Last Update : 06-October-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૬-૧૦-૨૦૧૨, શનિવાર
નિજ ભાદરવા વદ છઠ્ઠ
છઠ્ઠનું શ્રાધ્ધ

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૨ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૨૨ મિ. (સૂ) ૭ ક. ૨૦ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.
જન્મરાશિ ઃ આજે સાંજના ૬ ક. ૧૨ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવે. ત્યારપછી જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મૃગશીર્ષ
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-વૃશ્ચક, બુધ-તુલા, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-સાંજના ૬ ક. ૧૨ મિ. સુધી વૃષભ પછી મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદઋતુ રા.દિ.આ./૧૪
માસ-તિથિ-વાર ઃ નિજ ભાદરવા વદ છઠ્ઠને શનિવાર.
- આજે છઠ્ઠનું શ્રાધ્ધ છે.
- વ્યતિપાત બપોરના ૧૨ ક. ૪૦ મિ. સુધી
- વિષ્ટી ૨૧-૪૮થી. રવિયોગ અહોરાત્ર
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૧૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૨૦ રોજ બહેરામ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના રોજિંદા કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.

 

વૃષભ ઃ કામકાજમાં સાનુકૂળતાને લીધે કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે. નવું કોઈ કામ થવાથી આનંદ થાય. મિલન-મુલાકાત થાય.

 

મિથુન ઃ આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. કોઈની સાથે વાદ-વિવાદમાં ઉતરવું નહીં. ક્રોધ પર કાબુ રાખવો.

 

કર્ક ઃ માનસિક સ્વસ્થાને લીધે સારી રીતે કામમાં મન લગાવી શકો. રૃકાવટ-વિલંબમાં અટવાયેલા કામનો ઉકેલ આવે.

 

સિંહ ઃ નોકરી ધંધાના કામકાજ અંગે ચિંતા-દોડધામ જણાય. મિત્રવર્ગ-સગા સંબંધી વર્ગના લીધે કામમાં વધારો થાય.

 

કન્યા ઃ ધર્મકાર્ય થવાથી હૃદય-મન હળવાશ અનુભવે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા જણાય.

 

તુલા ઃ હરો ફરો કામકાજ કરો પરંતુ આપને કંઈ ગમે નહીં. પેટ પેઢુની-પગની તકલીફ અનુભવાય. પૈસાની લેતીદેતીમાં ધ્યાન રાખવું.

 

વૃશ્ચિક ઃ માનસિક સ્વસ્થતા રાખીને આપે કામકાજ કરવું. આવેશમાં, ઉતાવળમાં આવી જઈને કોઈપણ નિર્ણયો કરવા નહીં.

 

ધન ઃ રાજકીય-સરકારી કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ અનુભવાય. કામના વિલંબના લીધે માનિસક પરિતાપ રહે.

 

મકર ઃ પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપને ચિંતા-પરિતાપ અનુભવાય. વાહનની સંયમતા રાખીને આપે કામકાજ કરવું. પત્ની સાથે મતભેદ રહે.

 

કુંભ ઃ આપે કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા અનુભવવી પડે. સંયુક્ત મિલ્કતના પ્રશ્ને, જમીનની લે-વેચ અંગે ઉતાવળ ના કરવી.

 

મીન ઃ ભાઈભાંડુ આડોશ-પાડોશ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે. યાત્રા પ્રવાસમાં રૃકાવટ બાદ સાનુકૂળતા જણાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત - તા. ૬-૧૦-૨૦૧૨, શનિવાર

 

વર્ષ દરમ્યાન માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહી શકો. નાની-નાની મુશ્કેલી છતાં કામનો ઉકેલ લાવી શકો. વિચારોની દ્વિધાને લીધે મહત્ત્વના નિર્ણયો લેવાની બાબતમાં ઉતાવળ કરવી નહીં. કોઈની સાથે ચર્ચા-વિચારણા બાદ જ આગળ વધવું. રાજકીય-સરકારી કામકાજમાં, કોર્ટ-કચેરીના કામકાજમાં જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ સાનુકૂળતા થતી જાય. ધંધામાં નવું કોઈ આયોજન વિચારતા હોવ તો થઈ શકે. નવો કોઈ ઓર્ડર મળી રહે. પરદેશની કંપનીઓ સાથેની વાતચીતમા, મિલન મુલાકાતમાં સાનુકૂળતા જણાય. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે. નક્કી થાય. પરંતુ વર્ષના પ્રારંભમાં ઉતાવળ કરવી નહીં. સ્ત્રીવર્ગને વર્ષ દરમ્યાન પતિ-સંતાનથી સાનુકૂળતા રહે. પરંતુ સાસરીપક્ષની ચિંતા અનુભવાય. વિદ્યાર્થીબંધુને વર્ષ મધ્યમ રહે.

 

સુપ્રભાતમ્

વગડામાં આપોઆપ ઉગતાં શાકભાજીથી પણ જેનો ખાડો પૂરી શકાય તે પાપી પેટને માટે કયો (ડાહ્યો) માણસ મોટું પાપ કરે ?

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ પોતાના મિત્ર છગનને કહી રહ્યો હતો, 'કાલે તો મને બહુ માર પડયો.'
'કેમ શું થયું?' છગને પૂછ્યું.
'હું એક પાર્ટીમાં જમવા ઘુસી ગયેલો' લલ્લુએ કહ્યું, 'એમાં મને પૂછ્યું એટલે મેં કહ્યું કે હું વરરાજાની જાનમાં આવ્યો છું.'
'તો પછી?' છગને પૂછ્યું.
'તો પછી શું' લલ્લુએ કહ્યું, 'એ પાર્ટી બર્થ-ડે પાર્ટી હતી.'

[Top]
 

આજ ની રેસીપી

માવાની મજેદાર વાનગીઓ

માવા સમોસા

 

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ માવો, ૧ નાની વાટકી લીલા વટાણાના દાણા, ૧ ચમચી મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરુ, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૨૦ ગ્રામ બારીક સમારેલી કોથમીર, ૨ બારીક સમારેલા લીલા મરચાં, ૨૫૦ ગ્રામ મેંદો, ૧ ચમચી આમચૂર પાઉડર, ૨ ચમચા ઘી (મોણ માટે), તળવા માટે જરૂર પૂરતું તેલ કે ઘી.

 

રીત ઃ કડાઈમાં થોડું ઘી લો, એમાં થોડું મીઠું અને મરચું નાખ્યા પછી વટાણાના દાણા ઉમેરો. થોડી વાર ધીમા તાપે ચડવા દો. મિશ્રણ ગળી જાય એટલે એમાં માવો મસળીને નાખી દો. એ પછી એમાં લાલ મરચાં, કોથમીર, ગરમ મસાલો, આમચૂર નાખી બરાબર ચડવા દો. હવે કડાઈમાંથી પહોળા વાસણમાં મિશ્રણને ઠંડુ પડવા દો.

 

મેંદામાં થોેડું મીઠુ અને મોણ માટેનું ઘી નાખીને ગરમ પાણીથી કઠણ લોટ બાંધો. એના નાના નાના લૂઆ બનાવી વણો અને ગોળ રોટલાને ચપ્પુ વડે વચ્ચેથ કાપી સમોસાનો આકાર કાપો. એની અંદર માવો અને વટાણાનું મિશ્રણ ભરી બરાબર બંધ કરીને કાચાં સમોસા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ સમોસાં ચટણી સાથે પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved