમસુમ હતો. તેના ચહેરા ઉપર ગંભીરતા છવાયેલી હતી અને તે કશુ બોલવા તૈયાર ન હતો. જેથી તેની માતાને શંકા ગઈ હતી.
આખરે, તે તેને લઈને ઘરે પહોંચી હતી. જ્યાં તેનો સ્કૂલ ડ્રેસ બદલાવવા માટે તેની માતાએ તેનો શર્ટ કાઢ્યો હતો. જે દરમિયાન તેની પીઠ ઉપર ઈજાનાં નિશાન જોવા મળતા માતા ચોંકી ઉઠી હતી અને તેણે પરિવારનાં અન્ય સદસ્યોને આ બાબતની જાણ કરી હતી. જેથી પરિવારનાં સદસ્યોએ માસુમ જયદીપને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. માસુમ બાળકનાં બરડા ઉપર સોટીનાં વાર કરનાર કોણ છે..તે જાણવા માટે પોલીસે પ્રયાસો શરૃ કર્યા હતા.

સોટી કોણે મારી, તે જાણવુ હોય તો સોમવારે આવજો આજે અમારી પાસે સમયથી
સયાજી હોસ્પિટલમાં માસુમ બાળક જયદીપની સારવાર કરાવવા આવેલા તેના પિતા સમીરભાઈએ જણાવ્યુ હતુ કે, તેમના પુત્ર ઉપર સ્કૂલમાં જ હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ, કોણે તેને મારમાર્યો તે જાણી શકાયુ ન હતુ. આખરે, તેઓ શાળાનાં સંચાલકો તથા શિક્ષકને મળવા ગયા હતા. જે દરમિયાન તેઓએ કોઈપણ પ્રકારનો જવાબ આપવાનો ઈનકાર કર્યો હતો. એક શિક્ષકે તો ઉદ્ધતાઈભર્યુ વલણ દાખવીને તેમને કહ્યુ હતુ કે, જયદીપને કોણે માર્યો છે તે જાણવુ હોય તો સોમવારે સ્કૂલે આવજો..આજે કોઈની પાસે સમય નથી..!!
ઈજાગ્રસ્ત બાળકનાં બરડાંનો એક્સ-રે લેવાયો

ચાર વર્ષનાં માસુમ વિદ્યાર્થીને સાંજે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેના બરડાનું નિરીક્ષણ કર્યુ હતુ. જેમાં તેના બરડાનાં ભાગે સોટીનાં ૧૦ સૉળ સ્પષ્ટ દેખાતા હતા. બાળકનાં બરડા ઉપર લોહિ બાઝી ગયુ હતુ. જેથી તબીબોએ તેના બરડાનો એક્સ-રે કઢાવ્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved