Last Update : 06-October-2012, Saturday

 

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વર્તમાન સુધારાનો લાભ લગભગ ૭૦ ટકા એટલે કે ૩૩૩ ઈક્વિટી યોજનાઓ લઈ ન શકી ઃ બીએસઈ-૫૦૦ કરતાં ખરાબ દેખાવ

મુંબઈ,શુક્રવાર
તાજેતરમાં બજારમાં આવેલ સુધારાનો લાભ ઘરઆંગણેની મ્યુ. ફંડ ઈન્ડસ્ટ્રી લઈ શકી નથી અને તેઓ રોકડ પ્રવાહિતા હાથ પર રાખી ડાંફોળીયા મારતા રહ્યા અને બજાર સડસડાટ વધી ગયું. પરિણામે ૭૦ ટકા ઈક્વિટી સ્કીમો અર્થાત ૩૩૩ યોજનાઓએ બીએસઈ ૫૦૦ આંકથી પણ ખરાબ દેખાવ કર્યો છે. તાજેતરની રેલીમાં વિદેશી નાણા સંસ્થાઓ તો તેમનું રોકાણ વધારતી ગઈ પણ મ્યુ. ફંડોએ તો બાધાની જેમ વેચવાનું ચાલુ જ રાખ્યું હતું. વર્ષની શરૃઅઆતમાં પણ મ્યુ.ફંડો રાઈટ ટાઈમે રાઈટ ડિસીઝન લઈ શક્યા ન હતા અને છેલ્લે છેલ્લે બજારમાં બે આંકડાનો સુધારો નોંધાયો તે તક પણ મ્યુ. ફંડો ચૂકી ગયા હતા.
સરકારે ડીઝલના ભાવ વધારા સહિતનાં આર્થિક સુધારાને વેગ આપવા પગલા લેવાની જાહેરાત કરી ત્યારથી હમણા સુધીમાં સેક્ટર ફંડસને બાદ કરતાં બાકીની ઈક્વિટી યોજનાઓમાંથી બે-તૃતીયાંશ યોજનાઓ બીએસઈ-૫૦૦ જેવો દેખાવ પણ કરી શકી નથી. એક એનાલિસ્ટનાં જણાવ્યાનુસાર ૫મી સપ્ટેમ્બર અને ૩જી ઓકટોબર દરમિયાન ૩૩૩ ઈક્વિટી યોજનાઓમાંથી ૨૨૭ યોજનાઓએ ૧૦ ટકાથી પણ ઓછું વળતર આપ્યું છે.
મ્યુ. ફંડ ઉદ્યોગનો દેખાવ એટલો ખરાબ રહ્યો હતો કે નિયામક સેબીએ થોડા સમય પૂર્વે ચિંતા વ્યકત કરી હતી કે ઘણા વર્ષોથી મ્યુ. ફંડ યોજનાઓનો તેમનાં બેન્ચમાર્ક આંક સામે ખરાબ દેખાવ ચિંતાજનક ગણાય.
છેલ્લી રેલી શરૃ થઈ તે પૂર્વે જ ફંડ મેનેજરોએ લીધેલા ખોટા નિર્ણયોનો માર ઈન્વેસ્ટરોને પડયો છે. ઓગસ્ટમાં મ્યુ. ફંડ મેનેજરોએ બેંક શેરોમાં એક્સપોઝર ૧૧૦ બેસીસ પોઈન્ટનાં પ્રમાણમાં ઘટાડવું હતું. ફાર્માસ્યુટીકલ્સ અને એફએમસીજીમાંના તેમના રોકાણમાં માત્ર ૫૦ બેસીસ પોઈન્ટ અને ૧૦૦ બેસીસ પોઈન્ટનો વધારો થયો હતો. છેલ્લાં ૧ મહિનામાં બેંક શેરોમાં જબરો ઉછાળો આવ્યો હતો અને આ મ્યુ. ફંડ મેનેજરોએ જે એફએમસીજી અને ફાર્મા ક્ષેત્રે રોકાણ કર્યું તે વધતા અટકી ગયા હતા. બજારમાં કોન્સોલીડેશનમાંથી બ્રેકઆઉટ આવતું હોય ત્યારે ડિફેન્સીવ શેરો વેંચી હાઈ બીટા ક્ષેત્રે રોકાણ કરાય એવું તો સામાન્ય રોકાણકારો પણ સમજવા લાગ્યા છે ત્યારે ફંડ મેનેજરોના આવા ઉંધા નિર્ણયોનો દંડ રોકાણકારોને ભોગવવો પડે છે એવું ેક સમીક્ષકે જણાવ્યું હતું. આ જ સમીક્ષકે આકરી ટીકા કરતાં વધુમાં જણાવ્યું હતું કે આંકો ધીમે ધીમે ઉંચે જઈ રહ્યા હતા ત્યારે મ્યુ ફંડો બાધાની જેમ નેટ સેલીંગ કરતા રહ્યા હતા. સપ્ટે.માં તો તેમનું નેટ સેલીંગ રૃ.૩૨૦૦ કરોડનો આંકડો પાર કરી ગયું હતું.
પોતાની અણઆવડત છુપાવવા ફંડ મેનેજરો અને મ્યુ. ફંડોના પ્રવકતાઓ ઠાવકાઈથી પાછા નિવેદનો કરતા રહે છે કે અમે તો લોંગ ટર્મ ઈન્વેસ્ટરો છીએ તેથી શોર્ટ ટર્મ રેલી ચુકી જઈએ અને ટૂંકાગાળામાં બેન્ચમાર્ક જેવો દેખાવ ન કરીએ તો પણ ચાલે જો કે તેમણે સેબીની ટકોર યાદ કરવી જોઈએ ઘણા વર્ષોથી તેઓ બેન્ચમાર્કથી અંડર પરફોર્મર રહ્યા છે.
આ રેલીમાં સૌથી ખરાબ દેખાવ કરનાર મોખરાની સ્કીમોમાં ટેમ્પલ્ટનઈન્ડિયા ઈક્વિટી ફંડ, ફિડાલીટી ઈન્ડિયા ગ્રોથ, એસબીઆઈ મેગ્નમ મલ્ટીકેપ, એલએન્ડટી ગ્રોથ, એલએન્ડટી મિડકેપ અન ેતાતા પ્યોર ઈક્વિટીનો સમાવેશ થાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved