Last Update : 06-October-2012, Saturday

 

દોઢ મહિનામાં સિંગતેલમાં રૃા.૩૫૦ના તોતીંગ ઘટાડા પછી અચાનક મંદીને બ્રેક
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો

એક કિલોમાં રૃા.૬ વધ્યાઃ રાજકોટ સીંગતેલ નવા રૃા.૧૭૫૦ સામે રૃા.૧૮૩૦બોલાયાઃગૃહિણીઓમાંદેકારો

રાજકોટ, સોમવાર
ખાદ્યતેલોના ભાવ ઘટતા વપરાશકારોને માંડ રાહત મળી હતી. ત્યાં સીંગતેલ ઉપરનો નિકાસ પ્રતિબંધ ઉઠાવી લીધાના સમાચારે સીંગતેલ ફરી ભડકે બળવા લાગ્યું છે. આજે એક દિવસમાં રાજકોટ સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો તોતીંગ ઉછાળાએ નવા ટીનના ભાવ રૃા.૧૭૫૦ સામે ૧૮૩૦ બોલાઇ ગયા હતા. જ્યારે એક કિલો છૂટક સીંગતેલમાં રૃા.૬ વધી રૃા.૧૧૫ સામે રૃા.૧૨૧ના ભાવ રહ્યા હતા. દોઢ મહિનામાં સીંગતેલમાં ડબ્બે રૃા.૩૫૦ ઘટયા બાદ અચાનક મંદીને બ્રેક લાગી છે.
બે મહિના પહેલાં સીંગતેલના ભાવ આસમાને પહોંચતા સરકારે સીંગતેલની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો હતો. નવી સીઝનનો પ્રારંભ થવા છતાં નિકાસ પ્રતિબંધ ન હટતા ભાવો સડસડાટ નીચે ઉતરી ગયા હતા. ગઇકાલ સુધી સીંગતેલ લુઝ ૧૦ કિલો રૃા.૯૫૦માં કોઇને લેવું ન હતું. પરંતુ આજે શુક્રવારે સવારે ખુલતામાં રૃા.૧૦૫૦ અને મોડીસાંજે રૃા.૧૧૦૦ના ભાવે પણ લાવલાવ થતું હતું. સીંગતેલનો ડબ્બો રૃા.૨૧૦૦ની ટોચ સપાટીથી નીચે પટકાઇ રૃા.૧૭૫૦ની સપાટીએ આવી ગયા બાદ અચાનક ઉછાળો આવતા આજે ફરી રૃા.૧૮૩૦ની સપાટીએ પહોંચી ગયું હતું.
સીંગતેલમાં સ્મોલ પેકીંગમાં ૨૦,૦૦૦ ટનની નિકાલ છૂટ મળી હોવાના સમાચાર બજારમાં ફરતા થતાં ખાદ્યતેલોમાં તેજી કરનારા તત્વોને દોડવું તુ ને ઢાળ મળી ગયો તેવો તાલ સર્જાયો હતો. સીંગતેલમાં નાના પેકમાં ખાસ નિકાસ થતી નથી. છતાં બેન્ડ હટાવી લીધાના સમાચારને આગળ ધરી સીંગતેલમાં આગ ઝરતી તેજી કરી દીધાનું વેપારી સુત્રોનું કહેવું છે. કેટલાક બ્રાન્ડવાળા પાસે ઉંચા ભાવનું તેલ ભરાઇ ગયું તેને છૂટવાનો મોકો મળી ગયો છે.
દરમિયાન આજે સીંગદાણાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. સીંગદાણામાં ટન દીઠ રૃા.૨૦૦૦ વધી કેશોદ બાજુ સીંગદાણા ૪૦ થી ૫૦ કાઉન્ટના રૃા.૭૨૦૦૦ અને ૫૦ થી ૬૦ કાઉન્ટના રૃા.૭૦,૦૦૦ના ભાવ બોલાતા હતા. રાજકોટ સીંગદાણા જાડી ઓલ નવેમ્બર ડીલીવરીની શરતે ૫૦ થી ૬૦ કાઉન્ટમાં રૃા.૭૦,૦૦૦ અને ઓક્ટોબરમાં ડિલીવરીની શરતે રૃા.૭૧૦૦૦ થી ૭૧,૫૦૦ના ભાવે ફોરવર્ડ સોદા થયા હતા. મગફળીમાં પણ ખાંડીદીઠ રૃા.૧૦૦૦ થી ૧૫૦૦ વધી પિલાણબર મગફળીના રૃા.૧૬૫૦૦ થી ૧૬૮૦૦ અને દાણાબર મગફળીમાં ૧૯૦૦૦ થી ૨૦,૦૦૦ ના ભાવ રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં નવી મગફળીની ૨૦,૦૦૦ ગુણીની આવક રહી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved