Last Update : 06-October-2012, Saturday

 

એમકે ગ્લોબલના ૫૯ ફ્રીક ઓર્ડરોમાં નિફ્ટી ૫૦ શેરોમાં લિમિટ બહાર બાસ્કેટ સેલીંગ કરતા
NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું

નિફ્ટી સ્પોટ નીચામાં ૪૮૮૮ બોલાયો ઃ F & O બીએસઇમાં ટ્રેડીંગ રાબેતા મુજબ થયું ઃ 'અલ્ગો' ટ્રેડીંગ વિના પણ બજારમાં પાયમાલ થઇ શકાય છે

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
યુપીએ સરકારે આર્થિક સુધારા કરવામાં કોઇ પીછેહઠ નહીં કરીને એક પછી એક રીફોર્મ્સ કરતા રહી ગઇકાલે ઇન્સ્યોરન્સ અને પેન્શન ક્ષેત્રે ૪૯ ટકા એફડીઆઇ રોકાણની મંજૂરી આપી દીધા પૂર્વે સેન્સેક્ષ ૧૯૦૦૦ અને નિફ્ટી ૫૮૦૦ની સપાટી કુદાવી જઇ ૧૭ મહિનાની ઉંચાઇને આંબી ગયા બાદ આજે મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગની શરૃઆત અપેક્ષીત પોઝિટીવ થઇ હતી. સેન્સેક્ષ આગલા બંધ ૧૯૦૫૮.૧૫ સામે રાબેતા મુજબ આર્થિક સુધારાઓના આકર્ષણે પોઝિટીવ ૧૯૧૧૫.૮૯ મથાળે ખુલ્યો હતો. પસંદગીના શેરો ટાટા મોટર્સ, હિન્દુસ્તાન યુનીલીવર, ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્દાલ્કો, સહિતના શેરોમાં ફંડોના આકર્ષણે શરૃઆતમાં ૭૯.૧૫ પોઇન્ટ વધીને ૧૯૧૩૭.૨૯ પહોંચ્યો હતો. પરંતુ આ સુધારો ક્ષણજીવી રહી તુરંત ઘટાડાની ચાલે સેન્સેક્ષ નિફ્ટી બન્ને સાધારણ નેગેટીવ બની ગયા હતા. જે એકાએક ૯.૪૯ વાગ્યે એનએસઇ- નેશનલ સ્ટોક એક્ષચેન્જમાં એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલનું સંસ્થાકીય ઇન્વેસ્ટરોનું નિફ્ટી બાસ્કેટ સેલીંગના ૫૯ ફ્રીક વેચાણ ઓર્ડરો અસાધારણ નીચા ભાવે નિફ્ટી-૫૦ શેરોમાં આવી પડતા અને આ ઓર્ડરો અંદાજીત રૃા. ૩૫૦થી રૃા. ૭૨૯ કરોડ જેટલી રકમના સિસ્ટમમાં ફીટ થઇ જતાં એના પ્રત્યાઘાતમાં સિસ્ટમમાં અન્ય બ્રોકરો- ફંડો, ઇન્વેસ્ટરોના પડેલા સોદાઓ સાથે મેચ કરવાની જટીલ કવાયતમાં નિફ્ટીમાં ૯૦૦થી વધુ પોઇન્ટનો કડાકો બોલાઇ જતાં અને નીચલી સર્કિટને કારણે એનએસઇમાં સોદા થંભી જતાં ગભરાટમાં સેન્સેક્ષના શેરોમાં પણ લેણના સોદા સરખા થવા લાગતા સેન્સેક્ષ પણ ૩૦૦ પોઇન્ટ ઘટી આવીને નીચામાં ૧૮૭૫૭.૩૪ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળે એનએસઇમાં ફરી સોદા શરૃ થઇ જતાં અને ઘટાડે બ્રોકિંગ હાઉસના મોટી નુકસાનીમાં સોદા સરખા થયાના અને એનએસઇએ આ બ્રોકર વિરુદ્ધ દંડાત્મક પગલાં લેવાનું જાહેર કરતા સેન્સેક્ષ પણ સંપૂર્ણ ઘટાડો પચાવીને ફરી ૩૫થી ૩૭ પોઇન્ટ પોઝીટીવ બની ગયો હતો. પરંતુ બજારમાં વિશ્વાસની કટોકટી અને ગભરાટના વાતાવરણે ઘણા ઇન્વેસ્ટરો- ફંડો સતત વેચીને હળવા થતાં તેમજ આરંભમાં જ એચડીએફસીમાં ૩.૫૭ ટકા શેરો કાર્લાઇલ દ્વારા સિટી ગુ્રપને વેચવાની ડીલ થતાં શેરમાં વેચવાલીના દબાણે સેન્સેક્ષ પણ ફરી ૨૨૫ પોઇન્ટ જેટલો ઘટી આવ્યા બાદ ઘટાડે સેન્સેક્ષના પસંદગીના શેરો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનીલીવર, ટાટા મોટર્સ, મહિન્દ્રા, ઓએનજીસી, લાર્સન, કોલ ઇન્ડિયા, આઇટીસી, ટાટા સ્ટીલમાં આકર્ષણે સેન્સેક્ષ અડધાથી વધુ ઘટાડો પચાવી ગયો હતો. જે અંતે ૧૧૯.૦૯ પોઇન્ટના ઘટાડે ૧૮૯૩૮.૪૦ બંધ રહ્યો હતો.
નિફ્ટી એમકે ગ્લોબલના ૫૯ ફ્રીક ઓર્ડરોએ ધબડકા સાથે નીચામાં ૪૮૮૮ બોલાઇ ગયો
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૭૮૭.૬૦ સામે ૫૮૧૫.૩૫ મથાળે ખુલીને ૯.૪૯ વાગ્યા નજીક એકાએક કેશ માર્કેટમાં નિફ્ટી-૫૦ શેરોમાં અસાધારણ નીચા ભાવે બાસ્કેટ સેલીંગ રૃા. ૭૨૯ કરોડ જેટલું થતાં એક જ મીનિટમાં નિફ્ટી ૭૯૦ પોઇન્ટ તૂટી જઇ ૧૫ ટકા નીચલી સર્કિટમાં ૪૯૯૭ તળીયે અને ત્યારબાદ ૪૮૮૮.૨૦ અને આવી જતાં અને એનએસઇનો આ કોઇ અલ્ગો- કે ટેક્નીકલ ખામી નહીં હોવાનું જણાવી એમકે ગ્લોબલ દ્વારા સંસ્થાકીય ગ્રાહકો વતી સોદા કરાયા હોવાનું સ્પષ્ટ કર્યા બાદ દંડાત્મક પગલાં જાહેર કરી દેતા અને ૧૦ વાગ્યે ફરી ટ્રેડીંગ ચાલુ થઇ ગયાનું સ્પષ્ટ કરતા નિફ્ટી સ્પોટ પણ ઘટાડો પચાવીને ફરી ૫૮૦૦ની સપાટી કુદાવી ગયો હતો. પરંતુ આ સુધારાએ વેચવાલીનું દબાણ વધતા નિફ્ટી અંતે ૪૦.૬૫ પોઇન્ટના ઘટાડે ૫૭૪૬.૯૫ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૦ શેરોમાં અસાધારણ કેટલા નીચા તળીયે સોદા પડયા? ૭૨૯ કરોડના સોદા થયા
નિફ્ટી ૫૦ શેરોમાં આજે એમકે ગ્લોબલના ૫૯ જેટલા ફ્રીક ઓડરો પૈકી આઇટીસીમાં રૃા. ૨૨૦.૨૫ ભાવ સુધી (ગઇકાલનો બંધ રૃા. ૨૭૫.૩૦), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રૃા. ૬૮૨.૩૫ ભાવ સુધી (૮૧૮.૭૦), ઇન્ફોસીસમાં રૃા. ૨૦૬૦.૫૫ ભાવ સુધી (૨૫૪૧ ગઇકાલ બંધ), આઇસીઆઇસીઆઇ બેંકમાં રૃા. ૮૬૬.૭૫ સુધી (૧૦૬૮), એચડીએફસીમાં રૃા. ૬૩૧.૨૫ સુધી (૭૫૨.૩૫), એચડીએફસી બેંકમાં રૃા. ૫૦૫.૦૫ સુધી (૫૯૦), લાર્સનમાં રૃા. ૧૩૦૭.૨૫ સુધી (ગઇકાલનો બંધ ૧૫૫૫.૬૦), ટીસીએસમાં રૃા. ૧૨૨૧.૭૦ સુધી (૧૨૯૪.૧૫), હિન્દુસ્તાન યુનીલીવરમાં રૃા. ૪૪૪.૪૫ સુધી (૫૬૨.૦૫), સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રૃા. ૨૦૧૦.૩૦ (ગઇકાલ બંધ રૃા. ૨૩૩૭.૪૫) સુધી સોદા પડયા હતા. આમ આ ફ્રીક ઓર્ડરોનું મૂલ્ય અંદાજીત રૃા. ૬૫૦ કરોડથી રૃા. ૭૨૯ કરોડ જેટલું હોવાનું કહેવાય છે.
નિફ્ટી સ્પોટ ૪૮૮૮ સામે એફએન્ડઓમાં રાબેતા મુજબ કામકાજે ઓક્ટોબર ફ્યુચર નીચામાં ૫૭૩૨ થઇ પાછો ફર્યો
એનએસઇ નિફ્ટી ૫૦ શેરોમાં કડાકા સામે ડેરીવેટીવ્ઝમાં કામકાજ રાબેતા મુજબ રહી નિફ્ટી ઓક્ટોબર ફ્યુચર ૩,૬૯,૭૯૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૦૬૮૭.૩૯ કરોડના ટર્નઓવરે ૫૮૨૫.૭૦ સામે ૫૮૫૫.૬૦ ખુલી નીચામાં ૫૭૩૨.૪૦ સુધી જઇ અંતે ૫૭૭૪.૨૦ હતો. નિફ્ટી ૫૮૦૦નો કોલ ૫,૩૪,૪૪૧ કોન્ટ્રપેક્ટસમાં રૃા. ૧૫૬૯૪.૪૨ કરોડના ટર્નઓવરે ૯૫.૮૦ સામે ૧૦૪.૫૦ ખુલી ઉપરમાં ૧૧૦થી નીચામાં ૫૫.૫૦ સુધી ગબડી જઇ અંતે ૭૦ હતો.
નિફ્ટી ૫૭૦૦નો પુટ ૩૮.૬૦થી ઉછળી ૭૧ બોલાયો ઃ ૫૮૦૦નો કોલ ૯૫.૮૦થી તૂટી ૫૫.૫૦ થયો
નિફ્ટી ૫૭૦૦નો પુટ ૪,૬૩,૪૪૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૩૩૩.૯૮ કરોડના ટર્નઓવરે ૩૮.૬૦ સામે ૩૨ ખુલી નીચામાં રૃા. ૩૧.૩૦થી ઉપરમાં ૭૧ સધી જઇ અંતે ૫૧.૭૫ હતો. નિફ્ટી ૫૯૦૦નો કોલ ૪૯.૯૫ સામે ૫૪.૪૦ ખુલી ઉપરમાં ૬૦થી નીચામાં ૨૬.૧૫ સુધી જઇ અંતે ૩૩.૯૫ હતો. નિફ્ટી ૫૬૦૦નો પુટ ૨૦.૩૫ સામે ૧૬ ખુલી નીચામાં ૧૬થી ઉપરમાં ૩૯.૩૫ થઇ અંતે ૨૭.૨૦ હતો. નિફ્ટી ૫૫૦૦નો પુટ ૧૦.૮૫ સામે ૧૦.૩૦ ખુલી નીચામાં ૭.૯૫થી ઉપરમાં ૨૧.૧૫ થઇ અંતે ૧૪ હતો.
રિલાયન્સ નીચામાં રૃા. ૬૮૨, સ્ટેટ બેંક રૃા. ૨૦૧૦, લાર્સન રૃા. ૧૩૦૭, લીવર રૃા. ૪૪૪, હિન્દાલ્કો રૃા. ૧૦૦, ટાટા સ્ટીલ રૃા. ૩૩૯, ઇન્ફોસીસ રૃા. ૨૦૬૦ બોલાયા
એનએસઇ નિફ્ટી ૫૦ શેરોમાં આરંભમાં અસાધારણ નીચા ભાવોએ થયેલા ફ્રીક સોદાઓમાં ટાટા મોટર્સ નીચામાં રૃા. ૨૧૯.૪૫ થઇ અંતે રૃા. ૭.૨૦ વધીને રૃા. ૨૮૧.૫૦, હિન્દુસ્તાન યુનીલીવર નીચામાં રૃા. ૪૪૪.૪૫ થઇ અંતે રૃા. ૯.૦૫ વધીને રૃા. ૫૬૪.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નીચામાં રૃા. ૭૦૧ થઇ અંતે રૃા. ૧૦.૫૫ વધીને રૃા. ૮૬૯, હિન્દાલ્કો નીચામાં રૃા. ૧૦૦ થઇ અંતે રૃા. ૧.૧૫ વધીને રૃા. ૧૨૫.૧૦, ઓએનજીસી નીચામાં રૃા. ૨૨૭.૪૦ થઇ અંતે રૃા. ૨.૫૦ વધીને રૃા. ૨૮૬.૭૦, લાર્સન નીચામાં રૃા. ૧૩૦૭.૨૫ થઇ અંતે રૃા. ૧૪.૦૫ વધીને રૃા. ૧૬૪૮.૧૦, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નીચામાં રૃા. ૬૮૨.૩૫ થઇ અંતે રૃા. ૬.૬૫ વધીને રૃા. ૮૫૯.૫૫, ડીએલએફ નીચામાં રૃા. ૨૨૫.૯૦ થઇ અંતે આગલા બંધથી રૃા. ૧.૩૦ વધીને રૃા. ૨૪૨.૪૦, કોલ ઇન્ડિયા નીચામાં રૃા. ૨૮૯.૪૦ થઇ અંતે રૃા. ૧.૭૫ વધીને રૃા. ૩૬૩.૪૫, સિમેન્સ નીચામાં રૃા. ૭૦૫ થઇ અંતે રૃા. ૩.૩૦ વધીને રૃા. ૭૪૩.૮૦, ટાટા સ્ટીલ નીચામાં રૃા. ૩૩૯ થઇ અંતે રૃા. ૧.૫૦ વધીને રૃા. ૪૧૦.૫૦, ગેઇલ ઇન્ડિયા નીચામાં રૃા. ૩૨૦.૮૫ થઇ અંતે રૃા. ૧.૩૫ વધીને રૃા. ૩૯૨.૭૫, એક્સીસ બેંક નીચામાં રૃા. ૧૦૦૮.૫૦ થઇ અંતે રૃા. ૧૧૪૩.૧૦, ઇન્ફોસીસ નીચામાં રૃા. ૨૦૬૦.૫૫ થઇ અંતે રૃા. ૪૯.૧૫ ઘટીને રૃા. ૨૫૨૬.૫૦, ટીસીએસ નીચામાં રૃા. ૧૦૫૫ થઇ અંતે રૃા. ૧૬ ઘટીને રૃા. ૧૩૦૧.૧૫, બેંક ઓફ બરોડા નીચામાં રૃા. ૭૨૩.૭૦ થઇ અંતે રૃા. ૭૯૧.૨૦ રહ્યા હતાં.
નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના કડાકામાં રોકાણકારોના રૃા. ૧૦ લાખ કરોડ સાફ થઇ ગયા
એનએસઇ- નિફ્ટીમાં ફ્રીક ઓર્ડરોથી થયેલા ફ્લેશ ક્રેશમાં આજે રોકાણકારોએ નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના શરૃઆતના કડાકામાં રૃા. ૧૦ લાખ કરોડની સંમતિ ગુમાવી હતી. ૧૫ ટકા એટલેકે ૯૦૦ પોઇનેટ જેટલા નિફ્ટી સ્પોટના કડાકાથી આ રૃા. ૧૦ લાખ કરોડનું સંપત્તિનું ધોવાણ થયું હતું. એમકે ગ્લોબલ દ્વારા થયેલા રૃા. ૬૫૦ કરોડના આ અસાધારણ પરવાનીત લિમિટથી ઓછા ભાવે રૃા. ૬૫૦ કરોડથી વધુ અંદાજીત રૃા. ૭૨૯ કરોડના ઓર્ડરો સિસ્ટમમાં ભરવામાં આવતા સર્જાયેલો આ કડાકા બાદ એમકે ગ્લોબલના ટ્રેડીંગ ટર્મિનલો બંધ કરી દેવાયા સાથે સેબીએ આ ઘટનામાં તપાસ શરૃ કરી છે.
એપ્રિલના કડાકાની તપાસનો હજુ સુધી રીપોર્ટ કેમ નહીં? આ વખતે એનએસઇએ કેમ પગલામાં તત્પરતા બતાવી?
એનએસઇ પણ આજે આ ઘટના બાદ તેની સ્પષ્ટતા કરવામાં અને પગલાં લેવામાં બતાવેલી તત્પરતાથી બજારના મોટા વર્ગમાં આશ્ચર્ય સર્જાયું હતું. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષમાં એપ્રિલમાં નિફ્ટીમાં આ પ્રકારે સર્જાયેલા ધબડકામાં એનએસઇએ આવી કોઇ સ્પષ્ટતા કરવાની તસ્દી નહોતી લીધી અને આ મામલે હજુ સુધી તપાસનો કોઇ નિજીકર્ષ બહાર આવ્યો નથી કે તપાસનો રીપોર્ટ રજૂ કરવાની પારદર્શક્તા બતાવાઇ નથી ત્યારે બજારનો અમુક વર્ગ એપ્રિલના કડાકામાં એફઆઇઆઇ કે મોટા ફોરેન ફંડની સંડોવણી હોવાથી એનએસઇ અને સેબીએ ચૂપકીદી સેવી હોવાનું અને હવે જ્યારે સ્થાનિક બ્રોકિંગ હાઉસનું આ વખતે નામ બહાર આવ્યું હોવાથી એનએસઇ અને સેબીએ તુરંત પગલાં લેવાની પારદર્શક્તા બતાવી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved