Last Update : 06-October-2012, Saturday

 

એનએસઇમાં એમ્કે ગ્લોબલના સોદાના પગલે
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી

૯૦૦ પોઇન્ટનાં ફલેશક્રેશની સેબી તપાસ શરૃ ઃ એનએસઇએ કરેલ સ્પષ્ટતા મુજબ સંબંધિત સોદા નવા પ્રકારના અલ્ગો ટ્રેડીંગવાળા ન હતા

મુંબઇ,શુક્રવાર
બજાર નિયામક સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફટી આંકમાં શુક્રવારે સવારે આવેલા ૯૦૦ પોઇન્ટના 'ફલેશ ક્રેશ'ની શરૃઆતની તપાસ શરૃ કરી દીધી છે. આ કડાકાના કારણે બજાર ૧૫ મિનીટ સુધી બંધ થઇ ગયું હતું.આ ક્રેશ માટે એનએસઇએ દલાલ એમ્કે ગ્લોબલ દ્વારા વિવિધ શેરો માટે નીચા ભાવે મૂકેલ મલ્ટીપલ સોદાઓને અસામાન્ય ગણાવી તેનાં પર દોષનો ટોપલો ઢોળ્યો છે પણ નિયામક બધા પાસાઓની તપાસ કરશે એવું સાધનોએ જણાવ્યું હતું.
એનએસઇએ જણાવ્યું હતું કે તેની વ્યવસ્થામાં કોઇ ખામી ન હતી અને કડાકો ભૂલ ભરેલા રૃા.૬૫૦ કરોડથી વધારે મૂલ્યનાં ટ્રેડ ઓર્કર્સ એમકે ગ્લોબલે મૂક્યા તેના કારણે બોલ્યો હતો. હવે એક્સચેન્જે આ દલાલ ટ્રેડીંગ નહી કરી શકે એવું પણ જણાવ્યું હતું.
જોકે એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સેબી એ બાબતની તપાસ કરશે કે આવા ફલેશ ક્રેશ નિવારી શકે તેવી પૂરતી સુરક્ષા યંંત્રણા વ્યવસ્થામાં હતી કે નહીં ? કેમ કે આવા તોફાની સોદા સંખ્યા બંધ બ્લુચીપ શેરો અને મોટા બેંકીંગ શેરોમાં પણ થયા હતા.
આમ તો મોટી બ્લુચીપ શેરોમાં સર્કીટ ફિલ્ટરો નથી પણ શેર બજારોની યંત્રણામાં આવા કોઇ તોફાની સોદા કે ભૂલ ભરેલા મોટા સોદાની કાળજી લઇ શકાય તેવી વ્યવસ્થા હોય છે. આવા 'ફ્રીક ટ્રેડ'નું પ્રમાણ વધતુ જતું હોઇ સેબી આ બાબતમાં ચિંતિત છે. એનએસઇએ જોકે સ્પષ્ટતા કરી હતી કે 'ફ્રીક ટ્રેડ' નોન અલ્ગો ટ્રેડ હતો. આ સોદો ભરવામાં ખોટી ક્વોન્ટીટી ભરાવાનાં પગલે અનેક ભાવે પૂર્ણ ઓફર બુકમાં આ સોદો થયો હતો. એક્સચેન્જે આ ઓર્ડર જે ટર્મીનલ પરથી આવ્યો હતો તે ડીલરનું ટર્મીનલ પણ ઓળખી કાઢ્યું છે.
બજાર નોંધપાત્ર પ્રમાણમાં ઉપર જશે એવી અપેક્ષા સેવાતી હતી તેવા સમયે જ આ બનાવ બન્યો હતો. ગુરુવારે સરકારે ઇન્સ્યોરન્સ અને પેન્શન ક્ષેત્રે એફડીઆઇમાં છૂટછાટની જાહેરાત કરી તેના પગલે શુક્રવારે બજાર વધશે એવી અપેક્ષા સેવાતી હતી ત્યારે જ આ તોફાની સોદાઓએ બજારને ૧૫ મિનીટ સુધી બંધ કરી દીધું હતું. સાથે સાથે જ સેબી અલ્ગોરિ ધનિકટ્રેડને લગતા પાસાઓની પણ તપાસ કરશે કેમ કે આ ટ્રેડીંગ વ્યવસ્થા જેમાં ભારે ઝડપે સોદા કરી શેરનાં ભાવમાં થતાં નાનામાં નાના ફેરફારનો લાભ લઇ શકાય છે તેની અનેક લોકો તરફથી ટીકા થઇ છે.
સવારે ૯ ને ૫૦ મિનીટે નિફટીમાં ૯૦૦ પોઇન્ટનો ક્રેશ આવતા સોદા અટકી ગયા હતા કેમ કે ત્યારે દિવસની મહત્તમ ૧૫ ટકા સર્કીટ લાગી હતી. ૧૦ ને ૦૫ મિનીટે સોદા ફરીથી શરૃ થયા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved